gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vinesh Phogat : Cleared for the mat by SC : ભારતીય ઓલિમ્પિયન મહિલા રેસલર વિનેશ ફોગાટને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે વિનેશને 30 અને 31 મેના રોજ યોજાનારી એશિયન ગેમ્સ 2026 સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) દ્વારા દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઈનકાર કર્યો છે. જો કે, આ રાહત આપવાની સાથે જ કોર્ટે વિનેશ ફોગાટ દ્વારા ડોપિંગ ટેસ્ટ ચૂકવા બદલ તેની સામે ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે.

દિલ્હી હાઈકોર્ટના વલણ સામે નારાજગી, પણ ટ્રાયલ્સમાં રોક નહીં

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ટ્રાયલ્સ શરૂ થવાને હવે ગણતરીના કલાકો જ બાકી હોવાથી અમે વિનેશને ટ્રાયલ્સમાં ભાગ લેતા રોકીશું નહીં. 

આ મામલે સુપ્રીમ કોર્ટે વિનેશ ફોગાટને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે અને ભવિષ્યમાં આ કાયદાકીય પાસાંની વિગતવાર તપાસ કરવાનું નક્કી કર્યું છે.

દિલ્હી હાઈકોર્ટના ચુકાદાની રીતભાત અંગે પણ ચિંતા 

જો કે, સુપ્રીમ કોર્ટની બેન્ચે એ વાત પર આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી હતી કે દિલ્હી હાઈકોર્ટે જે રીતે વિનેશને વચગાળાની રાહત આપી, તે અભિગમ યોગ્ય નહોતો. 

વાત એમ છે કે, દિલ્હી હાઈકોર્ટે વિનેશ ફોગાટને આગામી એશિયન ગેમ્સના સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવાની રાહત આપી હતી. આ દરમિયાન હાઈકોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની નીતિને ભેદભાવપૂર્ણ ગણી હતી. પરંતુ 

સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, હાઈકોર્ટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતની બાબતોમાં આટલી હદે દખલગીરી ન કરવી જોઈએ કારણ કે તેનાથી રમતોનું આયોજન અને શેડ્યૂલ ખોરવાઈ જાય છે. 

સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે, હાઈકોર્ટે સમગ્ર મામલાની વિગતવાર તપાસ કર્યા વિના ઉતાવળમાં વચગાળાના આદેશો કેમ આપ્યા?

આ પણ વાંચો : IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!

ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ કોર્ટના આકરા સવાલ

આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિનેશ ફોગાટના ડોપિંગ ટેસ્ટ ચૂકી જવાના મુદ્દાને ગંભીર ગણાવ્યો હતો. જસ્ટિસ નરસિમ્હાએ વિનેશના વકીલને સવાલ કર્યો કે, વિનેશે ડિસેમ્બર 2024માં મેટરનિટી લીવ (પ્રસૂતિ રજા) અને સબેટિકલ (વિરામ) લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ઓગસ્ટ 2025માં પરત ફરશે. ત્યારબાદ વિનેશે ફેડરેશનને જાણ કરી કે તે 1 જાન્યુઆરી, 2026થી ઉપલબ્ધ થશે. પરંતુ, જાન્યુઆરી 2026માં વિનેશ ડોપિંગ ટેસ્ટ ચૂકી ગઈ હતી. 

ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી (ITA)એ વિનેશની એ દલીલને ફગાવી દીધી હતી કે, તે હરિયાણામાં ધારાસભ્ય તરીકે વિધાનસભા સત્રમાં વ્યસ્ત હોવાને કારણે ટેસ્ટ આપી શકી નહોતી. કોર્ટે આ બાબતને રમતની ગરિમા અને નિયમોના ભંગ સમાન ગણાવી ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : MI છોડી હાર્દિક પંડ્યા ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાશે? પૂર્વ ક્રિકેટરે આપ્યો ‘ટ્રેડ આઈડિયા’

શું હતો સમગ્ર વિવાદ?

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની નવી પસંદગી નીતિ અનુસાર, એશિયન ગેમ્સની ટ્રાયલ્સ માટે માત્ર એવા જ રેસલર્સને લાયક ગણ્યા હતા, જેમણે જેમણે 2025-26ની તાજેતરની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સ (જેમ કે સીનિયર નેશનલ કે ફેડરેશન કપ) માં મેડલ જીત્યા હોય. વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક્સ 2024 બાદ રમતથી દૂર હોવાના કારણે અને માતા બન્યા બાદ રિકવરીના સમયગાળામાં હોવાથી આ ટુર્નામેન્ટ્સ રમી શકી નહોતી, જેના કારણે ફેડરેશને તેને અયોગ્ય જાહેર કરી હતી.

આ નીતિને વિનેશે દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો હતો કે ફેડરેશનની આ નીતિ ભેદભાવપૂર્ણ છે અને તે વિનેશ જેવા આઇકોનિક ખેલાડીઓને મેટરનિટી લીવના કારણે બહાર રાખે છે, જે ખોટું છે. હાઈકોર્ટે ‘રમત અને ન્યાયના હિતમાં’ વિનેશને ટ્રાયલ્સમાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતો, જેની સામે WFI એ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

હવે સુપ્રીમ કોર્ટે પણ લીલી ઝંડી આપી દેતા વિનેશ ફોગાટ માટે મેદાન પર પરત ફરવાનો રસ્તો સાફ થઈ ગયો છે, પરંતુ આગામી સમયમાં ડોપિંગ ટેસ્ટના વિવાદ પર તેણે કોર્ટમાં જવાબ આપવો પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh...

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl...

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શરદ પવારના પુત્રી કેન્દ્ર સરકારમાં બનશે મંત્રી? દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ

શરદ પવારના પુત્રી કેન્દ્ર સરકારમાં બનશે મંત્રી? દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ

7 months ago
સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …

સુરેન્દ્રનગરમાં વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી | Despite tax collection campaign in …

3 months ago
બાવળા નજીક 2 ગાડીમાંથી 6.46 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 6 46 lakh seized from 2 vehicles nea…

બાવળા નજીક 2 ગાડીમાંથી 6.46 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 6 46 lakh seized from 2 vehicles nea…

10 months ago
ફંડોની ફરી આક્રમક તેજી : સેન્સેક્સ 540 પોઈન્ટ ઉછળી 82727 | Sensex jumps 540 points to 82727

ફંડોની ફરી આક્રમક તેજી : સેન્સેક્સ 540 પોઈન્ટ ઉછળી 82727 | Sensex jumps 540 points to 82727

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News