gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વાયુ પ્રદૂષણ ઓછું કરવા આજે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન | cloud…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
વાયુ પ્રદૂષણ ઓછું કરવા આજે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન | cloud…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Artificial Rain: દિલ્હીમાં ગમે તે સમયે વરસાદ થવાની સંભાવના છે, જોકે તે માત્ર એક ખાસ વિસ્તાર પૂરતો જ મર્યાદિત રહેશે. મહત્ત્વની વાત એ છે કે આ વરસાદ કુદરતી નહીં, પણ માનવસર્જિત હશે. દિલ્હીમાં કૃત્રિમ વરસાદ (ક્લાઉડ સીડિંગ) કરાવવા માટેનું વિમાન મંગળવારે સવારે કાનપુરથી ઉડાન ભરી ચૂક્યું છે. ક્લાઉડ સીડિંગ સફળ રહ્યું હોવાથી, દિલ્હીમાં ટૂંક સમયમાં કૃત્રિમ વરસાદ થવાની શક્યતા છે.

કાનપુરમાં સવારે વિઝિબિલિટી (2000 મીટર) ઓછી હોવાથી પ્લેનના ટેક-ઓફમાં વિલંબ થયો હતો, કેમ કે ઉડાન માટે 5000 મીટર વિઝિબિલિટી જરૂરી હતી. હવામાન સાફ થતાં જ પ્લેન દિલ્હી તરફ રવાના થયું. દિલ્હીમાં AQI સ્તર સુધારવા માટે બુરાડી વિસ્તાર ઉપર કૃત્રિમ વરસાદ કરાવવાની તૈયારી છે. સરકારે ગયા અઠવાડિયે બુરાડી ઉપર કરેલી પરીક્ષણ ઉડાન દરમિયાન વિમાનમાંથી સિલ્વર આયોડાઇડ અને સોડિયમ ક્લોરાઇડ છોડાયા હતા. જોકે, કૃત્રિમ વરસાદ માટે જરૂરી 50%ની સામે વાતાવરણમાં ભેજનું સ્તર 20% થી ઓછું હોવાથી તે સમયે વરસાદ કરાવી શકાયો ન હતો.

વરસાદ ક્યારે પડશે? 

કાનપુરથી ઊડેલા પ્લેને મેરઠ એરફિલ્ડ ઉપરાંત દિલ્હી-NCRના ખેકરા, બુરાડી, નોર્થ કરોલ બાગ, મયૂર વિહાર, સાદકપુર, ભોજપુરમાં કૃત્રિમ વરસાદ માટે ક્લાઉડ સીડિંગ કર્યું. વરસાદ માટે 2 થી 3 કલાક રાહ જોવી પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ક્લાઉડ સીડિંગ સફળ રહ્યું તો સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે વરસાદ આવશે. જોકે, આ અંગે સસ્પેન્સ યથાવત છે. આજે દિલ્હીની હવામાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું એટલે કે લગભગ 15થી 20% જ છે, જે કૃત્રિમ વરસાદ માટે પૂરતું માનવામાં આવતું નથી.

હવામાન પર છે સમગ્ર આધાર

દિલ્હી સરકારે સંકેત આપ્યો હતો કે જો હવામાન સાનુકૂળ રહેશે, તો 28 અને 29 ઓક્ટોબરે કૃત્રિમ વરસાદ કરાવી શકાય છે. ગૂંગળાવતા પ્રદૂષણથી રાહત આપવા માટે આર્ટીફિશિયલ રેન માટેનું સેસના પ્લેન કાનપુરથી દિલ્હી માટે ઊડાન ભરી ચૂક્યું છે. દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વાદળો છવાયેલા હોવાથી, જો ભેજ 50%ની નજીક રહ્યો તો કૃત્રિમ વરસાદ કરાવવામાં આવશે, અન્યથા પ્લેન મેરઠમાં લેન્ડ કરશે.

ક્લાઉડ સીડિંગ શું છે? 

