gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સ્મશાન ગૃહોના ખાનગીકરણ નહીં થાય, વિવાદ બાદ સંચાલનની પ્રક્રિયા યથાવત્ રાખવાનો નિર્ણય | Afte…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સ્મશાન ગૃહોના ખાનગીકરણ નહીં થાય, વિવાદ બાદ સંચાલનની પ્રક્રિયા યથાવત્ રાખવાનો નિર્ણય | Afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરમાં સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે ભારે વિવાદ સર્જાયા બાદ હવે વડોદરા શહેર ભાજપ દ્વારા કારેલીબાગ કાર્યાલય ખાતે પ્રેસ યોજી સ્મશાનોના સંચાલનની પ્રક્રિયા અગાઉની માફક યથાવત રાખવાનો નિર્ણય કરવાની નોબત આવતા સ્મશાનના ખાનગીકરણના મનસ્વી નિર્ણય સામે સવાલો ઊભા થયા છે.

વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું હતું કે, ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરમાં સ્મશાનના ખાનગીકરણને લઈ વિવાદ જોવા મળી રહ્યો છે, જેથી આ વિવાદથી બહાર  નીકળવા તથા લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં અગાઉ જે પ્રકારે સ્મશાનોનું સંચાલન થતું હતું તે પ્રકારે જ થશે, સ્મશાનોની સંખ્યા વધતા ટ્રસ્ટ સિવાયના સ્મશાનોમાં વ્યવસ્થા ઊભી કરવા કોર્પોરેશનને એક પ્રક્રિયા અનુસરવી પડે છે, અગાઉની સ્થિતિ મુજબ સ્મશાનોનું સંચાલન થાય તેવો આગ્રહ ભાજપ તરફથી રહ્યો છે અને રહેશે.

સ્મશાનોમાં સુવિધા ઉભી કરવાના સ્થાને ખાનગીકરણમાં રસ દાખવ્યો !

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના અનેક સ્મશાનોમાં આજે પણ પ્રાથમિક સુવિધાનો અભાવ છે, તે સુવિધા ઉભી કરવાના સ્થાને તથા જે સ્મશાનોમાં સંસ્થાઓ સેવા આપી રહી છે તેને સગવડતાનો વિચાર કરવાના સ્થાને સંસ્થાઓને અચાનક હટાવી તેઓના અપમાનસમા આવા ઉતાવળિયો નિર્ણય કરાયો હોય તે અંગે પ્રમુખનું કહેવું હતું કે, નિર્ણય માર્ચ મહિનાનો છે ઓચિંતો થયો નથી, પરંતુ અમલીકરણનો સમય આવે એટલે મુદ્દો ઊભો કરવાનો વિષય છે.

ભાજપની સંકલનમાં હોદ્દેદારો વચ્ચે ઊંડી ચર્ચા બાદ ખાનગીકરણનો નિર્ણય થયો હતો

વધુમાં કહેવું હતું કે, સંસ્થાને કાઢી મુકી હોય તેવી વાતો વહેતી થઈ છે, સંસ્થા અમારી સાથે છે અને આગળ આવવાની તૈયારી બતાવી છે, સુવિધા ઉભી કરવાની વાત છે તો રાતોરાત ન થાય સમયાંતરે વિકાસ ચોક્કસ થાય છે, અહીં મહત્વની વાત એ છે કે, સ્મશાનોના ખાનગીકરણ અંગે અગાઉ મળેલી ભાજપની સંકલન બેઠકમાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઊંડી ચર્ચા કર્યા બાદ લીલીઝંડી આપી હતી, હવે સ્મશાનોના ખાનગીકરણનો નિર્ણય પરત ખેંચવાની નોબત આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

સ્મશાનોમાં સેવા માટે વ્યક્તિ અથવા સંસ્થા આગળ આવી શકે છે

શહેરના ખાસવાડી, વડીવાડી અને માંજલપુર સ્મશાનનું સંચાલન જલારામ ટ્રસ્ટ, છાણી સ્મશાનનું સંચાલન સતીશ પટેલ તથા ટ્રસ્ટ, નિઝામપુરા સ્મશાનનું સંચાલન પૂર્વ મેયર ભરતભાઈ અગાઉ જે પ્રકારે સ્મશાનમાં સેવા આપતા હતા તે આપી શકશે. આ ઉપરાંત સ્મશાનમાં વ્યવસ્થા ઉભી કરવાની આવશ્યકતા જણાશે તો કોર્પોરેશન અથવા ટ્રસ્ટ સાથે સંકલન કરી સેવા આપી શકશે, અગાઉ કુલ 31 સ્મશાનો પૈકી 26 સ્મશાન કોર્પોરેશન સંચાલિત અને 5 સ્મશાન ટ્રસ્ટ સંચાલિત હતા તે મુજબ યથાવત રહેશે. 

