gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

“સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસ…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
“સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી, સંજીવ રાજપૂત, એબીએનએસ: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” !

‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ છે.

આ સાથે ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ : શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઉભી કરે છે.

આ ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાને સ્વરચિત ‘વંદે માતરમ’ લિખિત ધ્વજ સાથે દર્શાવવામાં આવ્યા છે. જે તેમણે સૌ પ્રથમ વખત વિદેશીભૂમિ પર વર્ષ ૧૯૦૭માં પેરિસમાં લહેરાવ્યો હતો. આ ધ્વજ જર્મનીના બર્લિનના સ્ટુટગાર્ટની ‘ઇન્ડિયન સોશિયાલિસ્ટ કોન્ફરન્સ’મા પણ રજુ કરવામાં આવ્યો હતો. મેડમ કામાની આ ધ્વજ લહેરાવતી અર્ધ-પ્રતિમાની નીચે દેશના બંધારણમાં સ્વીકૃત વિવિધ ભારતીય ભાષામાં ‘વંદે માતરમ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ટેબ્લોના હૃદયસમા પૃષ્ઠભાગમાં રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખને વર્ણવવામાં આવી છે, જેનો પ્રારંભ વર્ષ 1906થી થાય છે. કોલકાતાના પારસી બાગાનમાં વિદેશી ચીજવસ્તુઓની હોળી અને સ્વદેશીનો સ્વીકાર કરતી વખતે ક્રાંતિકારીઓએ ‘વંદે માતરમ’ લખેલો ધ્વજ સૌ પ્રથમ વખત ફરકાવ્યો હતો. ત્યારબાદના ક્રમે, ૧૯૦૭મા વિદેશીભૂમિ પરથી ભારતીય ક્રાંતિની જ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તેમણે તૈયાર કરેલો ધ્વજ પેરિસમાં લહેરાવ્યો હતો. વર્ષ ૧૯૧૭મા હોમરુલ ચળવળના ભાગરૂપે એની બેસન્ટ અને બાળગંગાધર તિલક દ્વારા એક નવતર ધ્વજ ફરકાવવામાં આવ્યો, જયારે વર્ષ ૧૯૨૧મા વિજયવાડામાં યુવા ક્રાંતિવીર પીંગળી વેંકૈયાએ એક નવી ડિઝાઈનનો ધ્વજ બનાવ્યો અને ગાંધીજી સમક્ષ રજુ કર્યો. ૧૯૩૧મા પીંગળીએ તૈયાર કરેલા ચરખા અને ત્રણ રંગો સાથે કેટલાક સુધારા સાથેનો ધ્વજ લગભગ સ્વીકૃતિ પામ્યો. જો કે આખરે ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ મધ્યમાં ધર્મચક્ર સાથેના ત્રિરંગાને ભારતીય બંધારણ સભાએ સ્વીકૃતિ આપી. પ્રવર્તમાન રાષ્ટ્રધ્વજની આ નિર્માણયાત્રા સાથે ભારતીય સ્વતંત્રતાની મહત્વની ચળવળોનું પણ આ ટેબ્લોમાં નિદર્શન કરવામાં આવ્યું છે.
‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીના પ્રયોગ મારફતે સ્વતંત્રતાની હાકલ કરનારા મહાત્મા ગાંધીના શિલ્પને ટેબ્લોના અંતિમ ચરણમાં વિશાળ ધર્મચક્ર સાથે દર્શાવવામાં આવ્યું છે. સ્વદેશી-આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના આ સશક્ત મૂલ્યોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ સતત સંવર્ધિત કરવાનું સ્તુત્ય કાર્ય કરી રહયા છે.

સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત ‘કસુંબીનો રંગ’ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા છે.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૭ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ૧૩ ઝાંખીઓ મળીને કુલ ૩૦ ટેબ્લોનું પ્રદર્શન થનારું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ૭૭-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના બે વરિષ્ઠ નેતા : યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયેન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડૉ.વિક્રાંત પાંડે, માહિતી કમિશ્નર કિશોર બચાણી, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા યોગદાન આપી રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
ભુજ: જદુરામાં પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદ, નજરે જોનાર દીકરી કૉર્ટમાં ફરી ગઈ, પૂરાવાના આધારે…

ભુજ: જદુરામાં પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદ, નજરે જોનાર દીકરી કૉર્ટમાં ફરી ગઈ, પૂરાવાના આધારે...

ભારતમાં 40 સ્થળોએ, સાતેય ખંડોમાં એક-એક દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા ફોર્મેટમાં યોજાશે 25મો ભારત રં…

ભારતમાં 40 સ્થળોએ, સાતેય ખંડોમાં એક-એક દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા ફોર્મેટમાં યોજાશે 25મો ભારત રં...

સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ

સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા : શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે ‘પતિદેવે’ સ્વી…

વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા : શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે ‘પતિદેવે’ સ્વી…

3 months ago
‘તમે અહીંના રાજા નથી’.. સાંસદ વસાવાએ કલેક્ટર-મામલતદારને ખખડાવ્યા, વેપારીઓને પણ ચીમકી | BJP MP Mansuk…

‘તમે અહીંના રાજા નથી’.. સાંસદ વસાવાએ કલેક્ટર-મામલતદારને ખખડાવ્યા, વેપારીઓને પણ ચીમકી | BJP MP Mansuk…

12 months ago
જયપુરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, યુવકને કચડી નાખી 100 મીટર ઢસડ્યો, શરીરના 3 ટુકડાં થયા | ‘Dumper T…

જયપુરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, યુવકને કચડી નાખી 100 મીટર ઢસડ્યો, શરીરના 3 ટુકડાં થયા | ‘Dumper T…

11 months ago
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ.22,751 કરોડ પાછા ખેંચી લીધા | Foreign portfolio investors withdrew …

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ.22,751 કરોડ પાછા ખેંચી લીધા | Foreign portfolio investors withdrew …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News