![]()
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા નિર્માણાધીન ઈલેક્ટ્રીક બસ ટર્મિનલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની 45 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. શહેરવાસીઓને વહેલી તકે સુવિધાઓનો લાભ મળી રહે તે માટે તંત્ર પ્રયત્નશીલ છે.
ટીપી-60 ખાતે પીએમ ઈ બસ ચાર્જિંગ સ્ટેશનના આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઈલેક્ટ્રીક વાહન વ્યવહારને પ્રોત્સાહન આપીને પ્રદૂષણ ઘટાડવાનો છે. પ્રથમ તબક્કામાં 17,784 ચોરસ મીટર વિસ્તારમાં એડમીન બિલ્ડીંગ, વર્કશોપ, લેન્ડસ્કેપિંગ અને આરસીસી રોડ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જે માટે અંદાજે રૂ. 10.28 કરોડનો ખર્ચ થવાનો છે.
બીજા તબક્કામાં અંદાજે રૂ. 12.50 કરોડના ખર્ચે બસ ચાર્જિંગ યુનિટ, વેઇટિંગ હોલ, ફૂડ કોર્ટ અને મુસાફરો માટે પાર્કિંગ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ ટર્મિનલમાં એક સાથે 42 ઈલેક્ટ્રીક બસો ચાર્જ થઈ શકે તેવું આધુનિક આયોજન કરવામાં આવ્યું છે.










