gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in INDIA
0 0
0
‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shankaracharya Avimukteshvaranand case: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર બટુકો(આશ્રમના બાળકો)ના યૌન શોષણનો ગંભીર આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારી હવે પોતાના જ નિવેદનથી ફરી ગયા છે. તેમણે એક વીડિયો જાહેર કરીને સનાતન ધર્મગુરુ સામે કરેલો કેસ તદ્દન ખોટો હોવાની કબૂલાત કરી છે. આશુતોષ બ્રહ્મચારીનું કહેવું છે કે, ‘મેં શંકરાચાર્ય વિરુદ્ધ આ નકલી કેસ મારા જ ગુરુબંધુ રામચંદ્ર દાસના કહેવાથી અને તેમના ભારે દબાણમાં આવીને કર્યો હતો.’ આ સમગ્ર ષડયંત્રમાં કેટલાક સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે, જેના કારણે ધાર્મિક જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

રામચંદ્ર દાસે ગુરુની હત્યા અને નકલી કેસનું ષડયંત્ર રચ્યું: આશુતોષ

આશુતોષ બ્રહ્મચારીએ વીડિયો દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે કે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ ખોટો કેસ કરવા પાછળ રામચંદ્ર દાસનો હાથ હતો. રામચંદ્ર દાસે જ આ આખું કાવતરું ઘડ્યું હતું અને મારા પર કોર્ટમાં કેસ દાખલ કરવા માટે ભારે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, તેમણે પોતાના જ ગુરુની હત્યા કરાવવાનું પણ એક ગુપ્ત પ્લાનિંગ કર્યું હતું. મને ખોટી રીતે ભટકાવીને આ આખી રમત રમવામાં આવી હતી, જેના કારણે મને ભારે માનસિક ત્રાસ ભોગવવો પડ્યો છે.

આશ્રમ હડપવા માટે બનાવી નકલી વસિયત

આ મામલે આશુતોષ બ્રહ્મચારીએ મથુરાના એસએસપી (SSP)ને લેખિત ફરિયાદ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે રામચંદ્ર દાસે બે આશ્રમો હડપ કરવા માટે એક નકલી વસિયત (ખોટું વિલ) બનાવી હતી. આ નકલી વસિયતના આધારે જ તેમણે કેસ કર્યો હતો અને દેવા બાબાના આશ્રમ પર ગેરકાયદે કબ્જો કરી લીધો હતો. આશુતોષે સ્પષ્ટ કહ્યું છે કે જો પોલીસ આ બાબતે કોઈ પગલાં નહીં લે, તો તેઓ નકલી વસિયત બનાવનારાઓ વિરુદ્ધ કોર્ટમાં જશે અને સત્યની લડાઈ લડશે.

વ્હોટ્સએપ ચેટ દ્વારા ટૂંક સમયમાં થશે મોટા ધડાકા

આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેમની પાસે કેસ કરવાથી લઈને નકલી વસિયત બનાવવા સુધીની તમામ વિગતો ધરાવતી વ્હોટ્સએપ ચેટ ઉપલબ્ધ છે. શંકરાચાર્ય વિરુદ્ધ આટલું મોટું ષડયંત્ર શા માટે રચવામાં આવ્યું અને તેની પાછળ કોનો હાથ હતો, તેનો સંપૂર્ણ ભાંડાફોડ તેઓ ટૂંક સમયમાં જ પુરાવા સાથે કરવાના છે.

આ પણ વાંચો: ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ

શું હતો સમગ્ર વિવાદ અને આરોપ?

ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજ માઘ મેળાના વિવાદ બાદ તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર આશ્રમના બાળકોના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મામલે પ્રયાગરાજની સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટના સ્પેશિયલ જજ વિનોદ કુમાર ચૌરસિયાએ સુનાવણી પૂરી કરીને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. જોકે, હવે આ કેસ કરનાર મુખ્ય વ્યક્તિ પોતે જ પોતાની વાત પરથી ફરી જતાં આખો મામલો એક નવો વળાંક લઈ ચૂક્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…
INDIA

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…

June 10, 2026
ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…
INDIA

ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…

June 10, 2026
બળવાખોર સાંસદોની લિસ્ટમાં ‘કાબા-મદીના ગીત’ વાળા સયાની ઘોષ પણ સામેલ, મમતા બેનર્જા હવે શું કરશે? | TMC…
INDIA

બળવાખોર સાંસદોની લિસ્ટમાં ‘કાબા-મદીના ગીત’ વાળા સયાની ઘોષ પણ સામેલ, મમતા બેનર્જા હવે શું કરશે? | TMC…

June 10, 2026
Next Post
ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…

ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water...

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans...

અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા | Ahmedabad Fire Alert: S…

અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા | Ahmedabad Fire Alert: S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વામિત્રી નદીમાંથી વધુ એક મગરનો મૃતદેહ મળ્યો,6 મહિનામાં 8 મો બનાવ | Another crocodile body found …

વિશ્વામિત્રી નદીમાંથી વધુ એક મગરનો મૃતદેહ મળ્યો,6 મહિનામાં 8 મો બનાવ | Another crocodile body found …

1 year ago
ખાનગી એજન્સીએ કામ બંધ કરી દેતા મહાનગરપાલિકાના વધારાના વિસ્તારોમાં મિલકતોની પ્રોપર્ટી કાર્ડની કામગીરી…

ખાનગી એજન્સીએ કામ બંધ કરી દેતા મહાનગરપાલિકાના વધારાના વિસ્તારોમાં મિલકતોની પ્રોપર્ટી કાર્ડની કામગીરી…

4 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં 150થી વધુ ગુનેગારોને રાઉન્ડ અપ કરાયા | More than 150 criminals rounded up in …

સુરેન્દ્રનગર જિલ્લામાં 150થી વધુ ગુનેગારોને રાઉન્ડ અપ કરાયા | More than 150 criminals rounded up in …

1 year ago
ગુજરાત સહિત 9 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ ‘ડિલીટ’ |…

ગુજરાત સહિત 9 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ ‘ડિલીટ’ |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News