![]()
Vadodara Drug Smuggling : વડોદરામાં એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર લાંબા સમયથી ફરાર સપ્લાયરને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો છે.
વડોદરાના ફતેગંજ બ્રિજ નીચે જુલાઈ 2024 માં પોલીસે એક કારમાંથી 12.40 લાખની કિંમતનું 124 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરી અસલમ મિયા સૈયદ (ભીખર ગામ, ઊંઝા, મહેસાણા) અને જીતેન્દ્ર ખમાર (મોદી ડેરીની ઉપર, ફતેગંજ સદર બજાર, મૂળ રહે.ખોખરવાડી ખેરાલુ) ને ઝડપી પાડ્યા હતા.
તપાસ દરમિયાન આ ડ્રગ્સ મોહમ્મદ ઇમરાન ઉર્ફે ઇમરાન ચિકના રેહાન અહેમદ અન્સારી (નારાયણ નગર, કુર્લા વેસ્ટ, મુંબઈ) દ્વારા સપ્લાય કરવામાં આવી હોવાની વિગતો ખુલતા તેને વોન્ટેડ જાહેર કરી પોલીસ દ્વારા વારંવાર તપાસ કરવામાં આવતી હતી. હાલમાં તે કાશી ગામ પોલીસ દ્વારા કરાયેલા એક કરોડના ડ્રગ્સ કેસમાં થાણે જેલમાં હોવાની વિગતો મળતા પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.










