gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગમાં ઉગ્ર ટપાટપી..બજેટના 7 કરોડના કામો થયા જ નથી | Fierce bra…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગમાં ઉગ્ર ટપાટપી..બજેટના 7 કરોડના કામો થયા જ નથી | Fierce bra…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગમાં આજે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી થતાં માહોલ ગરમાયો હતો.

વડોદરા જિલ્લા પંચાયતની ત્રણ મહિને મળતી જનરલ બોર્ડ મીટિંગ આજે જિલ્લા પંચાયત ભવન ખાતે મળી ત્યારે એજન્ડામાં વિકાસના અનેક કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.પરંતુ ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે વહીવટીતંત્ર પર પકડ નહિ હોવાના મુદ્દે તેમજ બજેટ છેતરામણંી હોવાના મુદ્દે તુતુ મૈમૈ થઇ હતી.

વિરોધ પક્ષના નેતાએ બજેટમાં અગાઉ ખેડૂત ભવન માટે રૃ.૭ કરોડ ફાળવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કેમ ના થયો તેવો સવાલ કર્યો હતો.આ ઉપરાંત તેમણે ચોમાસું પુરું થવા આવ્યું હોવા છતાં વરસાદી કાંસની સફાઇ માટે ફાળવેલા રૃ.૨૦ લાખ હજી વપરાયા નહી હોવાનો આક્ષેપ કર્યો હતો.જ્યારે,પ્રાકૃતિક ખેતી માટે પણ આવી જ રીતે બજેટમાં ફાળવેલા રૃ.૧૦ લાખ હજી વપરાયા નહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

જેની સામે ભાજપના કારોબારી સમિતિના ચેરમેન,બાંધકામ ચેરમેન,પૂર્વ કારોબારી ચેરમેન સહિતના સભ્યોએ કોંગી સભ્યો માત્ર વિરોધ કરવાનો જ અભિગમ દાખવતા હોવાથી તેમના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા બે આંકડામાં પહોંચતી નથી અને ઘટતી જાય છે તેવો જવાબ આપ્યો હતો.તો વિપક્ષી નેતા અને સભ્યોએ કારોબારી ચેરમેન સામે થયેલી પોલીસ ફરિયાદ અને ઉપપ્રમુખના ઇશારે ડભોઇમાં કોન્ટ્રાક્ટર પર હુમલા જેવા બનાવોનો ઉલ્લેખ કરાયો હતો.

ત્યારબાદ બંને પક્ષે આક્ષેપ-પ્રતિઆક્ષેપો બાદ હાથાપાઇ થાય તેવો માહોલ સર્જાતાં ઉગ્રતા વ્યાપી હતી.

સન્માન માટે આવેલા તેજસ્વી વિદ્યાર્થીઓ દ્શ્યો જોઇ ડઘાઇ ગયા

ઓ,આવી રીતે વાત નહિ કરવાની, ચાલ નીકળ હવે..આંગળી કોને  બતાવે છે

વડોદરા જિલ્લા પંચાચતમાં આજે ધોરણ-૮ના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.જે દરમિયાન આવા કાર્યક્રમ યોજવા માટે વિરોધ પક્ષના નેતા મુબારક પટેલે આપેલા સૂચન પછી પણ પત્રિકામાં તેમનું નામ નહિ છપાતાં તેમણે વિરોધ કર્યો હતો અને તે દરમિયાન ભાજપના નેતા કમલેશ પટેલ સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી.જેના કેટલાક અંશ અત્રે રજૂ છે.

વિપક્ષી નેતાઃ(પ્રાથમિક શિક્ષણાધિકારી ને ઉદ્ેશી) આ સૂચન અમારું હતું.તો પત્રિકામાં અમારું નામ કેમ નથી.

શિક્ષણાધિકારી પાન્ડેઃઅમે પ્રોટોકોલ પ્રમાણે જ કરીએ છીએ.

ભાજપના નેતાઃતમે આ શું કરો છો ?

વિપક્ષી નેતાઃ શું છે?

ભાજપના નેતાઃઓ,આવી રીતે વાત નહિ કરવાની.આંગળી કોને બતાવે છે?

વિપક્ષી નેતાઃતું ધ્યાન રાખજે હવે.

ભાજપ નેતાઃતું ધ્યાન રાખજે.

વિપક્ષી નેતાઃ આને સમજાવો,વાહવાહી કરવા કાર્યક્રમો યોજો છો.