સ્મશાનના ખાનગીકરણ સામે ભાજપના ધારાસભ્યના પણ વિરોધ હતો

આ મામલે અગાઉ ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી કે,  સ્મશાનના ખાનગીકરણનું અમલ થતાં જ લોકોમાં ઘણી ગેરસમજો ઊભી થઈ છે , ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ આજે સ્મશાનોનું કામ સારી રીતે કરી રહી છે, આઉટસોર્સિંગથી કામગીરી કેમ કરાવવી તે અંગે ઘણા પ્રશ્નો ઊભા થયા છે, સામાન્ય રીતે મૃત્યુ પછી કરાતી ક્રિયા સાથે નાગરિકોની ખૂબ જ અંગત લાગણી જોડાયેલી હોય છે, જેમાં ફેરફાર થાય તો નાગરિકોની લાગણીઓને ઠેસ પહોંચે છે. 

31 સ્મશાનોમાં 10.43 કરોડના ખર્ચે આઉટસોર્સિંગનો નિર્ણય હતો

કોર્પોરેશન હસ્તકના 31 સ્મશાનો છે, સંસ્થાઓ કૉર્પોરેશન પાસે એક પણ રૂપિયો લીધા વગર સંચાલન કરતી હતી, પાલિકા દ્વારા લાકડા આપવામાં આવે છે, કોર્પોરેશન દ્વારા સ્મશાનોના સુચારું સંચાલનના દાવા સાથે તમામ સ્મશાનો ખાનગી સંસ્થાઓને સોંપતા વિરોધ થયો હતો, કોર્પોરેશને શહેરના તમામ 31 સ્મશાનોનું 10.43 કરોડના ખર્ચે આઉટસોર્સિંગ દ્વારા ત્રણ સંસ્થાને સંચાલન સોંપ્યું હતું. 

મેયર, ધારાસભ્યો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

આ પત્રકાર પરિષદમાં મેયર પિન્કીબેન સોની, ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષા વકીલ, કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ .શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ, નેતા મનોજ પટેલ , મહામંત્રી સત્યેન ગુલાબકર ,રાકેશ સેવક સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈ અભાવ : સ્થાનિકોમાં રોષ | Locals uproa…

વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈ અભાવ : સ્થાનિકોમાં રોષ | Locals uproa...

VIDEO: દમણનો વિકરાળ દરિયો: મોજાઓની ઊંચાઈ જોઈ લોકો દંગ રહી ગયા! | Waves in the sea of Daman

VIDEO: દમણનો વિકરાળ દરિયો: મોજાઓની ઊંચાઈ જોઈ લોકો દંગ રહી ગયા! | Waves in the sea of Daman

પં. દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ગતિ શક્તિ યુનિવર્સિટીનો તૃતીય દીક્ષાંત સમારોહ યોજાશે | Gati Shakti …

પં. દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ગતિ શક્તિ યુનિવર્સિટીનો તૃતીય દીક્ષાંત સમારોહ યોજાશે | Gati Shakti ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ, પાક. સેનાએ તૈનાત કરી ટેન્કો, અફઘાન ચોકીઓ પર હુમલો | pakistan a…

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ, પાક. સેનાએ તૈનાત કરી ટેન્કો, અફઘાન ચોકીઓ પર હુમલો | pakistan a…

1 year ago
ચીન પાકિસ્તાનને આપશે આઠ શક્તિશાળી સબમરીન, 45000 કરોડ રૂપિયાની ડીલ | defence china pakistan naval dea…

ચીન પાકિસ્તાનને આપશે આઠ શક્તિશાળી સબમરીન, 45000 કરોડ રૂપિયાની ડીલ | defence china pakistan naval dea…

8 months ago
USની કંપની સાથે ડેટા એન્ટ્રીના નામે 45 લાખની ઠગાઇમાં MOU કરનાર મુંબઇની સુનિતા 22 વર્ષે પકડાઇ | Mumba…

USની કંપની સાથે ડેટા એન્ટ્રીના નામે 45 લાખની ઠગાઇમાં MOU કરનાર મુંબઇની સુનિતા 22 વર્ષે પકડાઇ | Mumba…

3 months ago
રાજ્યના 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવું ફરજિયાત, ગુજરાત બાર કાઉન્સિલનું ફરમાન | gujarat bar coun…

રાજ્યના 53000 વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવું ફરજિયાત, ગુજરાત બાર કાઉન્સિલનું ફરમાન | gujarat bar coun…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News