![]()
Vadodara Police : બ્રાન્ડેડ કંપનીના ટ્રેડમાર્ક અને કોપીરાઇટના દેખરેખનું કામ કરતી કંપનીના ફિલ્ડ ઓફિસર તથા સ્ટાફે નવાપુરા પોલીસને સાથે રાખી રાજમહેલ રોડ પર આવેલા વ્રજ સિદ્ધિ કોમ્પલેક્ષમાં મોબાઇલની ચાર દુકાનોમાં તપાસ કરી હતી.
(1) શ્રીનાથ ઇલેક્ટ્રોનિક્સની દુકાનના સંચાલક અંકિત રાજેન્દ્રભાઈ દોશી (રહે-ઓમકાર સોસાયટી આજવા રોડ) કુલ 6.60 લાખની એસેસરીઝ (2) મહાદેવ મોબાઇલના સંચાલક છેતારામ સતરારામ ચૌધરી (રહે-સાઈ ગુરુ ફ્લેટ, નવાપુરા પોલીસ સ્ટેશનની બાજુમાં) 6.97 લાખની એસેસરીઝ (3) મહેશ મોબાઈલ નામની દુકાનના સંચાલક કપૂરારામ વરદારામ ચૌધરી (રહે-આશ્રય ફ્લેટ, માંજલપુર) 3.72 લાખની એસેસરીઝ (4) રાધે ક્રિષ્ના મોબાઇલ નામની દુકાનના સંચાલક રમેશકુમાર રાજા રામજી ચૌધરી (રહે-કેવડા બાગ) 4.84 લાખની એસેસરીઝ મળી આવી હતી. પોલીસે કુલ 22.15 લાખનો સાઓમી એમ.આઈ. કંપનીનો ડુપ્લીકેટ એસેસરીઝનો જથ્થો કબજે કર્યો છે. તેમજ ચારેય વેપારીઓ સામે ગુનો દાખલ કર્યો છે.










