gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’ | Amidst talk of development two la…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’ | Amidst talk of development two la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 2020થી વર્તમાન વર્ષ સુધીના આંકડા કેન્દ્રએ સંસદમાં રજુ કર્યા 

– વર્ષ 2022-23માં સૌથી વધુ 83,452 કંપનીઓને બંધ થઇ, આ વર્ષે જ જુલાઇ સુધીમાં આઠ હજારથી વધુ કંપનીઓને તાળા લાગ્યા 

– કંપનીઓએ સ્વેચ્છાએ બંધ કરવાનો નિર્ણય લીધો, કોઇ આર્થિક કારણો જવાબદાર નથી : સરકારનો બચાવ

2 Lakh Company Closed In last 5 Years : બેરોજગારીનો મુદ્દો ચર્ચામાં છે એવામાં છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં બે લાખથી વધુ પ્રાઇવેટ કંપનીઓ બંધ થઇ ગઇ છે. આ ખુલાસો ખુદ કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં કરવામાં આવ્યો હતો. કેન્દ્રએ લોકસભાને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં 204268 કંપનીઓ બંધ થઇ ગઇ છે. સૌથી વધુ કંપનીઓ વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન બંધ થઇ ગઇ હતી. જ્યારે જે પણ કુલ કંપનીઓ નોંધાયેલી છે તેમાંથી પણ માત્ર 65 ટકા જેટલી જ સક્રિય સ્થિતિમાં છે.   

કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાએ લોકસભામાં લેખિતમાં આ આંકડા રજુ કર્યા હતા. તેમણે છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે કેટલી કંપનીઓ બંધ થઇ તેની આંકડાકીય માહિતી આપી હતી. સંસદમાં રજુ થયેલા આ આંકડા મુજબ વર્ષ 2020-21માં 15216 કંપનીઓ બંધ થઇ ગઇ હતી જ્યારે તે પછીના વર્ષ 2021-22માં 64054 કંપનીઓ બંધ થઇ ગઇ. સૌથી વધુ 83452 કંપનીઓ વર્ષ 2022-23 દરમિયાન બંધ થઇ ગઇ હતી. તે પછી વર્ષ 2023-24માં આ આંકડો 21181 એ પહોંચ્યો હતો. આ તમામ આંકડાને જોડીએ તો પાંચ વર્ષમાં કુલ 2.04 લાખ કંપનીઓ બંધ થઇ ગઇ. 

જોકે સરકારે દાવો કર્યો હતો કે આ કંપનીઓ બંધ થવા પાછળનું કારણ કોઇ આર્થિક સંકટ નથી, કંપનીઓએ ખૂદ કહ્યું છે કે તે બિઝનેસ કરવા નથી માગતી. કેટલીક કંપનીઓ નિષ્ક્રિય રહી જેને કારણે લિસ્ટમાંથી હટાવી દેવાઇ જ્યારે કેટલીક કંપનીઓ મર્જર થઇ ગઇ કે વિલય થઇ ગયો. વર્તમાન નાણાકીય વર્ષમાં 16 જુલાઇ સુધી 8648 કંપનીઓ બંધ કરી દેવાઇ હતી. શું આ બંધ થયેલી કંપનીઓના કર્મચારીઓનો પુનર્વાસ કરાયો કે કેમ તેવા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે સરકારને આવો કોઇ પ્રસ્તાવ નથી મળ્યો. 

આ પહેલા આ વર્ષે જ જાન્યુઆરી મહિના સુધીના આંકડા સામે આવ્યા હતા જે મુજબ દેશમાં 31 મી જાન્યુઆરી 2025 સુધીમાં દેશભરમાં નોંધાયેલી કુલ કંપનીઓનો આંકડો 28 લાખથી પણ વધુ હતો જેમાંથી માત્ર 65 ટકા એટલે કે 18 લાખ જેટલી કંપનીઓ જ સક્રિય ભૂમિકામાં હતી. આ કંપનીઓમાં વિદેશી કંપનીઓની સંખ્યા માત્ર 5216 છે જેમાંથી માત્ર 63 ટકા એટલે કે 3218 વિદેશી કંપનીઓ જ સક્રિય છે. આ આંકડા પણ કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયા હતા. અત્યાર સુધીમાં 9.45 લાખથી વધુ કંપનીઓ બંધ થઇ ગઇ છે. જે પણ કંપનીઓ સક્રિય ભૂમિકામાં છે તેમાં 27 ટકા બિઝનેસ સર્વિસ, 20 ટકા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની હતી. સૌથી વધુ સક્રિય કંપનીઓ મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
INDIA

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

May 12, 2026
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
Next Post
ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામે દિપડાનો 4 લોકો ઉપર હુમલો | Leopard attacks 4 people in Udhamatpura vill…

ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામે દિપડાનો 4 લોકો ઉપર હુમલો | Leopard attacks 4 people in Udhamatpura vill...

ખેડૂતોની 68,000 અરજી સામે 30,000 અરજી જ મંજૂર : માત્ર 9,071 ખેડૂતોને રૂ. 14.70 કરોડની સહાય ચૂકવાઈ | …

ખેડૂતોની 68,000 અરજી સામે 30,000 અરજી જ મંજૂર : માત્ર 9,071 ખેડૂતોને રૂ. 14.70 કરોડની સહાય ચૂકવાઈ | ...

એર ઇન્ડિયા એરપોર્ટ પર વિમાન ભુલી ગઇ, 13 વર્ષ સુધી પડયું રહ્યું | Air India plane forgotten at airpor…

એર ઇન્ડિયા એરપોર્ટ પર વિમાન ભુલી ગઇ, 13 વર્ષ સુધી પડયું રહ્યું | Air India plane forgotten at airpor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ ઃ સાતનાં મોત, ૧૦૦થી વધુ ટ્રેનો મોડી પડી | heavy dense fog in north india 7 …

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ ઃ સાતનાં મોત, ૧૦૦થી વધુ ટ્રેનો મોડી પડી | heavy dense fog in north india 7 …

4 months ago
ભાવ. જિલ્લામાં 11,000 સ્માર્ટ વીજ મીટર લાગ્યા, પ્રિપેઈડ નહીં બિલીંગ સિસ્ટમ જ લાગુ | Price 11000 smar…

ભાવ. જિલ્લામાં 11,000 સ્માર્ટ વીજ મીટર લાગ્યા, પ્રિપેઈડ નહીં બિલીંગ સિસ્ટમ જ લાગુ | Price 11000 smar…

1 year ago
પાનના ગલ્લા પર મહિલાને વાતોમાં પરોવી બે ગઠિયા સોનાની બુટ્ટીઓ લઇ ફરાર, રૂમાલમાંથી પથ્થર નીકળ્યા | fra…

પાનના ગલ્લા પર મહિલાને વાતોમાં પરોવી બે ગઠિયા સોનાની બુટ્ટીઓ લઇ ફરાર, રૂમાલમાંથી પથ્થર નીકળ્યા | fra…

3 months ago
મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પટકાતા બે મુસાફરના મોત, ભારે ભીડને કારણે દુર્ઘટના | two pa…

મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પટકાતા બે મુસાફરના મોત, ભારે ભીડને કારણે દુર્ઘટના | two pa…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News