ક્લાઉડ સીડિંગ એ એક એવી પ્રક્રિયા છે જેમાં વાદળોને ‘બીજ’ આપવામાં આવે છે. આમાં, વિમાન અથવા મશીનોનો ઉપયોગ કરીને વાદળોમાં નાના કણો દાખલ કરવામાં આવે છે, જે પાણીના ટીપાં અથવા બરફના ટુકડા બનાવવાનું કામ કરે છે. આના પરિણામે વરસાદ આવે છે. આને હવામાનમાં ફેરફાર લાવવા માટેની સુરક્ષિત ટૅક્નોલૉજી ગણવામાં આવે છે.

કૃત્રિમ વરસાદ કેવી રીતે થાય છે?

જ્યારે વાદળોની ઘનતા ઓછી હોવાથી તેમાં ભેજ હોતો નથી, ત્યારે તે તરતા રહે છે, પણ વરસાદ થતો નથી. આવી સ્થિતિમાં, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વરસાદ કરાવવો એ જ કૃત્રિમ વરસાદ અથવા ક્લાઉડ સીડિંગ છે. એટલે કે, કુદરતી વરસાદની જેમ કૃત્રિમ વરસાદ માટે પણ વાદળોનું હોવું જરૂરી છે.

આ પણ વાંચો: આઠમા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, પેન્શન-સેલેરીમાં થશે બમ્પર વધારો

ક્લાઉડ સીડિંગનો ખર્ચ કેટલો આવે છે? 

ક્લાઉડ સીડિંગનો ખર્ચ જગ્યા, પદ્ધતિ અને કદ પર નિર્ભર કરે છે. નાના પ્રોજેક્ટમાં લગભગ ₹12.5 લાખથી ₹41 લાખ અને મોટા પ્રોજેક્ટમાં વાર્ષિક ₹8-12 કરોડ જેટલો ખર્ચ આવે છે.

દિલ્હીમાં 2025ના ક્લાઉડ સીડિંગ ટ્રાયલ્સ માટે કુલ ₹3.21 કરોડ મંજૂર થયા છે, જે 5 ટ્રાયલ્સ માટે છે. દરેક ટ્રાયલનો ખર્ચ ₹55 લાખથી ₹1.5 કરોડ છે, ઉપરાંત પ્રારંભિક સેટઅપ પર વધુ ₹66 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. 100 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 5-6 દિવસની રાહત માટે પ્રતિ કિલોમીટર ₹1 લાખ ખર્ચ થાય છે.

પ્રથમ વખત કૃત્રિમ વરસાદ ક્યારે કરાવવામાં આવ્યો?

ડોક્ટર વિન્સેન શેફર્ડે નામના વૈજ્ઞાનિકે 13 નવેમ્બર, 1946ના રોજ પહેલીવાર આ ટેક્નોલોજી અજમાવી હતી. ત્યારે વિમાનમાંથી વાદળો પર કાચી બરફ ફેંકવામાં આવી હતી, જેનાથી વરસાદ પડવા લાગ્યો. ત્યાર બાદ વૈજ્ઞાનિકોએ વાદળો પર રસાયણનો છંટકાવ કરીને ક્લાઉડ સીડિંગની રીત શોધી કાઢી. સિલ્વર આયોડાઇડનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ કરાવવામાં આવ્યો.

ક્લાઉડ સીડિંગ ટેક્નોલોજી શું છે?

ક્લાઉડ સીડિંગ દ્વારા ક્યાંય પણ વરસાદ કરાવી શકાય છે, પરંતુ તેના માટે વાદળોનું હોવું જરૂરી છે. જો હવામાં વોટર ડ્રોપલેટ એટલે કે વાદળો જ નહીં હોય, તો વરસાદ થઈ શકે નહીં. આ ટેક્નોલોજી માત્ર વાદળોનું કન્ડેન્સેશન (ઘનીકરણ) વધારીને વરસાદ કરાવે છે, વાદળો બનાવી શકતી નથી.

ક્લાઉડ સીડિંગ માટે ક્યા કેમિકલનો ઉપયોગ થાય છે? 

