
કંપનીઓ પાસેથી નાણા લઇ ખનનની છૂટ અપાઇ : કોંગ્રેસ
અરવલ્લીના ૦.૧૯ ટકા હિસ્સામાં સરકાર ખનનની મંજૂરી આપે તો પણ ૬૮૦૦૦ એકર જમીનનો ડાટવાળી દેવાશે : જયરામ
નવી દિલ્હી: અરવલ્લી પર્વતમાળા બચાવવા માટે હવે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા છે. સરકારનો દાવો છે કે નવા નિયમોની અસર અરવલ્લી પર્તમાળા પર નહીં થાય જ્યારે વિરોધીઓનું કહેવુ છે કે નવા નિયમોને કારણે ૯૦ ટકા પહાડો સાફ થઇ જશે. આ સ્થિતિ વચ્ચે હવે વિપક્ષે સમગ્ર રાજસ્થાનમાં અરવલ્લી બચાવો આંદોલનની જાહેરાત કરી છે.










