gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિપક્ષને જાતિવાદી ગણાવતી સરકાર અચાનક માની ગઈ, જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે કોંગ્રેસના પ્રહાર | cast…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2025
in INDIA
0 0
0
વિપક્ષને જાતિવાદી ગણાવતી સરકાર અચાનક માની ગઈ, જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે કોંગ્રેસના પ્રહાર | cast…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress On Caste Census Decision: કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી રહી છે. કોંગ્રેસ સહિત વિપક્ષ વર્ષોથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા માગતું હતું. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વારંવાર આ મુદ્દો ઉઠાવી તેને અમલમાં મુકવા અપીલ કરી રહ્યા હતાં. જો કે, સરકારે અચાનક આ જાહેરાત કરતાં વિપક્ષ ચોંકી ઉઠ્યું છે. વિપક્ષે સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં પૂછ્યું કે, આ હેડલાઈન મેનેજમેન્ટ તો નથી ને…

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું હતું કે, સરકાર રાહુલ ગાંધી પર સમાજને જાતિ આધારિત વહેંચવાનો આરોપ લગાવી રહી હતી. તો શું હવે સરકાર સમાજને જાતિઓમાં વહેંચશે? રાહુલ ગાંધીની વર્ષો જૂની જાતિ આધારિત વસ્તી ગણતરીની માગની ટીકા કરી રહી હતી, હવે તેને સરકારનો માસ્ટરસ્ટ્રોક ગણાવવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીનો વિરોધ કેમ?

પવન ખેડાએ આગળ કહ્યું કે, જ્યારે સરકારે આ વાત માનવાની જ હતી, તો રાહુલ ગાંધીનો વિરોધ કેમ કરી રહી હતી. આમ ચોથી-પાંચમી વખત બન્યું છે, સરકારે પહેલાં રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હોય અને બાદમાં તેમની વાત સ્વીકારી હોય. સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે. તેની સાથે અન્ય ઘણા પગલાં લેવા પડશે, સરકારે આ નિર્ણય જણાવતાં તેને કોંગ્રેસનું રાજકારણ માટેનું પત્તું ગણાવ્યું છે. પરંતુ તે અમારૂ પત્તું નહીં, સામાજિક ન્યાય પ્રત્યે અમારા મનમાં જે નિષ્ઠા છે, તે હતી. આખો દેશ જાણે છે કે, કોણ ઓરિજિનલ છે અને કોણ નકલી?

સરકારે હજુ ઘણા પગલાં લેવા પડશે

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાના મતે, સરકારનો જાતિ આધારિત વસ્તી ગણતરીનો નિર્ણય પહેલું પગલું છે. સામાજિક ન્યાય માટે માત્ર આંકડાઓ કામમાં નહીં આવે. આ તો એક એક્સ-રે રિપોર્ટ છે. ત્યારબાદ કલ્યાણ માટે અન્ય ઘણા પગલાં લેવા પડશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાંજે સાત વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપશે.

આ પણ વાંચોઃ જનગણનાની સાથે જાતિ આધારિત વસ્તીગણતરી થશે, કેબિનેટમાં લેવાયો મોટો નિર્ણય

આ ગઠબંધનને અમારા એજન્ડા પર નચાવતા રહીશુંઃ લાલુ યાદવ

રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ યાદવે પણ કેન્દ્રના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, ‘અમે સમાજવાદી જેમ કે, અનામત, જાતિ આધારિત વસ્તી ગણતરી, સમાનતા, બંધુત્વ, ધર્મનિરપેક્ષતા વગેરે મુદ્દાઓ પર 30 વર્ષ પહેલાં જ વિચાર્યું હતું, બીજા લોકો દાયકાઓ બાદ તેનું પાલન કરે છે. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માગ કરનારાઓને આ લોકોએ જાતિવાદી ગણાવ્યા, અને હવે પોતે જ… અમે આ ગઠબંધનને અમારા એજન્ડા પર નચાવતા રહીશું.’ 

