gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિ.પંચાયતની સભામાં કોંગ્રેસના આક્ષેપથી હોબાળો..ગ્રાન્ટની દુકાન ખૂલી છે,ભાજપના સભ્યો ગ્રાન્ટ વ…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરા જિ.પંચાયતની સભામાં કોંગ્રેસના આક્ષેપથી હોબાળો..ગ્રાન્ટની દુકાન ખૂલી છે,ભાજપના સભ્યો ગ્રાન્ટ વ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પુરી થતાં પહેલાં મળેલી જનરલ બોર્ડ મીટિંગમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ગ્રાન્ટના મુદ્દે તુતુ મૈમૈ..થતાં માહોલ ગરમાયો હતો.

વડોદરા જિલ્લા પંચાયતના વર્તમાન  સભ્યોની પાંચ વર્ષની ટર્મ આગામી બે મહિના પછી પૂરી થઇ રહી છે.પંચાયતમાં દર ત્રણ મહિને જનરલ બોર્ડની મીટિંગ  બોલાવવામાં આવતી હોય છે.જેથી આજની મીટિંગ વર્તમાન સભ્યો માટે છેલ્લી હતી,જેમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા.

ચૂંટાયેલા સભ્યોને દર વર્ષે મળતી ૨૫ લાખ જેટલી ગ્રાન્ટમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કરી કહ્યું હતું કે,વિકાસના નામે જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટની દુકાન ખૂલી છે અને કેટલાક સભ્યોની ગ્રાન્ટ વેચાઇ રહી છે.જેને પગલે ભાજપના સભ્યોએ ઊહાપોહ મચાવ્યો હતો.અધ્યક્ષ સ્થાનેથી મહિલા પ્રમુખે આક્ષેપો સાચા હોય તો ગ્રાન્ટ વેચતા સભ્યોના નામ  તેમજ પુરાવા જાહેર કરવા કહ્યું હતું.

સામસામે આક્ષેપબાજી ચાલતી હતી ત્યારે  વિરોધ પક્ષના નેતાએ કહ્યું હતું કે, જો તમારામાં તાકાત હોય તો સીસીટીવી ફૂટેજ તપાસો અને એન્ટિ કરપ્શન બ્યૂરો પાસે છેલ્લા ૩ કરોડની ગ્રાન્ટના ઉપયોગની તપાસ કરાવો. ત્યારબાદ વિપક્ષી સભ્યોએ ગ્રમ્ય વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ અને ખેડૂતોની સમસ્યાઓ રજૂ કરી હતી તેમજ મીટિંગમાં આવી ગંભીર સમસ્યાઓના ઉકેલ માટે ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલવા માગણી કરી હતી.પરંતુ સત્તાધારી પક્ષે તે સ્વીકારી નહતી અને કોંગ્રેસના શાસન કરતાં સારું કામ થઇ રહ્યું છે અને તેથી જ કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટી રહી છે તેેમ કહી મુદ્દો ટાળ્યો હતો.

સિંચાઇના દોઢ કરોડના કામો નહિ કરનાર  મિરલ કન્સ્ટ્રક્શન ૩ વર્ષ માટે બ્લેકલિસ્ટ

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની જનરલ મીટિંગમાં માઇનોર ઇરિગેશનના ચાર કામો નહિ કરનાર છાણીની મિરલ કન્સ્ટ્રક્શનને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટમાં મુકવાના નિર્ણયને આજે આખરી મંજૂરી આપવામાં આવી હતી.

વાઘોડિયા તાલુકાના જરોદ,કોટંબી, રવાલ અને સાવલીના વડદલા ગામે માઇનોર ઇરિગેશન ટેન્કના દોઢ વર્ષ પહેલાં રૃ.દોઢ  કરોડનો કોન્ટ્રાક્ટ લેનાર મિરલ કનસ્ટ્રક્શનના પોપટ ગણેશભાઇ પટેલને ૨૩ નોટિસ આપી હોવા છતાં કામ શરૃ કરાયું નહતું.જેથી અગાઉ તેમને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેતાં કોન્ટ્રાક્ટરે ફેરવિચારણા માટે અને ડિપોઝિટ પરત કરવા અપીલ કરી હતી.

આજે મળેલી સભામાં કોન્ટ્રાક્ટરની અપીલને ધ્યાનમાં રાખી તેમને એકવાર સાંભળી લેવા માટે જિ.પં.ના પૂર્વ પ્રમુખ અશોકભાઇ પટેલ અને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કમલેશભાઇ પટેલે રજૂઆત કરી હતી.જેથી વિપક્ષી નેતા મુબારક પટેલે ભાજપના સભ્યો કોન્ટ્રાક્ટરને બચાવી રહ્યા હોવાનો આક્ષેપ કરી ભાજપના સભ્યોની કોન્ટ્રાક્ટરો સાથે સાંઠગાંઠ ખુલ્લી પડી હોવાનું કહ્યું હતું.

