gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં AI પોસ્ટ વિવાદ બાદ 50થી વધુની અટકાયત, ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે ‘નો …

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં AI પોસ્ટ વિવાદ બાદ 50થી વધુની અટકાયત, ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે ‘નો …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News : વડોદરાના જૂનીગઢી વિસ્તારમાં શુક્રવાર (19 સપ્ટેમ્બર)ની મોડી રાત્રે એક AI જનરેટેડ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે વિવાદ અને તંગદિલી સર્જાઈ હતી. એક સમાજની લાગણી દુભાવતી આ પોસ્ટ વાયરલ થતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને અત્યાર સુધીમાં 50થી વધુ લોકોની અટકાયત કરી છે.

પોલીસ સ્ટેશન પર હંગામો અને ધરપકડ

પથ્થરમારા બાદ મોટી સંખ્યામાં સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોસ્ટ કરનાર આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસની બાંહેધરી બાદ ટોળું વિખરાયું હતું.

આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને તોફાન કરનારા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી છે. આ ફૂટેજને આધારે 50થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેઓને સિટી પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખવામાં આવ્યા છે. જોકે, પોલીસ હજુ સુધી કોઈ વિગત જાહેર કરવા તૈયાર નથી અને કહી રહી છે કે વેરિફિકેશન ચાલી રહ્યું છે.

પોલીસની નિષ્ફળતા અને નાગરિકોનો આક્રોશ

આ બનાવ બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ પોલીસે મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરી છે, તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં હાજર નિર્દોષ લોકોના સંબંધીઓને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. વડોદરાના ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર બન્યું હશે કે જ્યારે સિટી પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરિકો માટે ‘નો એન્ટ્રી’નો બોર્ડ લાગી ગયો હોય.

વડોદરામાં AI પોસ્ટ વિવાદ બાદ 50થી વધુની અટકાયત, ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે 'નો એન્ટ્રી' 2 - image

અંદાજે 60 વર્ષની એક વૃદ્ધા પોતાના સંબંધીને ખોટી રીતે લાવવામાં આવ્યા હોવાની રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને ધક્કા મારીને બહાર કાઢી મુકવામાં આવ્યા. આ જ રીતે, એક અન્ય મહિલા પણ પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે પતિને છોડાવવા માટે આવી હતી, જેમને પોલીસે હોટલમાંથી ખોટી રીતે પકડી લીધા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. આ મહિલાને પણ અંદર પ્રવેશવા દેવામાં આવી નહોતી. પત્રકારોને પણ માહિતી લેવા માટે અંદર જવા દેવામાં આવ્યા ન હતા, જે પોલીસની બેદરકારી અને મનમાની છતી કરે છે.

શું હતી સમગ્ર ઘટના?

વડોદરાના જૂનીગઢી વિસ્તારના એક શખસે AI દ્વારા બનાવેલી એક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. આ પોસ્ટને કારણે લોકોમાં ગેરસમજ અને ભારે આક્રોશ ફેલાયો હતો. પરિણામે, એક સમાજના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બીજા સમુદાયના લોકો સાથે તેમની અથડામણ થઈ હતી. આ અથડામણમાં પથ્થરમારો થયો હતો અને એક પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: વડોદરામાં AI જનરેટેડ પોસ્ટને કારણે માથાકૂટ, પોલીસ સ્ટેશનને બાનમાં લેવાયું

સ્થિતિની ગંભીરતા જોતાં એડિશનલ પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટોળાને વિખેર્યું અને રાત્રે જ પોલીસ છાવણીમાં આખો વિસ્તાર ફેરવી દીધો. સમગ્ર ઘટનાનો તાગ મેળવવા માટે ડ્રોન દ્વારા પણ વોચ રાખવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
હત્યાના ગુનામાં જેલમાંથી જામીન પર આવેલા આરોપીએ ચાકુની અણીએ પત્નીનું અપહરણ કરી લૂંટ ચલાવી | Bharuch :…

હત્યાના ગુનામાં જેલમાંથી જામીન પર આવેલા આરોપીએ ચાકુની અણીએ પત્નીનું અપહરણ કરી લૂંટ ચલાવી | Bharuch :...

કાર ડિવાઈડરમાં ઘૂસી જતાં પતરું ચીરીને લાશો કઢાઈ, 2ના મોત, હિંમતનગર-શામળાજી હાઇવે લોહીયાળ | himmatnag…

કાર ડિવાઈડરમાં ઘૂસી જતાં પતરું ચીરીને લાશો કઢાઈ, 2ના મોત, હિંમતનગર-શામળાજી હાઇવે લોહીયાળ | himmatnag...

વડોદરા શહેર પૂર્વ વિસ્તાર ના સૌથી મોટા આદ્ય શક્તિ ગરબા

વડોદરા શહેર પૂર્વ વિસ્તાર ના સૌથી મોટા આદ્ય શક્તિ ગરબા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ચાંદખેડામાં હિટ એન્ડ રન: પૂરઝડપે બાઇક ચલાવનાર બેજવાબદાર યુવક સામે કડક કાર્યવાહીની માંગ | A…

અમદાવાદના ચાંદખેડામાં હિટ એન્ડ રન: પૂરઝડપે બાઇક ચલાવનાર બેજવાબદાર યુવક સામે કડક કાર્યવાહીની માંગ | A…

9 months ago
અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે એસ.ટી.નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવાશે | ambaji bhada…

અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે એસ.ટી.નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવાશે | ambaji bhada…

1 year ago
હિમાચલમાં મેઘતાંડવ… ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 91 લોકોના મોત, 22000 પશુ-પક્ષીઓ તણાયાં, રૂ.749 કરોડનું નુકસાન

હિમાચલમાં મેઘતાંડવ… ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 91 લોકોના મોત, 22000 પશુ-પક્ષીઓ તણાયાં, રૂ.749 કરોડનું નુકસાન

1 year ago
ઉમરાળા પંથકમાંથી એક અત્યંત ગંભીર અને ચકચારી ઘટના સામે આવી

ઉમરાળા પંથકમાંથી એક અત્યંત ગંભીર અને ચકચારી ઘટના સામે આવી

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News