gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વોટ્સએપ હેક કરી રૃપિયા પડાવતો વડોદરાનો ભેજાબાજ પકડાયો,10 ગુના આચર્યા | vadodara scammer caught hacki…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
વોટ્સએપ હેક કરી રૃપિયા પડાવતો વડોદરાનો ભેજાબાજ પકડાયો,10 ગુના આચર્યા | vadodara scammer caught hacki…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વોટ્સએપ હેક કરીને સંપર્ક નંબરો પર વાત કરી રૃપિયા પડાવતા વડોદરાના એક ભેજાબાજને નડિયાદ પોલીસે ઝડપી પાડતાં જુદાજુદા શહેરોમાં આચરેલા ૧૦ જેટલા સાયબર ફ્રોડના બનાવોની વિગતો બહાર આવી છે.

નડિયાદની એક સ્કૂલના વાલીઓના ગુ્રપમાંથી કોઇ એક વાલીનું વોટ્સએપ હેક  કર્યા બાદ ભેજાબાજે ગુ્રપમાં સામેલ બીજા વાલી સાથે વાત કરી રૃ.૧૪ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા.ત્યારબાદ ભેજાબાજે વધુ રકમ માગતાં રૃપિયા આપનાર વાલીએ ક્રોસ ચેક કર્યું હતું.જેમાં રૃપિયા માગનાર વ્યક્તિ ઠગાઇ  કરતી હોવાનું જણાઇ આવતાં તેમણે નડિયાદ પશ્રિમ પોલીસના પીઆઇ કે એચ ચૌધરીને ફરિયાદ કરી હતી.

ઉપરોક્ત બનાવની તપાસ બાદ નડિયાદ પોલીસે વડોદરા પાસે પોર રમણગામડી ખાતે રહેતા અને હાલમાં છાણીમાં રહેવા ગયેલા પ્રિતેશ મહેશભાઇ પ્રજાપતિને વડોદરામાંથી ઝડપી પાડયો હતો.પોલીસે તેની પૂછપરછ કરતાં છેલ્લા કેટલાક સમયથી આ રીતે રૃપિયા ટ્રાન્સફર કરાવતો હોવાની વિગતો બહાર આવી હતી.

આરોપીએ ખેડા,નડિયાદ,રાજકોટ, અને વલસાડ જેવા સ્થળોએ ૧૦ જેટલા લોકો પાસેથી રકમો પડાવી હોવાની વિગતો ખૂલતાં તેને તા.૨૫ સુધી રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.પોલીસે તેનો મોબાઇલ પણ કબજે કરી ફોરેન્સિક લેબમાં મોકલવા તજવીજ કરી છે.

મેટ્રિક સુધીનો અભ્યાસ છતાં હેકિંગમાં માહેર

પ્રાપ્ત વિગતો મુજબ,પ્રિતેશ મેટ્રિક સુધી અભ્યાસ કર્યો છે.ત્યારબાદ તેણે આગળ અભ્યાસ કર્યો નહતો અને ધંધામાં લાગી ગયો હતો.આમ છતાં તે મોબાઇલ હેક કરવામાં માહેર થઇ ગયો હતો.ટ્રાન્સફર કરાવી લીધેલી રકમ ૧૦-૨૦ હજાર જેટલી હોવાથી લોકો ફરિયાદ કરવાનું પણ ટાળતા હતા.

કઇ રીતે વોટ્સએપ હેક કરતો હતો

પોલીસના કહ્યા મુજબ,પ્રિતેશ અણધાર્યા મોબાઇલ નંબરની ટ્રુ કોલર પરથી નામ મેળવી ગૂગલ પરથી વધુ ડીટેલ મેળવતો હતો.ત્યારબાદ તે વ્યક્તિ સાથે તેનું નામ લઇને વાત કરતો હતો અને ભૂલથી તમારા નંબર પર મારો ઓટીપી આવી ગયો છે તેમ કહીને ઓટીપી મેળવી લેતો હતો.આ સાથે જ સામેની વ્યક્તિનું વોટ્સએપ હેક થઇ જતું હતું.ત્યારપછી તે ફટાફટ કોન્ટેક્ટ નંબર અને ગુ્રપ મેમ્બર્સનો સંપર્ક કરી રૃપિયા માંગતો હતો.

ધંધામાં ખોટ જતાં સાયબર ફ્રોડ કરવા માંડયો

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે,પ્રિતેશ કાપડનો ધંધો કરતો હતો અને તેમાં તેને ખોટ જતાં રૃપિયા મેળવવા માટે મોબાઇલનો ઉપયોગ શરૃ કર્યો હતો. સાયબર ફ્રોડમાં આસાની થી કોઇને કોઇ ફસાઇ જતું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
દારૃડિયાઓને પકડવા પોલીસની દોડધામ બે દિવસમાં જ દારૃ પીને વાહન હંકારતા ૨૨૮ ચાલકોને ઝડપ્યા | 228 drunke…

દારૃડિયાઓને પકડવા પોલીસની દોડધામ બે દિવસમાં જ દારૃ પીને વાહન હંકારતા ૨૨૮ ચાલકોને ઝડપ્યા | 228 drunke...

મકરપુરા જી.આઇ.ડી.સી.ની ચાર કંપનીમાંથી ચોરી | Theft from four companies of Makarpura GIDC

મકરપુરા જી.આઇ.ડી.સી.ની ચાર કંપનીમાંથી ચોરી | Theft from four companies of Makarpura GIDC

ગ્રામજનોના વિરોધ વચ્ચે ડભોઇના કજાપુર, વેગા, તરસાણા અને ટીમ્બી ગામો નગર પાલિકામાં સામેલ | 4 villages …

ગ્રામજનોના વિરોધ વચ્ચે ડભોઇના કજાપુર, વેગા, તરસાણા અને ટીમ્બી ગામો નગર પાલિકામાં સામેલ | 4 villages ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગેસના ટ્રાન્સપોર્ટેશન માટે બનાવતી ટેન્કમાં ગેરરીતિ : મકરપુરા અને કલકત્તાની બે કંપની સામે ફરિયાદ | FI…

ગેસના ટ્રાન્સપોર્ટેશન માટે બનાવતી ટેન્કમાં ગેરરીતિ : મકરપુરા અને કલકત્તાની બે કંપની સામે ફરિયાદ | FI…

7 months ago
ઠંડી ‘ભૂલાઈ’ : 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ તાપમાન, અમદાવાદમાં સામાન્યથી 6 ડિગ્રી વધુ | Temperatures a…

ઠંડી ‘ભૂલાઈ’ : 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ તાપમાન, અમદાવાદમાં સામાન્યથી 6 ડિગ્રી વધુ | Temperatures a…

10 months ago
વલ્લભીપુર બ્રાન્ચની ડી-ટુ કેનાલની સફાઇ કરવામાં નહીં આવતા હાલાકી | Trouble as D 2 canal of Vallabhipu…

વલ્લભીપુર બ્રાન્ચની ડી-ટુ કેનાલની સફાઇ કરવામાં નહીં આવતા હાલાકી | Trouble as D 2 canal of Vallabhipu…

10 months ago
જામનગરમાં મેગા ડિમોલિશન, તંત્રએ 100 વીઘા સરકારી-ગૌચર જમીન પરથી ગેરકાયદે દબાણ હટાવ્યું | Mega demolit…

જામનગરમાં મેગા ડિમોલિશન, તંત્રએ 100 વીઘા સરકારી-ગૌચર જમીન પરથી ગેરકાયદે દબાણ હટાવ્યું | Mega demolit…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News