gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શું મુંબઈનો 125 વર્ષ જૂનો એલફિંસ્ટન બ્રિજ તોડી પડાશે? જાણો શું છે વિવાદ | Mumbai 125 year old elphin…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2025
in INDIA
0 0
0
શું મુંબઈનો 125 વર્ષ જૂનો એલફિંસ્ટન બ્રિજ તોડી પડાશે? જાણો શું છે વિવાદ | Mumbai 125 year old elphin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Elphinstone Bridge To Be Demolished: મુંબઈનું હૃદય ગણાતો અને લગભગ 125 વર્ષ પહેલાં બનેલો એલફિંસ્ટન બ્રિજ પ્રભાદેવી અને પરેલ રેલ્વે સ્ટેશન પરથી પસાર થાય છે. તાજેતરમાં જ સરકારે તેને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે, અને તે પછી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડબલ-ડેકર બ્રિજ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, અને તેની જવાબદારી MMRDA ને સોંપવામાં આવી છે.

આ પુલના પાટા પર ડબલ-ડેકર બ્રિજ બનાવવા માટે પુલને તોડીને ઓપન વેબ ગર્ડર ડિઝાઇનનો ઉપયોગ કરી પૂનનિર્માણ કરવામાં આવશે. જેમાં 2+2 લેનનો સમાવેશ થાય છે. ત્યાર બાદ વર્લી-સેવરી કનેક્ટરનો ઉપરનો ડેક બનાવવામાં આવશે, જે તેની ઉપરથી પસાર થશે. એલફિંસ્ટન બ્રિજ શહેરમાં બ્રિટિશ યુગના પુલોમાંથી સૌથી નવો છે.

આ પણ વાંચો: ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર

મુંબઈમાં બ્રિટિશકાળના ઓવરબ્રિજ 

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ડેટા પરથી ખ્યાલ આવે છે કે, મુંબઈ શહેરને મજબૂત બનાવવા માટે 300થી વધુ પુલો બનાવેલા છે. જેમાથી શહેરના આશરે 22  બ્રિજનું નિર્માણ બ્રિટિશ યુગમાં થયેલું છે. જ્યારે કેટલાક બ્રિજનું મૂળ વર્ષ અનિશ્ચિત છે. શરૂઆતના કેટલાક પુલોમાં 1879માં સ્થાપિત હેનકોક બ્રિજ, 1887માં સ્થાપિત મઝગાંવ ખાતેનો ઓલિવેન્ટ બ્રિજ, 1893નો બેલાસિસ પુલ વગેરેનો સમાવેશ થાય છે.

‘બોમ્બે: ધ સિટીઝ વિધીન’ પુસ્તકમાં આપેલી માહિતી પ્રમાણે નવા રસ્તાઓ અને પુલોનું બાંધકામ 1800ના દાયકાના અંતમાં શરૂ થયું હતું, જ્યારે 1866 માં અસામાન્ય રીતે ભારે વરસાદના કારણે બોમ્બેના રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું અને બ્રિટિશ વહીવટીતંત્ર નવા પુલ બનાવવા માટે પ્રેરિત થયું હતું.

શું છે આખો વિવાદ 

એલફિંસ્ટન બ્રિજ 25 એપ્રિલથી બે વર્ષ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ત્રીજી વખત આ યોજના નિષ્ફળ રહી હતી. આ નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)દ્વારા લેવામાં આવ્યો છે, 125 વર્ષ જૂના આ પુલને તોડીને અહીં એક આધુનિક ડબલ-ડેકર ફ્લાયઓવર બનાવવામાં આવશે, પરંતુ પહેલા તેને 10 એપ્રિલે બંધ કરવાનું આયોજન હતું, પછી તેને 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ નાગરિકોના અભિપ્રાય લીધા પછી હવે 25 એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી પુલ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પછીથી ભારે વિરોધ બાદ હવે MMRDA એ વધુ બે દિવસનો સમય આપ્યો છે. જે લઈને સોમવારે એટલે કે 28 એપ્રિલ એક બેઠક પણ યોજાશે.

