![]()
માંગ
નહીં સંતોષાય તો ૧૯મીથી ઉપવાસ આંદોલન
૩૦
વર્ષ જુના કર્મીઓને ઉચ્ચક પગાર ચુવકાતા પાલિકા સામે આંદોલનનું રણશિંગુ
વિરમગામ –
વિરમગામ નગરપાલિકામાં છેલ્લા ૩૦ વર્ષ ઉપરાંતથી ફરજ બજાવતા ૩૧
કાયમી કર્મચારીઓને ઉચ્ચક ૧૫૦૦૦ પગાર ચૂકવવા મુદ્દે કર્મચારીઓ દ્વારા નગરપાલિકા
સામે આંદોલનનું રણશિંગુું ફકવામાં આવ્યું.
રાજ્ય
સરકારના નીતિ નિયમ મુજબ નગરપાલિકા નિયામકની મંજૂરીથી વિરમગામ નગરપાલિકાના જુદા
જુદા ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ૩૧ કર્મીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ પણ લઈ રહ્યા
છે.નગરપાલિકાના જવાબદાર અધિકારી દ્વારા જુલાઈ અને ઓગસ્ટ મહિના ઉચ્ચક રૃ.૧૫,૦૦૦ કર્મચારીના બેન્ક
એકાઉન્ટમાં ચૂકવવામાં આવ્યાં છે. ઉચ્ચક પગાર ચૂકવવા બાબતે કર્મચારીઓ લેખિતમાં
રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારી દ્વારા કોઈ પ્રત્યુતર આપ્યો નથી.
તેથી
કર્મચારીઓએ આજે પાલિકા કચેરીમાં સૂત્રોચાર કરી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
નોંધાવ્યો હતો. ત્રણ દિવસ બાદ તા.૧૯થી ટાવર ચોકમાં કર્મચારીઓ પ્રતિક ઉપવાસ ઉપર
બેસવાની જરૃરી મંજૂરી જવાબદાર સરકારી તંત્ર પાસે માગી છે. નિર્ણય નહીં આવે તો ટાવર ચોકમાં અનિશ્ચિત મુદત
માટે ઉપવાસ આંદોલન કરવાની લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી છે.










