gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: ન્યૂઝ ચેનલનો CMD છું… ફેક્ટરી માલિકને બ્લેકમેલિંગ કરી રૂ.5 લાખની ખંડણીની માંગ | Vadodara n…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: ન્યૂઝ ચેનલનો CMD છું… ફેક્ટરી માલિકને બ્લેકમેલિંગ કરી રૂ.5 લાખની ખંડણીની માંગ | Vadodara n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime News: વડોદરાના મકરપુરા જી.આઇ.ડી.સી.માં ફેક્ટરી ધરાવતા ઉદ્યોગપતિને GST રેડના નામે બદનામ કરવાની અને ‘મીડિયા ટ્રાયલ’ ચલાવવાની ધમકી આપીને રૂ. પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. એક ન્યૂઝ ચેનલના ચીફ મેનેજિંગ ડિરેક્ટરની ઓળખ આપનારા ગિરીશ નાનજીભાઇ સોલંકી સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરાયો છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, આરોપીએ ફેક્ટરી માલિકના પુત્રનું અપહરણ કરવાની અને બંદૂકથી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

પોલીસ ફરિયાદ મુજબ કલાલી બ્લુબેઝ ટાવરમાં રહેતા અનુપસિંહ પ્રિતમસિંહ ઠાકુર મકરપુરા જી.આઇ.ડી.સી.માં કે.પી.એન્જિનિયર્સ એન્ડ ફેબ્રિકેટર્સ નામની પેકેજિંગ ફેક્ટરીના માલિક છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, પાંચ વર્ષ પહેલાં મારી જ સોસાયટીના વિસેન્ઝા હાઇડેકના મલબરી ટાવરમાં ગિરીશ નાનજીભાઇ સોલંકી રહેવા આવ્યા હતા. તેઓ એક ન્યૂઝ ચેનલના ચીફ મેનેજિંગ ડિરેક્ટર હોવાનું કહીને સોસાયટીના અનેક રહીશોને ધમકાવતા હતા. આ મુદ્દે અમે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેમને ગાળાગાળી કરીને ધમકી આપી હતી. એટલું જ નહીં, તેમણે અપશબ્દો બોલીને કહ્યું હતું કે ‘તારા છોકરાને હું ઉઠાવી જઇશ, જીવતો પણ નહીં મળે. તારામાં તાકાત હોય તો મારી ઓફિસે આવ.’ ત્યારબાદ અમે ગિરીશભાઇ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

સોસાયટીના ગ્રૂપમાં મેસેજ મૂકીને બ્લેકમેલિંગ  

આ દરમિયાન આઠમી ઓગસ્ટે ગિરીશભાઇએ સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કર્યો હતો કે, ‘આપણી સોસાયટીના રહીશ અને મકરપુરા જી.આઇ.ડી.સી.માં ફેક્ટરી ધરાવતા વ્યક્તિને ત્યાં 8 મહિના અગાઉ જીએસટીના દરોડા પડ્યા હતા. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીના માલિક અને જીએસટી અધિકારીએ રૂ. 25 લાખમાં આ કેસ રફેદફે કરી દીધો છે. આ બંને પર એક્શન લેવડાવીશ, મીડિયા ટ્રાયલ ચાલુ કરાવીશ.’

સાંજ સુધી 5 લાખ રૂપિયા ઓફિસે પહોંચાડવાની ધમકી

ફરિયાદીના જણાવ્યા મુજબ, બીજે દિવસે તેઓ ઓફિસે જતા હતા ત્યારે એક અજાણી વ્યક્તિ મોંઢા પર રૂમાલ બાંધીને આવી હતી અને ધમકી આપી હતી કે, ‘તારા કરતૂતો ન્યૂઝ ચેનલમાં જાહેર ના કરવા હોય તો ગિરીશભાઇએ પાંચ લાખ મંગાવ્યા છે. સાંજ સુધીમાં ઓફિસે પહોંચતા કરી દેજે. નહીંતર તું અને તારી ફેક્ટરી ખોવાઇ જશે.’

બંદૂક ‘ફૂલ્લી લોડેડ’ હોવાની ધમકી 

જો કે, અનુપસિંહે પૈસા નહીં પહોંચાડતા ગિરીશભાઇએ ફરીથી 4થી નવેમ્બરે (મંગળવારે) વોટ્સએપ ગ્રૂપમાં અનુપસિંહ વિશે અપશબ્દો વાપર્યા હતા. તેમજ પોતે અસલ દસ્તાવેજો આપીને બંદૂકનું લાયસન્સ લીધું છે અને ‘ફૂલ્લી લોડેડ’ છે તેવા મેસેજ લખીને પણ ધમકી આપી હતી.