ભાજપના સભ્યો પ્રમુખ બંગલે ભોજન સમારંભમાં હતા

ત્યારે કોંગ્રેસે પ્રતિમાને સ્નાન કરાવી ફૂલહાર કરી દીધા

વડોદરા જિલ્લા પંચાયતમાં આજે સરદાર પટેલની પૂણ્યતિથિ નિમિત્તે સરદારની પ્રતિમાને ફૂલહાર કરવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોડ લાગી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેનના બંગલે ભાજપના સભ્યોનો ભોજન સમારંભ યોજાયો હતો અને ત્યારબાદ જનરલ મીટિંગ બાદ પ્રતિમાને ફૂલહારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

પરંતુ કોંગ્રેસના સભ્યોએ જનરલ મીટિંગ મળે તે પહેલાં જ પ્રતિમાને સ્નાન કરાવી ફૂલહાર કરી દીધા હતા.વિપક્ષી નેતાએ કહ્યું હતું કે,ભોજન સમારંભ કરતાં સરદાર સાહેબને પહેલું મહત્વ મળવું જોઇતું હતું.તો સામે ભાજપના સભ્યોએ કહ્યું હતું કે,સરદાર સાહેબનું ભાજપ પહેલેથી જ સન્માન કરીએ છીએ.સરદારની યાત્રાથી પણ કોંગ્રેસ દૂર રહી હતી.કોંગ્રેસ તેમને પહેલેથી જ અન્યાય કરી રહી છે.

સભ્યો આરોપબાજી કરતા રહ્યા,પ્રમુખ-ડીડીઓ પ્રેક્ષક બની રહ્યા

વડોદરા જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગના સંચાલનમાં અવ્યવસ્થા જોવા મળી હતી.સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો જ એકબીજાને સવાલ-જવાબ કરી રહ્યા હતા અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા હતા.જેથી ડીડીઓ અને પ્રમુખ જાણે પ્રેક્ષકની ભૂમિકામાં હોય તેવા દ્શ્ય સર્જાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પુણેમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે વૃદ્ધ સાથે 1 કરોડની છેતરપિંડી | Elderly man cheated of Rs 1 crore in…
GUJARAT

પુણેમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે વૃદ્ધ સાથે 1 કરોડની છેતરપિંડી | Elderly man cheated of Rs 1 crore in…

April 3, 2026
સીમાડા ચાર રસ્તા હવેથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોકથી ઓળખાશે.
GUJARAT

સીમાડા ચાર રસ્તા હવેથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોકથી ઓળખાશે.

April 3, 2026
ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…
GUJARAT

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

April 3, 2026
Next Post
ખરાબ હવામાનના લીધે દલ્હી વડોદરા રૃટની ૬ ફ્લાઇટ્સ રદ થઇ | 6 flights on Delhi Vadodara route cancelled…

ખરાબ હવામાનના લીધે દલ્હી વડોદરા રૃટની ૬ ફ્લાઇટ્સ રદ થઇ | 6 flights on Delhi Vadodara route cancelled...

ગોધરાની સિગ્નલ ફળીયા ગેૈંગનો સાગરીત યાસીન સાત દિવસના રિમાન્ડ પર | Yasin an associate of Godhra’s Sig…

ગોધરાની સિગ્નલ ફળીયા ગેૈંગનો સાગરીત યાસીન સાત દિવસના રિમાન્ડ પર | Yasin an associate of Godhra's Sig...

બિઝનેસમાં રોકાણના બહાને છેતરપિંડીના કેસમાં એક પકડાયો | One arrested in fraud case on pretext of inve…

બિઝનેસમાં રોકાણના બહાને છેતરપિંડીના કેસમાં એક પકડાયો | One arrested in fraud case on pretext of inve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોળ-જોડીયા ધોરી માર્ગ પર રેઢી પડેલી કારમાંથી 481 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો પકડાયો | 4…

ધ્રોળ-જોડીયા ધોરી માર્ગ પર રેઢી પડેલી કારમાંથી 481 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો પકડાયો | 4…

8 months ago
જુદીજુદી તપાસ એજન્સીઓ પણ સક્રિય,ડૂપ્લિકેટ PSI એમ આઇ સોદાગરના બેન્ક ટ્રાન્જેક્શનોની તપાસ | Duplicate …

જુદીજુદી તપાસ એજન્સીઓ પણ સક્રિય,ડૂપ્લિકેટ PSI એમ આઇ સોદાગરના બેન્ક ટ્રાન્જેક્શનોની તપાસ | Duplicate …

2 months ago
ગુડ ન્યૂઝ : EPFO મોટા ફેરફારની તૈયારીમાં, કર્મચારી આ રીતે તાત્કાલિક ઉપાડી શકશે PFની રકમ | epfo to so…

ગુડ ન્યૂઝ : EPFO મોટા ફેરફારની તૈયારીમાં, કર્મચારી આ રીતે તાત્કાલિક ઉપાડી શકશે PFની રકમ | epfo to so…

3 months ago
વડોદરા શહેરમાં પીએમ તથા રાજીવ આવાસ યોજનાના આવાસોની ડ્રો દ્વારા ફાળવણી | Allotment of PM and Rajiv Aw…

વડોદરા શહેરમાં પીએમ તથા રાજીવ આવાસ યોજનાના આવાસોની ડ્રો દ્વારા ફાળવણી | Allotment of PM and Rajiv Aw…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News