
– રાજસ્થાનના દેખાવકારોનો આક્રોશ : સુપ્રીમના એક ચુકાદાથી પર્યાવરણનો કચ્ચરઘાણ વળશે
– પર્યાવરણ પ્રેમીઓએ રાજસ્થાનના અનેક શહેરોમાં ‘અરવલ્લી બચાવો’ના નારા સાથે દેખાવો કર્યા : જોધપુરમાં દેખાવકારો પર પોલીસનો લાઠીચાર્જ, અનેકની અટકાયત
– હેશટેગ ‘સેવઅરવલ્લી’થી દેશવ્યાપી ટ્રેન્ડ : લાખો પોસ્ટ, 50 હજાર લોકોએ ઓનલાઈન સાઈન કરી કેમ્પેઈનને સમર્થન કર્યું
નવી દિલ્હી : દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળામાં ખોદકામના મુદ્દે દેશભરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સેવ અરવલ્લીનું કેમ્પેઈન ચાલી રહ્યું છે. રાજસ્થાનના અનેક શહેરોમાં અરવલ્લી બચાવોના નારા સાથે દેખાવો થયા હતા. કેટલાક સ્થળોએ દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.