30 વર્ષ જૂની માંગ, અમારી જીતઃ તેજસ્વી યાદવ

આરજેડી નેતા તેજસ્વી યાદવે આ મામલે કહ્યું કે, ‘આ અમારી 30 વર્ષ જૂની માંગ હતી. આ અમારી જીત છે, સમાજવાદીઓ અને લાલુ યાદવની જીત છે… અગાઉ, બિહારના તમામ પક્ષો વડા પ્રધાનને મળ્યા હતા, પરંતુ તેમણે અમારી માંગણીને નકારી કાઢી હતી. ઘણા મંત્રીઓએ તેનો ઇનકાર કર્યો હતો, પરંતુ તે અમારી તાકાત છે કે તેમણે અમારા એજન્ડા પર કામ કરવું પડશે.’

જેડીયુએ જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયને આવકાર્યો

જેડીયુના પ્રદેશ પ્રવક્તા અભિષેક જ્હાંએ સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયને આવકારતાં કહ્યું છે કે, કેન્દ્રની એનડીએ સરકારે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ચોક્કસપણે આ એક આવકાર્ય પગલું છે. આપ સૌ જાણો છો કે આપણા નેતા નીતિશ કુમારે આપણા પક્ષ તરફથી છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્લેટફોર્મ પર આ માંગણી કરી હતી.

વિપક્ષને જાતિવાદી ગણાવતી સરકાર અચાનક માની ગઈ, જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે કોંગ્રેસના પ્રહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…
INDIA

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

May 20, 2026
ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…
INDIA

ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…

May 20, 2026
મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…
INDIA

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

May 20, 2026
Next Post
પહેલી મેથી દેશભરમાં લાગુ થશે 5 મોટા ફેરફારો, દરેકના ખિસ્સા પર થશે અસર | rule change from 1st may 202…

પહેલી મેથી દેશભરમાં લાગુ થશે 5 મોટા ફેરફારો, દરેકના ખિસ્સા પર થશે અસર | rule change from 1st may 202...

ભારતને ટેરિફમાં મળશે મોટી રાહત, ટ્રમ્પે દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે આપ્યા મહત્ત્વના સંકેત | india u…

ભારતને ટેરિફમાં મળશે મોટી રાહત, ટ્રમ્પે દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે આપ્યા મહત્ત્વના સંકેત | india u...

‘મણિપુરમાં શાંતિ જોઈએ તો સરકાર પુનઃસ્થાપિત કરો’, 21 ધારાસભ્યોએ PM મોદીને આપ્યું અલ્ટીમેટમ | 21 manip…

'મણિપુરમાં શાંતિ જોઈએ તો સરકાર પુનઃસ્થાપિત કરો', 21 ધારાસભ્યોએ PM મોદીને આપ્યું અલ્ટીમેટમ | 21 manip...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૌટા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની 6144 બોટલ ભરેલો ટ્રક ઝડપાયો | Truck carrying 6144 bottles of foreig…

ચૌટા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની 6144 બોટલ ભરેલો ટ્રક ઝડપાયો | Truck carrying 6144 bottles of foreig…

7 months ago
કચ્છમાં સરવે કરવા ગયેલો ઈજનેર અચાનક ગુમ, પાંચ દિવસ શોધખોળ બાદ રણમાંથી મળ્યો મૃતદેહ | Engineer Survey…

કચ્છમાં સરવે કરવા ગયેલો ઈજનેર અચાનક ગુમ, પાંચ દિવસ શોધખોળ બાદ રણમાંથી મળ્યો મૃતદેહ | Engineer Survey…

1 year ago
કૂટણખાનાના કેસમાં મહિલા એજન્ટ સહિત બે ને પાસા | Two including a female agent in the brothel case

કૂટણખાનાના કેસમાં મહિલા એજન્ટ સહિત બે ને પાસા | Two including a female agent in the brothel case

4 months ago
દેશમાં અલનીનોની અસર ખરીફ ઉપરાંત રવિ મોસમ પર પણ વર્તાવાની ભીતી | fear that the impact of El Nino will…

દેશમાં અલનીનોની અસર ખરીફ ઉપરાંત રવિ મોસમ પર પણ વર્તાવાની ભીતી | fear that the impact of El Nino will…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News