![]()
વડોદરા શહેરમાં અબોલા પશુઓ માટે કાર્યરત સંસ્થાઓ દ્વારા એકત્રિત થઈને શ્વાનો માટે રેમ્પ વોકનું આયોજન, બાઈક રેલીનું આયોજન, તેમજ ભીમનાથ નજીક આવેલ મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ થકી મનુષ્ય અને શ્વાનો વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ વધુ ગાઢ બને તેમજ અબોલા પશુઓ ઉપર થતો અત્યાચાર બંધ થાય તેવો સંદેશો સમાજ સુધી પહોંચાડવાનો હતો. અવેરનેસ માટે આયોજન કરવામાં આવેલ શ્વાનોનાં રેમ્પ વોકની શોર્ટ ક્લિક પર બતાવવામાં આવી હતી. તેમજ અબોલા પશુઓ પક્ષીઓ માટે કામ કરતા આગેવાનોનું મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.