સૌથી સામાન્ય કેમિકલ સિલ્વર આયોડાઇડ (AgI) છે, જે બરફના ક્રિસ્ટલ બનાવે છે. અન્ય કેમિકલમાં પોટેશિયમ આયોડાઇડ, ડ્રાય આઇસ (ઘન કાર્બન ડાયોક્સાઇડ) અને લિક્વિડ પ્રોપેનનો સમાવેશ થાય છે, જે પર્યાવરણ માટે સુરક્ષિત છે, પરંતુ વધુ માત્રામાં ઉપયોગમાં લેવાથી ઝેરી હોઈ શકે છે. આ કેમિકલને વિમાનથી છાંટવામાં આવે છે અને કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે.

આ પણ વાંચો: પ્રદૂષણના કારણે દિલ્હીનો શ્વાસ રુંધાયો! 1 નવેમ્બરથી વાહનો માટે નવા નિયમો લાગુ

ભારતમાં કયા રસાયણો અને ટૅક્નોલૉજી? 

ભારતમાં ક્લાઉડ સીડિંગ માટે મુખ્યત્વે મીઠું (સોડિયમ ક્લોરાઇડ), સિલ્વર આયોડાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ જેવા રસાયણોનો ઉપયોગ થાય છે. CAIPEEX પ્રોજેક્ટમાં હાઇગ્રોસ્કોપિક ફ્લેર (જે કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ધરાવે છે)નો ઉપયોગ કરવામાં આવે છે. દિલ્હીમાં, વિમાન દ્વારા મીઠું અથવા સિલ્વર આયોડાઇડનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ કરવવાની યોજના છે. 

ભારતમાં ક્યારે ઉપયોગ થયો?

ભારતમાં પણ ક્લાઉડ સીડિંગ પ્રોજેક્ટ ઘણા સમય પહેલા આવ્યો હતો. દેશમાં 1983 અને 1987માં તેનો પ્રથમ ઉપયોગ થયો હતો. તમિલનાડુમાં 1993-94માં આવું કરાયું હતું. દુષ્કાળનું સંકટ દૂર કરવા માટે ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ ક્લાઉડ સીડિંગ થઈ ચૂક્યું છે.

વાયુ પ્રદૂષણ ઓછું કરવા આજે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ | 31000 glacial lakes himala…
INDIA

હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ | 31000 glacial lakes himala…

February 6, 2026
ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…
INDIA

ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

February 6, 2026
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…
INDIA

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

February 6, 2026
Next Post
રામયાત્રા ત્રીજા મુકામ પર પંચવટી નાસિક અને ચોથા મુકામે સુધી સુરિબન પહોંચી અન્નદાન વગરનો યજ્ઞ તામસ છે…

રામયાત્રા ત્રીજા મુકામ પર પંચવટી નાસિક અને ચોથા મુકામે સુધી સુરિબન પહોંચી અન્નદાન વગરનો યજ્ઞ તામસ છે...

યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર… રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો

યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર... રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો

યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર… રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો | Bihar Asse…

યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર... રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો | Bihar Asse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રાહકોએ 84 લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને 9138 કરોડનું વીજ બિલ ભર્યું | digital transaction increase…

ગ્રાહકોએ 84 લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને 9138 કરોડનું વીજ બિલ ભર્યું | digital transaction increase…

3 months ago
ભારત-ચીનની  કિલ્લેબંધી : અમેરિકન સોયાબીનના કોઈ ખરીદદાર જ નહીં

ભારત-ચીનની કિલ્લેબંધી : અમેરિકન સોયાબીનના કોઈ ખરીદદાર જ નહીં

4 months ago
ટુ વ્હિલર પર જતા બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી | Two students riding a two wheeler were hit …

ટુ વ્હિલર પર જતા બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી | Two students riding a two wheeler were hit …

3 months ago
ઝારખંડમાં મોત બનીને ત્રાટક્યા જવાનો, 36 કલાકમાં 21 નક્સલી ઠાર, 2 કરોડનો ઈનામી અનલનો પણ ખાત્મો | Jhar…

ઝારખંડમાં મોત બનીને ત્રાટક્યા જવાનો, 36 કલાકમાં 21 નક્સલી ઠાર, 2 કરોડનો ઈનામી અનલનો પણ ખાત્મો | Jhar…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News