gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિઝાના નામે 78 ઉમેદવારોના રૂા.3.28 કરોડ ઓળવી લીધા | 78 candidates have crossed Rs 3 28 crore in the …

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
વિઝાના નામે 78 ઉમેદવારોના રૂા.3.28 કરોડ ઓળવી લીધા | 78 candidates have crossed Rs 3 28 crore in the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિલ્હીની બે કંપનીના ડાયરેક્ટરો સહિતનાઓ સામે ફરિયાદ

ઓસ્ટ્રીયા એમ્બેસીના બોગસ વર્ક પરમિટ અને વિઝા સબમિશનના એપોઈન્ટમેન્ટ લેટર આપી દીધા

રાજકોટ: વર્ક વિઝાના નામે દિલ્હીની બે કંપનીએ 78 ઉમેદવારોના રૂા.૩.ર૮ કરોડ ચાંઉ કરી લીધાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે દિલ્હીની ગ્યાનગતિ પ્રા. લિ. અને બેડોન એજયુકેશન કન્સ્ટલન્સી સાથે સંકળાયેલા અજય મોહનપાલ, વિકાસ સૈની, નેહા ગુપ્તા, શ્વેતા શાહુ, સ્વાતિ મોહપાલ, મનપ્રિત સંધુ અને મોનિકા સૈની સામે બીએનએસ અને આઈટી એકટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

જામનગર રોડ પરના શ્રીજી પાર્ક-૧માં રહેતાં મિતલબેન વિજયભાઈ સુરજીવાલા (ઉ.વ.૩૮) અયોધ્યા ચોક પાસે ધ વન વર્લ્ડ બિલ્ડિંગમાં ઓફિસ રાખી છેલ્લા ચારેક વર્ષથી ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે આરોપીઓ વર્ક પરમિટનું બી-ટુ-બી પધ્ધતિથી કામ કરે છે. ર૦ર૩ની સાલમાં આરોપીઓ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી આરોપીઓને ઈઝરાયેલ વર્ક પરમિટનું કામ સોંપ્યું હતું. તે વખતે આરોપીઓએ ઈઝરાયલમાં યુધ્ધની સ્થિતિને કારણે વર્ક પરમિટનું કામ નહીં થાય તેવું કહી તેમને ચુકવાયેલી રકમ પરત આપી દેતાં વિશ્વાસ બેસી ગયો હતો. 

ત્યાર પછી આરોપીઓએ યુરોપના બીજા દેશોના વર્ક પરમિટ માટેના પ્રપોઝલ આપ્યા હતા. જેના પગલે તેણે આરોપીઓની દિલ્હી ખાતેની ઓફીસની મુલાકાત લીધી હતી. આ પછી આરોપીઓને ઓસ્ટ્રીયા એગ્રીકલ્ચરલ વર્ક પરમિટનું કામ આપવાનું નક્કી કર્યું હતું. કુલ પર ઉમેદવારોના નાણા અને દસ્તાવેજો આરોપીઓને આપ્યા હતા. જેની સામે આરોપીઓએ ત્રણ માસમાં વર્ક પરમિટ અને વિઝા સબમિશનનું કામ કરી આપવાની ખાત્રી આપી હતી. ત્યાર પછી આરોપીઓને કુલ ૭૮ ઉમેદવારના વર્ક વિઝા માટે તેમના ડોકયુમેન્ટસ અને કુલ રૂા. ૩.ર૮ કરોડ બેન્ક અને આંગડિયા મારફત મોકલી આપ્યા હતા. જેની સામે આરોપીઓએ ત્રણ મહિના થવા છતાં વર્ક પરમિટ નહીં આપતાં ઉમેદવારોએ રાહ જોવાની તૈયારી બતાવી હતી. છ માસ બાદ ૪૮ ઉમેદવારોની વર્ક પરમિટ આપી હતી. જોકે ત્યાર પછી કોઈપણ ઉમેદવારના વિઝા સબમિશન આપ્યા ન હતા. એટલું જ નહીં ખોટા વાયદા આપી  સમય પસાર કરતાં રહ્યા હતા. 

ર૦રપના જાન્યુઆરી માસમાં ૪૮ ઉમેદવારોને  દિલ્હી ખાતેની ઓસ્ટ્રીયા એમ્બેસીના વિઝા સબમિશન માટેના એપોઈન્ટમેન્ટ લેટર મોકલ્યા હતા. જેની સામે સાત ઉમેદવારો વિઝા સબમિશન માટે ગયા ત્યારે આરોપીઓએ બહાના બતાવી તેમને પરત મોકલી દીધા હતા. જેને કારણે તે આ સાત અને અન્ય ઉમેદવારો સાથે દિલ્હી આરોપીઓની ઓફિસે ગયા હતા. પરંતુ તે વખતે પણ ખોટાં કારણો આપી વિઝા સબમિશન કરાવી આપ્યું ન હતું. ર૦રપમાં જ આરોપીઓએ  દિલ્હી ખાતેની ઓસ્ટ્રીયા એમ્બેસીના સબમિશન માટેનો મેઈલ મોકલ્યો હતો, જેને કારણે ૪૭ ઉમેદવારોને વિઝા સબમિશન માટે દિલ્હી લઈ ગયા હતા. ત્યારે પણ આરોપીઓએ બહાના બતાવ્યા હતા. આખરે આરોપીઓએ આપેલ વર્ક પરમિટ અને વિઝા સબમિશનના એપોઈન્ટમેન્ટ લેટર બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી પણ આરોપીઓ ખોટાં વાયદા કરતા રહ્યા હતા. આખરે તેના ફોન ઉપાડવાનું બંધ કરી ઉડાઉ જવાબ દેવાનું શરૂ કરતાં આખરે ફરિયાદ નોંધાવી હતી. 78 ઉમેદવારોમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રના હોવાનું અને ર ઉમેદવારો બનાસકાંઠાના હોવાનું જાણવા મળ્યું છે. 