વિદ્યાર્થિનીએ કહ્યું,અમારી સ્કૂલ તોડી નાંખી છે,બહાર બેસીએ છીએ

વિપક્ષીનેતાએ હાજર તેજસ્વી વિદ્યાર્થિનીઓને પૂછ્યું હતું કે,તમારી સ્કૂલોમાં કઇ તકલીફ છે?જે દરમિયાન ડેસર તાલુકાની વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે,અમારી સ્કૂલ તોડી નાંખી છે,અને અમે બહાર બેસીને  ભણીએ છીએ.જેથી વિપક્ષી નેતા અને સભ્યોએ પહેલાં સ્કૂલોમાં સવલતો આપો અને પછી આવા કાર્યક્રમો કરો તેમ કહી વિરોધ કર્યો હતો.

જિ.પં.ના બહુમાળી ભવન બનાવનાર સ્વ.જગદીશ પટેલનું સ્ટેચ્યૂ મુકાશે

વડોદરા જિલ્લા પંચાયતનું નવ માળનું સરદાર ભવન વર્ષ-૧૯૯૩ માં કોંગ્રેસના પીઢ નેતા સ્વ.જગદીશ પટેલના પ્રયાસોથી નિર્મિત કરવામાં આવ્યું હતું.જેથી કોંગ્રેસના નેતાએ પંચાયત  ભવનમાં તેમનું સ્ટેચ્યૂ બનાવવા સૂચન કર્યું હતું.જેને પ્રમુખે સ્વીકાર્યું છે.જેથી હવે તેમનું સ્ટેચ્યૂ મુકાશે.

શક્તિના પર્વે જ મહિલાના અપમાનનો આક્ષેપ,મહિલા પ્રમુખ રોષે ભરાયા

વિપક્ષી સભ્યોએ તેમની રજૂઆતોના પેટા પ્રશ્નોનો જવાબ સમિતિઓના ચેરમેન આપે તેમ કહી સિંચાઇને લગતા પ્રશ્ન પૂછ્યા હતા.જેથી ભાજપના જરોદના સભ્યએ વિરોધ કર્યો હતો.કોંગી સભ્યએ મહિલાઓ સક્ષમ બને તે માટે તેમને જ જવાબ આપવા દો તેમ કહેતાં જરોદના સભ્યએ શક્તિના પર્વના દિવસે જ મહિલાને અપમાનિત કરો છો તેમ કહ્યું હતું.દરમિયાનમાં અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ પણ પહેલીવાર આક્રમક બન્યા હતા અને વિપક્ષને કહ્યું હતું કે,તમે વારંવાર વલણ  બદલીને સભાને ડિસ્ટર્બ કરો છો.અમે પણ અહીં લોકોના કામો માટે જ આવ્યા છીએ.તમારા જેટલી જ ચિંતા અમને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
બિલ્ડરની ઓફિસમાં ધસી જઇ પત્ની, સાસુ અને સાળીનો હંગામો | Wife mother in law and sister in law storm i…

બિલ્ડરની ઓફિસમાં ધસી જઇ પત્ની, સાસુ અને સાળીનો હંગામો | Wife mother in law and sister in law storm i...

પોલીસ જવાનની કારનો સોદો કરવા લઇ ઓટો ડિલર દ્વારા ઠગાઇ | Policeman cheated by auto dealer over car dea…

પોલીસ જવાનની કારનો સોદો કરવા લઇ ઓટો ડિલર દ્વારા ઠગાઇ | Policeman cheated by auto dealer over car dea...

GUJCTOC ના ગુનામાં 4 મહિનાથી ફરાર ધર્મેશ ગોલુ પકડાયોઃ18 ગુના નોંધાયા હતા | wanted dharmesh golu caug…

GUJCTOC ના ગુનામાં 4 મહિનાથી ફરાર ધર્મેશ ગોલુ પકડાયોઃ18 ગુના નોંધાયા હતા | wanted dharmesh golu caug...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…

નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…

3 months ago
ખંભાતના વત્રા ગામના યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું | A young man from Vatra village in Khambhat r…

ખંભાતના વત્રા ગામના યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું | A young man from Vatra village in Khambhat r…

8 months ago
સોલાર પેનલ નીચે કાર સાથે બાઇક અથડાતા ત્રણ યુવકોને ઇજા | Three youths injured after bike collides wit…

સોલાર પેનલ નીચે કાર સાથે બાઇક અથડાતા ત્રણ યુવકોને ઇજા | Three youths injured after bike collides wit…

6 months ago
43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped

43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News