gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ | Football Stars Messi Suárez De Pa…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ | Football Stars Messi Suárez De Pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lionel Messi Visits Vantara in Jamnagar : વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસ્સીએ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની ખાસ મુલાકાત લીધી. વનતારામાં પરંપરાગત રીતે દરેક કાર્યની શરૂઆત સનાતન ધર્મ અનુસાર આશીર્વાદ મેળવવાથી થાય છે, જે પ્રકૃતિ પ્રત્યે શ્રદ્ધા અને તમામ જીવંત પ્રાણીઓ પ્રત્યે આદર પર ભાર મૂકે છે. મેસ્સીની મુલાકાત આ સાંસ્કૃતિક મૂલ્યોને પ્રતિબિંબિત કરતી હતી, કારણ કે તેમણે પરંપરાગત હિન્દુ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો, વન્યજીવનનું નિરીક્ષણ કર્યું અને સંભાળ રાખનારાઓ તથા સંરક્ષણ ટીમો સાથે આત્મીય સંવાદ કર્યો. મુલાકાત દરમિયાન તેમનો નમ્ર સ્વભાવ અને માનવતાવાદી મૂલ્યો સ્પષ્ટપણે ઝળહળ્યા, તેમજ વન્યજીવન સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે અનંત અંબાણી સાથેના તેમના ઉષ્માભર્યા સંબંધો પણ ઉજાગર થયા.

વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ 2 - image

મેસ્સી તેમના ઇન્ટર માયામીના સાથી ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગોડી પોલ સાથે વનતારામાં પહોંચ્યા હતા. તેમનું ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું, જેમાં લોકસંગીત, આશીર્વાદ અને શુદ્ધભાવનાનું પ્રતીક બનેલી ફૂલવર્ષા તથા ઔપચારિક આરતીનો સમાવેશ હતો. ફૂટબોલના દિગ્ગજ ખેલાડીએ મંદિરમાં મહાઆરતીમાં પણ ભાગ લીધો, જેમાં અંબે માતાની પૂજા, ગણેશજીની પૂજા, હનુમાનજીની પૂજા અને શિવ અભિષેક સામેલ હતા. આ તમામ વિધિઓ દરમિયાન વિશ્વશાંતિ અને એકતાની પ્રાર્થના કરવામાં આવી, જે ભારતની તમામ જીવસૃષ્ટિ પ્રત્યેના શાશ્વત આદરના સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે.

વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ 3 - image

સ્વાગત સમારંભ બાદ, મેસ્સીએ વનતારાના વિશાળ સંરક્ષણ પરિસરના માર્ગદર્શિત પ્રવાસની શરૂઆત કરી. અહીં બચાવાયેલા મોટા બિલાડા, હાથીઓ, શાકાહારી પ્રાણીઓ, સરિસૃપો અને વિશ્વભરમાંથી લાવવામાં આવેલા નાના પ્રાણીઓની સંભાળ લેવામાં આવે છે. તેમણે ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ અને વિશ્વના સૌથી મોટા રિફાઇનરી કોમ્પ્લેક્સની પણ મુલાકાત લીધી, જ્યાં કામગીરીના વિશાળ કદ અને દ્રષ્ટિકોણને જોઈ તેઓ આશ્ચર્યચકિત થયા.

વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ 4 - image

સિંહ, ચિત્તા, વાઘ અને અન્ય લુપ્તપ્રાય પ્રજાતિઓ માટેના સંભાળકેન્દ્રમાં મેસ્સીએ કુદરતી અને સમૃદ્ધ વાતાવરણમાં ખીલતા પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો, જેમાંથી ઘણા પ્રાણીઓ ઉત્સુકતાપૂર્વક તેમની નજીક આવ્યા. ત્યારબાદ તેમણે હર્બિવોર કેર સેન્ટર અને સરિસૃપ સંભાળકેન્દ્રની મુલાકાત લીધી, જ્યાં વિશેષ પશુચિકિત્સા સારવાર, કસ્ટમાઇઝ્‌ડ પોષણ, વર્તણૂક આધારિત તાલીમ અને વૈજ્ઞાનિક પશુપાલન પ્રોટોકોલ હેઠળ પ્રાણીઓની ઉત્તમ સંભાળ લેવામાં આવે છે, જે વન્યજીવન કલ્યાણમાં વનતારાના વૈશ્વિક નેતૃત્વને દર્શાવે છે. પ્રવાસ દરમિયાન તેમણે મલ્ટી-સ્પેશિયલિટી વાઇલ્ડ લાઇફ હોસ્પિટલની પણ મુલાકાત લીધી, જ્યાં રિયલ-ટાઇમ ક્લિનિકલ અને સર્જિકલ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું, બાદમાં ઓકાપી, ગેંડા, જિરાફ અને હાથીઓને ખોરાક આપ્યો. વૈશ્વિક દ્રષ્ટિકોણથી તેમણે ભારતમાં વન્યજીવન સંભાળ અને સંરક્ષણને આગળ વધારવા માટે ભારતના વડાપ્રધાનની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી.

વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ 5 - image

મુલાકાતના અંતે મેસ્સીએ નારિયેળ ઉત્સર્ગ અને મટકાફોડ જેવી પરંપરાગત વિધિઓમાં ભાગ લીધો, જે સદ્‌ભાવના અને શુભશરૂઆતનું પ્રતીક છે. સમારંભ શાંતિ અને સુખાકારી માટેના મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થયો, જે વનતારાના મિશન અને મેસીના વૈશ્વિક વારસાને જોડતા સહિયારા મૂલ્યોને ઉજાગર કરે છે. સામાજિક કાર્યો, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને બાળકોના કલ્યાણ માટે સમર્પિત લિયો મેસ્સી ફાઉન્ડેશનનું નેતૃત્વ કરતા મેસ્સીએ વનતારાના હેતુ સાથે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી અને પ્રાણીઓ માટે કરુણાપૂર્ણ તથા વિજ્ઞાન આધારિત સંભાળના તેના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી.

વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ 6 - image

સિંહના બચ્ચાનું નામ લાયોનેલ રખાયું, મેસ્સીએ હાથીના બચ્ચા સાથે ફૂટબોલની મજા માણી

અનાથ અને સંવેદનશીલ નાના પ્રાણીઓ માટે સમર્પિત ફોસ્ટર કેર સેન્ટરમાં મેસ્સીએ તેમની સંઘર્ષભરી છતાં પ્રેરણાદાયી યાત્રાઓ વિશે જાણકારી મેળવી. એક હૃદયસ્પર્શી ક્ષણમાં અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ સાથે મળીને એક સિંહના બચ્ચાનું નામ ‘લાયોનેલ’ રાખ્યું, જે હવે આશા અને સાતત્યતાનું પ્રતિક બની ગયું છે અને ફૂટબોલ દંતકથા સમાન મેસ્સીના સન્માનમાં અપાયું છે. પ્રવાસનું મુખ્ય આકર્ષણ એલિફન્ટ કેર સેન્ટર રહ્યું, જ્યાં મેસ્સી માણિકલાલને મળ્યા – બે વર્ષ પહેલાં લાકડા કાપવાના ઉદ્યોગમાં કઠોર મજૂરીમાંથી તેની બીમાર માતા પ્રથમા સાથે બચાવાયેલ હાથીનું બચ્ચું. એક એવી ક્ષણમાં, જેણે સમગ્ર કેન્દ્રના હૃદયો જીતી લીધા, મેસ્સીએ માણિકલાલ સાથે અચાનક ફૂટબોલ રમવાનું શરૂ કરી દીધું. હાથીના બચ્ચાએ પણ મેસ્સીની સાથે ફૂટબોલની રમતનો આનંદ લીધો આ ક્ષણ મેસ્સીની ભારત મુલાકાતની સૌથી યાદગાર પળોમાંની એક બની ગઈ.

વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ 7 - image

વનતારામાં પ્રાણીઓ માટે જે કાર્ય થઈ રહ્યું છે તે ખરેખર અદ્‌ભૂત છે : મેસ્સી

અનંત અંબાણીએ વનતારાની મુલાકાત બદલ અને પ્રાણીઓ તથા માનવજાત પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેરણા આપવા બદલ મેસ્સીનો આભાર માન્યો. તેના જવાબમાં, સ્પેનિશ ભાષામાં મેસ્સીએ કહ્યું, ‘વનતારા જે કાર્ય કરી રહ્યું છે તે ખરેખર અદ્દ્‌ભૂત છે – પ્રાણીઓ માટેનું કાર્ય, તેમને મળતી સંભાળ અને તેમને બચાવીને જે રીતે સાચવવામાં આવે છે તે અત્યંત પ્રભાવશાળી છે. અમે અહીં અતિ સુંદર સમય વિતાવ્યો, સંપૂર્ણપણે આરામદાયક અનુભવ કર્યો, અને આ એક એવો અનુભવ છે જે હંમેશા તમારી સાથે રહે છે. આ અર્થપૂર્ણ કાર્યને પ્રેરણા આપવા અને ટેકો આપવા માટે અમે ચોક્કસપણે ફરી મુલાકાત લઈશું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
અમદાવાદ: દાણીલીમડામાં મિત્રને મદદ કર્યા બાદ પૈસા પરત માગ્યા તો તલવારથી કર્યો ઘા, નોંધાઈ ફરિયાદ | Ahm…

અમદાવાદ: દાણીલીમડામાં મિત્રને મદદ કર્યા બાદ પૈસા પરત માગ્યા તો તલવારથી કર્યો ઘા, નોંધાઈ ફરિયાદ | Ahm...

ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

કાર છાપરામાં ઘૂસી પાંચ લાકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ | Fitu aramas ra nom fan tumun non watten osuk…

કાર છાપરામાં ઘૂસી પાંચ લાકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ | Fitu aramas ra nom fan tumun non watten osuk...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : સિરાજને સ્લેજિંગ મોંઘું પડ્યું, પૂરને બેટથી લીધો બદલો, ચાહકો પણ જોતા રહી ગયા | nicholas poor…

VIDEO : સિરાજને સ્લેજિંગ મોંઘું પડ્યું, પૂરને બેટથી લીધો બદલો, ચાહકો પણ જોતા રહી ગયા | nicholas poor…

1 year ago
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર પતિના બાઈકની પાછળ બેઠેલા બુઝુર્ગ મહિલાનું નીચે પટકાઈ પડકાતા મૃત્યુ | wom…

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર પતિના બાઈકની પાછળ બેઠેલા બુઝુર્ગ મહિલાનું નીચે પટકાઈ પડકાતા મૃત્યુ | wom…

10 months ago
સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબકડું, અચાનક શેરબજાર કેમ તૂટ્યું? | Stock Mar…

સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબકડું, અચાનક શેરબજાર કેમ તૂટ્યું? | Stock Mar…

2 months ago
બોટાદ પોલીસ બેડાના 63 પોલીસકર્મીઓની આંતરિક બદલી | Internal transfer of 63 policemen of Botad Police …

બોટાદ પોલીસ બેડાના 63 પોલીસકર્મીઓની આંતરિક બદલી | Internal transfer of 63 policemen of Botad Police …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News