![]()
Vadodara Demolition : વડોદરા શહેરના ટ્રાફિકથી ધમધમતા રોડ રસ્તાના આંતરિક માર્ગે કારેલીબાગની બ્રાઇટ સ્કૂલના ખાંચામાં આવેલી આદિનાથ સોસાયટીમાં બ્લોક નં.13-14માં માર્જિનની જગ્યામાં ગેરકાયદે દબાણ કર્યાની જાણ થતા તંત્રની ટીમ બ્રેકર સાથે તોડફોડ કરવા પહોંચી ગઈ હતી. પરંતુ આ અગાઉ મકાન માલિકે પણ સ્વૈચ્છિક રીતે દબાણ તોડવાનું શરૂ કરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે કારેલીબાગ વિસ્તારની બ્રાઇટ સ્કૂલના ખાંચામાં આવેલી છેવાડાની આદિનાથ સોસાયટીમાં બ્લોક નં.13-14 માં માર્જિનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું. આ અંગેની જાણ સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી.
પરિણામે તંત્રની દબાણ શાખાની ટીમ બ્રેકર સાથે ઘટના સ્થળે ગેરકાયદે થયેલા બાંધકામની તોડફોડ માટે પહોંચી ગઈ હતી. પાલિકા તંત્રની કામગીરી શરૂ થતા ની સાથે જ મકાન માલિકે સ્વૈચ્છિક રીતે પણ ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ કરી દીધું હતું.