આરોપી સામે અઠવાડિયામાં ચોથી ફરિયાદ 

ઉલ્લેખનીય છે કે, ગિરીશ સોલંકી સામે તાજેતરમાં જ ખંડણી, હથિયાર બંધીનો ભંગ અને દારૂના ત્રણ કેસ ઉપરાછાપરી નોંધાયા છે. આ ચોથી ફરિયાદ છે. અગાઉ સોસાયટીની કમિટીના મેમ્બર પણ બનાવાયા હતા, પરંતુ અન્ય સભ્યો સાથે ઝઘડો કરીને ગાળાગાળી કરતા હોવાથી  ચાર વર્ષ પહેલા જ એક જનરલ મીટિંગ બોલાવીને કમિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

‘કોર્પોરેશનના ત્રણ અધિકારીને ઘર ભેગા કરાવ્યા છે’ 

ફેક્ટરી માલિક અનુપસિંહે પોલીસને જણાવ્યું હતું કે, ગિરીશ સોલંકી એવી પણ ધમકી આપતા હતા કે, ‘જેને મારી વિરૃદ્ધ ફરિયાદ કરવી હોય એેને છૂટ છે. છેડતી અને બળાત્કારની ફરિયાદ કરવી હોય તો પણ છૂટ છે. કોર્પોરેશનના એચ.ઓ.ડી. સહિત ત્રણ ઓફિસરને ઘર ભેગા કરાવી દીધા છે. એ પણ અમારા ન્યૂઝની ઇમ્પેક્ટ છે.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…
GUJARAT

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…

February 13, 2026
વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી | plastic goo…
GUJARAT

વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી | plastic goo…

February 13, 2026
જામનગર: હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની નોટિસ મુદ્દે ઉગ્ર દેખાવો યથાવત્, વિપક્ષના કોર્પોરેટર સહિત અન…
GUJARAT

જામનગર: હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની નોટિસ મુદ્દે ઉગ્ર દેખાવો યથાવત્, વિપક્ષના કોર્પોરેટર સહિત અન…

February 13, 2026
Next Post
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખેલ મહાકુંભ પ્રચાર માટે ક્રિએટર્સ મીટ-અપ

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખેલ મહાકુંભ પ્રચાર માટે ક્રિએટર્સ મીટ-અપ

શ્રમિકોને હટાવી લારી – ગલ્લા સહિતનો સામાન કોર્પોરેશને જપ્ત કર્યો | The corporation seized the lorry …

શ્રમિકોને હટાવી લારી - ગલ્લા સહિતનો સામાન કોર્પોરેશને જપ્ત કર્યો | The corporation seized the lorry ...

ટ્રેડ ડીલ અંગે ભારત-અમેરિકા વચ્ચે પાંચ વખત સકારાત્મક બેઠક થઈ છતાં વાંધો યથાવત્, જાણો શું કહ્યું પિયૂ…

ટ્રેડ ડીલ અંગે ભારત-અમેરિકા વચ્ચે પાંચ વખત સકારાત્મક બેઠક થઈ છતાં વાંધો યથાવત્, જાણો શું કહ્યું પિયૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચના દયાદરા ગામ પાસે ગંભીર અકસ્માત : બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બંને બાઇક ચાલકોના મોત, એક ઘાય…

ભરૂચના દયાદરા ગામ પાસે ગંભીર અકસ્માત : બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બંને બાઇક ચાલકોના મોત, એક ઘાય…

5 months ago
બગસરામાં વીડિયો ગેમના રવાડે પ્રાથમિક શાળાના 40 બાળકોએ હાથ-પગ પર જાતે બ્લેડના કાપા માર્યા | 40 primar…

બગસરામાં વીડિયો ગેમના રવાડે પ્રાથમિક શાળાના 40 બાળકોએ હાથ-પગ પર જાતે બ્લેડના કાપા માર્યા | 40 primar…

11 months ago
જામનગરમાં મૌસમનું સૌથી ઉંચુ મહતમ તાપમાન 40 ડીગ્રીની નજીક પહોંચ્યું | The highest temperature of the …

જામનગરમાં મૌસમનું સૌથી ઉંચુ મહતમ તાપમાન 40 ડીગ્રીની નજીક પહોંચ્યું | The highest temperature of the …

11 months ago
બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 309 પોઈન્ટ વધીને 77044 | Funds surge in banking oil…

બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 309 પોઈન્ટ વધીને 77044 | Funds surge in banking oil…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News