gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વસોના રણછોડપુરા ગામમાં મહેમદાવાદના ટ્રાન્સપોર્ટના વેપારીની છરાના ઘા ઝીંકી હત્યા | Transport trader f…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
વસોના રણછોડપુરા ગામમાં મહેમદાવાદના ટ્રાન્સપોર્ટના વેપારીની છરાના ઘા ઝીંકી હત્યા | Transport trader f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઈજાગ્રસ્ત હાલતમાં વેપારી ઢળી પડતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી

– મૃતક 3 મિત્રો સાથે નીકળ્યા હતા : સ્થાનિકોએ ઉતારેલા વીડિયોમાં મૃત્યુ પહેલા વેપારી 3 શખ્સોના નામ બોલતા તે દીશામાં તપાસ : રૂપિયાની લેતી-દેતીમાં હત્યાની આશંકા

નડિયાદ : મહેમદાવાદના ટ્રાન્સપોર્ટના વેપારીની અજાણ્યા શખ્સોએ ગળા અને પેટમાં છરાના ઘા ઝીંકી દીધા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં વેપારી વસોના રણછોડપુરામાં આવી ઢળી પડયા હતા. સ્થાનિકોએ જાણ કરતા પોલીસ અને ૧૦૮ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે વેપારી મૃત્યુ પામ્યા હતા. સ્થાનિકોએ અગાઉ વીડિયો ઉતારી લેતા મૃતક ત્રણ જેટલા વ્યક્તિઓના નામ બોલતા પોલીસે વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મહેમદાવાદ શહેરમાં રહેતા સલીમ મહેમુદ્દીન મલેક પોતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. ગતરોજ મોડી રાત્રે તેઓ ઘવાયેલી હાલતમાં વસો તાલુકાના દાવડા નજીકના પરા વિસ્તાર એવા રણછોડપુરામાં આવ્યા હતા. સ્થાનિકોએ તુરંત જાણ કરતા પરિવારજનો રણછોડપુરા ખાતે આવી પહોંચ્યા હતા. જોકે સલીમભાઈને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. વસો પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક ઘાયલ હાલતમાં રણછોડપુરા સીમમાં રાત્રે અચાનક એક વ્યક્તિના ઘર નજીક આવી જતાં તેઓ પણ ડરી ગયા હતા. સલીમ મલેકનું મૃત્યુ થાય તે પહેલા સ્થાનિકોએ વિડિયો પણ બનાવ્યો હતો. જોકે તેમાં મૃતક વ્યક્તિ કેટલાક લોકોના નામ બોલતા પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. આ મામલે મૃતકના ભાણીયા મલેક મહંમદસહીદ સફીયાણાએ જણાવ્યું કે, મને રાત્રે ૯ઃ૦૬ની આસપાસ ફોન? આવ્યો હતો જેમાં સામેવાળી વ્યક્તિએ કહેલું કે, તમારા મામાને કોઈ વ્યક્તિએ છરાના ઘા માર્યા છે માટે? તમે રણછોડપુરા સીમમાં આવો તેમ કહેતા હું અને મારા પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા. અગાઉ સ્થાનિકોએ જાણ કરતા એમ્બ્યુલન્સના તબીબોએ આવી તપાસ કરતા સલીમ મહેમુદ્દીન મલેક મૃત્યુ પામ્યા હતા. આ બનાવ મામલે વસો પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોડી સાંજે પોલીસે બે આરોપીની અટકાયત કર્યાની ચર્ચા

આ સમગ્ર મામલે મોડી સાંજ સુધી પોલીસ વિભાગ દ્વારા હત્યા સબંધિત બે આરોપીઓની અટકાયત કરી લીધાની પ્રાથમિક વિગતો મળી રહી છે. હવે પોલીસ આ હત્યારાઓની પૂછપરછની સાથોસાથ ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવા સુધીની તજવીજ હાથ ધરી હોવાની માહિતી મળી રહી છે.

આરોપીઓએ ગળા અને પેટના ભાગે છરાના ઘા મારતા મૃત્યુ : ડીવાયએસપી

આ અંગે ડીવાયએસપી વી. આર. બાજપાઈએ જણાવ્યું છે કે, મૃતક સલીમ મલેક સાંજે ૭.૩૦ વાગ્યાના અરસામાં ત્રણ મિત્રો – મનુભાઈ આમલેટવાળા, સાજીદ વ્હોરા (રિક્ષાચાલક) અને હિમાંશુ દેસાઈ સાથે નીકળ્યા હતા. મોડી રાત્રે ૯ વાગ્યાના અરસામાં તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં રણછોડપુરાના રયજીભાઈના ઘરે આવ્યા હતા. રયજીભાઈએ ૧૦૮ અને મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. આ ઘટનામાં પૈસાની લેતી-દેતીનો વિવાદ મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક વાહનોની લે-વેચનો ધંધો કરતા હતા અને આ જ કારણસર આરોપીઓ પાસે પૈસા માંગતા હતા. રયજીભાઈએ બનાવેલા વિડિયોમાં મૃતકે આ ત્રણેય ઈસમોનાં નામ બોલ્યા હતા. મૃતકને ગળા અને પેટના ભાગે છરાના ઘા મારવામાં આવ્યા હતા. વસો પોલીસે આ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …
GUJARAT

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …

February 9, 2026
VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…
GUJARAT

VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…

February 9, 2026
વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…
GUJARAT

વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…

February 9, 2026
Next Post
મહુવા ઉપર મેઘો ઓળઘોળ : 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ | Clouds over Mahuva: Five and a half inches of…

મહુવા ઉપર મેઘો ઓળઘોળ : 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ | Clouds over Mahuva: Five and a half inches of...

કાર અને ઓટો રીક્ષા અથડાતા વૃદ્ધાનું મોત, પુત્રવધૂને ઇજા | Elderly man dies daughter in law injured i…

કાર અને ઓટો રીક્ષા અથડાતા વૃદ્ધાનું મોત, પુત્રવધૂને ઇજા | Elderly man dies daughter in law injured i...

૧૨થી લઈ ૧૮ મીટર સુધીના રસ્તો આવેલો છે, કિરણ પાર્કથી વિજયનગર ક્રોસીંગ સુધી હાલના રોડને ૨૪ મીટર પહોળો …

૧૨થી લઈ ૧૮ મીટર સુધીના રસ્તો આવેલો છે, કિરણ પાર્કથી વિજયનગર ક્રોસીંગ સુધી હાલના રોડને ૨૪ મીટર પહોળો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ | Golden Kalash Stolen f…

મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ | Golden Kalash Stolen f…

5 months ago
દુર્લભ ચિત્ર પ્રદર્શન, વીણાવાદિની માતા સરસ્વતી દેવીનું નૃત્ય મુદ્રામાં દર્શન | Rare picture exhibiti…

દુર્લભ ચિત્ર પ્રદર્શન, વીણાવાદિની માતા સરસ્વતી દેવીનું નૃત્ય મુદ્રામાં દર્શન | Rare picture exhibiti…

5 months ago
ટંકારા પાસે રોઝડું આડું ઉતારતા ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતાં યુવાનનું મોત | A young man died when a…

ટંકારા પાસે રોઝડું આડું ઉતારતા ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતાં યુવાનનું મોત | A young man died when a…

3 months ago
ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજ…

ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News