gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરા-લુણાવાડા હાઈવે પર અકસ્માત: એસટી સાથે ટક્કર બાદ ટેમ્પોના બે ટુકડા, મુસાફરોમાં ચીસાચીસ | Panchma…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
શહેરા-લુણાવાડા હાઈવે પર અકસ્માત: એસટી સાથે ટક્કર બાદ ટેમ્પોના બે ટુકડા, મુસાફરોમાં ચીસાચીસ | Panchma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: શહેરા-લુણાવાડા હાઈવે પર હોસેલાવ નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. મોડાસાથી સુરત જઈ રહેલી એસટી બસ અને પિકઅપ ટેમ્પો વચ્ચે થયેલી આ ટક્કરમાં ટેમ્પોના બે કટકા થઈ ગયા હતા. સદ્દનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જ્યારે ટેમ્પો ચાલકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, મોડાસા ડેપોની એસટી બસ (મોડાસા-સુરત રૂટ) હાઈવે પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક પિકઅપ ટેમ્પોના ચાલકે પૂરપાટ ઝડપે બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરટેક કરતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો સીધો એસટી બસના આગળના ભાગે અથડાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પો રોડ સાઈડની રેલિંગ તોડીને અંદર ઘુસી ગયો હતો. અથડામણની પ્રચંડતાને કારણે ટેમ્પોનું એન્જિન અને પાછળનું કેરિયર (બોડી) બંને છૂટા પડીને રસ્તા પર ફંગોળાયા હતા.

શહેરા-લુણાવાડા હાઈવે પર અકસ્માત: એસટી સાથે ટક્કર બાદ ટેમ્પોના બે ટુકડા, મુસાફરોમાં ચીસાચીસ 2 - image

મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

અકસ્માત સમયે એસટી બસમાં સવાર મુસાફરોમાં ભારે ફાળ પડી હતી. જોરદાર ધડાકા સાથે થયેલા અકસ્માતને પગલે બસમાં ચીસાચીસ અને બુમરાણ મચી ગઈ હતી. જોકે, બસ ચાલકની સતર્કતા અને નસીબજોગે બસ પલટી ન ખાતા મોટી જાનહાનિ ટળી હતી. તે સમયે હાઈવેની બીજી લેન પર અન્ય કોઈ વાહન કે રાહદારી ન હોવાથી મોટી હોનારત બનતા રહી ગઈ હતી.

ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ટેમ્પો ચાલક ડભોઈથી રાજસ્થાનના પીટ સીમલ ખાતે તિજોરી-કબાટ ખાલી કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. ટેમ્પોના ફુરચા બોલી જતાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર રિક્ષા ચાલક દંપતીને કાળ ભરખી ગયો! પીકઅપ વાને પાછળથી ટક્કર મારતા બંનેના મોત

ટ્રાફિક જામના દ્રશ્યો

અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને ક્રેઈન મારફતે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 633 બુટલેગરોની યાદી કરી જાહેર, દારૂબંધી વચ્ચે ગુનાખોરી ડામવાનો પ્રયાસ | S…

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 633 બુટલેગરોની યાદી કરી જાહેર, દારૂબંધી વચ્ચે ગુનાખોરી ડામવાનો પ્રયાસ | S...

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર રિક્ષા ચાલક દંપતીને કાળ ભરખી ગયો! પીકઅપ વાને પાછળથી ટક્કર મારતા બંન…

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર રિક્ષા ચાલક દંપતીને કાળ ભરખી ગયો! પીકઅપ વાને પાછળથી ટક્કર મારતા બંન...

દાહોદમાં ખાખીની આડમાં દારૂનો ‘ધંધો’, કોન્સ્ટેબલ જ કરતા હતા હેરાફેરી, ને પાયલોટિંગ પણ પોલીસવાળાનું | …

દાહોદમાં ખાખીની આડમાં દારૂનો ‘ધંધો’, કોન્સ્ટેબલ જ કરતા હતા હેરાફેરી, ને પાયલોટિંગ પણ પોલીસવાળાનું | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ થકી કરી મનની વાત, ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શનનો પ્રારંભ, જૂઓ તસવીરો | Studen…

વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ થકી કરી મનની વાત, ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શનનો પ્રારંભ, જૂઓ તસવીરો | Studen…

4 months ago
SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો

SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો

9 months ago
મોરબી ભાજપ પ્રમુખના 700 કરોડના કાંડમાં EDના દરોડા કેમ પડતા નથી | Why are there no ED raids in the Rs…

મોરબી ભાજપ પ્રમુખના 700 કરોડના કાંડમાં EDના દરોડા કેમ પડતા નથી | Why are there no ED raids in the Rs…

7 months ago
૫૦ લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં સ્ટેટ ટ્રાફિક પોલીસ કર્મીની સંડોવણી | SOG founded involvement of st…

૫૦ લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં સ્ટેટ ટ્રાફિક પોલીસ કર્મીની સંડોવણી | SOG founded involvement of st…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News