બ્રિજ બંધ થશે તો તેનો બીજો વિકલ્પ શું

ઉલ્લેખનીય છે કે, એલફિંસ્ટન બ્રિજ ઘણી હોસ્પિટલો અને વ્યવસાયિક વિસ્તારો સાથે જોડાયેલો છે. જેથી જો તે બંધ કરવામાં આવે તો લોકોને ભારે ટ્રાફિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે એક નવો ડાયવર્ઝન પ્લાન અમલમાં મૂક્યો છે. જે સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી તિલક બ્રિજ (દાદર), ચિંચપોકલી બ્રિજ પરેલ પૂર્વથી પ્રભાદેવી/લોઅર પરેલ તરફ બંને દિશામાં ખુલ્લો રહેશે. કરી રોડ બ્રિજ પર સમયાંતરે અવરજવર કરી શકાશે.

કેવો હશે મુંબઈનો ડબલ ડેકર બ્રિજ 

એલફિંસ્ટન બ્રિજની જગ્યાએ એક નવો 4.5 કિ.મી લાંબો ડબલ ડેકર ફ્લાયઓવર બનાવવામાં આવશે. જેને શિવરી-વર્લી એલિવેટેડ કલેક્ટર નામ આપવામાં આવ્યું છે. આ ફ્લાયઓવર અટલ સેતુ (પૂર્વ) થી શરૂ થઈને બાંદ્રા-વર્લી સી લિંક (પશ્ચિમ) સુધી જશે. પરેલ સ્ટેશનના નોર્થ ફૂટ ઓવર બ્રિજને હવે નોન-ટિકિટ ઝોન બનાવવામાં આવ્યો છે, જેથી સામાન્ય જનતા સરળતાથી મુસાફરી કરી શકે. આ ઉપરાંત, એક નવો સાઉથ ફૂટ ઓવર બ્રિજ પણ લગભગ તૈયાર છે જે ટૂંક સમયમાં ચાલુ કરી દેવામા આવશે.

આ પણ વાંચો: જ્યારે ગુજરાત પર હુમલા બાદ ભારતીય નેવીએ કરાંચી પર છોડી હતી મિસાઇલ: જાણો ઓપરેશન પાયથન વિશે

લેવલ 1: ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડને સેનાપતિ બાપટ માર્ગ સાથે જોડશે, તેમાં દરેક દિશામાં બે લેન હશે. 

લેવલ 2: અટલ સેતુને બાંદ્રા-વરલી સી લિંક સાથે જોડવામાં આવશે, આ પણ ચાર લેનનો હશે. રેલ્વે લાઇનો પાર કરવા માટે સ્ટીલ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે અને આ “પુશ-પુલ” ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેથી ટ્રેન સેવાઓને કોઈ અસર ન થાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…
INDIA

મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

May 13, 2026
તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…
INDIA

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

May 13, 2026
Next Post
બેવકૂફ છે બિલાવલ ભુટ્ટો, માનસિક સ્થિતિની તપાસ કરાવો: પાકિસ્તાનની ધમકી પર કેન્દ્રીય મંત્રીનો જવાબ | H…

બેવકૂફ છે બિલાવલ ભુટ્ટો, માનસિક સ્થિતિની તપાસ કરાવો: પાકિસ્તાનની ધમકી પર કેન્દ્રીય મંત્રીનો જવાબ | H...

ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર | India to Sig…

ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર | India to Sig...

VIDEO : ‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’, રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર | Rahul Gand…

VIDEO : ‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’, રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર | Rahul Gand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક મંચ પર દેખાયો ‘પવાર’ પરિવાર, અજિત-સુપ્રિયાએ NCPનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો | NCP Factions Reunit…

એક મંચ પર દેખાયો ‘પવાર’ પરિવાર, અજિત-સુપ્રિયાએ NCPનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો | NCP Factions Reunit…

4 months ago
સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સજા દરમિયાન ફરાર થયેલો કેદી ઝડપાયો | Prisoner who es…

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સજા દરમિયાન ફરાર થયેલો કેદી ઝડપાયો | Prisoner who es…

1 year ago
મોર્ડન પેન્ટાથલોન ચેમ્પિયન્સમાં ગુજરાતના ઓમ નરેશ કદમ અને ફોરમ બ્રહ્મભટ્ટે 38મી નેશનલ ગેમ્સમાં બ્રોન્…

મોર્ડન પેન્ટાથલોન ચેમ્પિયન્સમાં ગુજરાતના ઓમ નરેશ કદમ અને ફોરમ બ્રહ્મભટ્ટે 38મી નેશનલ ગેમ્સમાં બ્રોન્…

4 months ago
દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો | Bulldozer action…

દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો | Bulldozer action…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News