– અમુક ઉમેદવારોએ દબાણ કરતાં રૂા.૪૬ લાખ ચૂકવ્યાનો દાવો 

રાજકોટ: ફરિયાદી મિતલબેન સાથે આ અગાઉ બેંગલુરૂની કંપનીએ પણ પ૪ ઉમેદવારોના વર્ક પરમિટ વિઝાના નામે રૂા.ર.૬૮ કરોડની ઠગાઈ કરી હોવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી મિતલબેને પોલીસને જણાવ્યું હતું કે અમુક ઉમેદવારો દ્વારા પૈસા માટે   સતત દબાણ કરાતાં તેણે અત્યાર સુધી તેમને પોતાના રૂા.૪૬ લાખ ચૂકવી આપ્યા છે. એટલું જ નહીં પોતાના મકાન અને ઓફિસ પર લોન માટે અરજી પણ કરી છે. અમુક ઉમેદવારોએ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાના બદલે તેના વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે. ઉમેદવારોને પોરબંદરથી દિલ્હી ખાતે ઓસ્ટ્રીયા એમ્બેસીમાં લઈ જવા માટે રૂા.૩.૯ર લાખનો ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત તેણે આરોપીઓની ઓફિસની સાતથી આઠ વખત મુલાકાત લેતાં રૂપિયા ચારેક લાખનો ખર્ચ થયો હતો.

– આ 8 દેશના વર્ક વિઝા માટે 78 ઉમેદવાર ઉત્સુક હતા

ઓસ્ટ્રીયાના ૪૮, નોર્વેના ૧૭, કેનેડાના પ, લકઝમ દેશના ર, ફ્રાંસના ૧, નેધરલેન્ડના ૧, સ્લોવાકિયાના ર અને હંગ્રીના ર.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની
GUJARAT

દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

March 12, 2026
સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…
GUJARAT

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

March 12, 2026
વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો
GUJARAT

વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

March 12, 2026
Next Post
સિહોરમાં વર્ષોથી મુખ્ય રસ્તાઓ ખખડધજ, વાહનચાલકો પરેશાન | Main roads in Sehore have been bumpy for yea…

સિહોરમાં વર્ષોથી મુખ્ય રસ્તાઓ ખખડધજ, વાહનચાલકો પરેશાન | Main roads in Sehore have been bumpy for yea...

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્કમાં 7.34 કરોડનું ફ્રોડ : ગુનો નોંધાયો | Bhavnagar District Co op Bank…

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્કમાં 7.34 કરોડનું ફ્રોડ : ગુનો નોંધાયો | Bhavnagar District Co op Bank...

ગેસના બાટલાની ગભરાટ : ભાવનગરમાં કેપેસિટી સામે 61.10 ટકા LPGનો સ્ટોક | Gas cylinder panic: LPG stock …

ગેસના બાટલાની ગભરાટ : ભાવનગરમાં કેપેસિટી સામે 61.10 ટકા LPGનો સ્ટોક | Gas cylinder panic: LPG stock ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 83088 ઉપર 83922 બંધ જોવાશે | Sensex to close at 83922 above 83088 in Budget…

બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 83088 ઉપર 83922 બંધ જોવાશે | Sensex to close at 83922 above 83088 in Budget…

1 month ago
વાઘેશ્વરી માતા મંદિરમાં મંજુસરની મહિલાએ બાધા પૂરી કરી અને ૨૦ ગ્રામની ચેન ગુમાવી | gold chain theft i…

વાઘેશ્વરી માતા મંદિરમાં મંજુસરની મહિલાએ બાધા પૂરી કરી અને ૨૦ ગ્રામની ચેન ગુમાવી | gold chain theft i…

5 months ago
રૂ. 28 લાખ કરોડના મૂલ્યના કુલ 21.6 અબજ વ્યવહારોનો નવો કીર્તિમાન | A new record of 21 6 billion trans…

રૂ. 28 લાખ કરોડના મૂલ્યના કુલ 21.6 અબજ વ્યવહારોનો નવો કીર્તિમાન | A new record of 21 6 billion trans…

2 months ago
વૈશ્વિક બજારોની નરમાઇએ સોનામાં તેજીને બ્રેક : ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Weak global markets halt gold…

વૈશ્વિક બજારોની નરમાઇએ સોનામાં તેજીને બ્રેક : ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Weak global markets halt gold…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News