
Mohan Bhagwat: એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતને જ્યારે પૂછવામાં આવ્યું કે શું મુસ્લિમો અને ખ્રિસ્તી સમુદાયના લોકો પણ RSSમાં સામેલ થઈ શકે છે, ત્યારે તેમણે કહ્યું કે મુસલમાન અને ખ્રિસ્તી સમુદાય માટે પણ સંઘ ખુલ્લો છે. જોકે, આ દરમિયાન તેમણે એક શરત પણ મૂકી છે. આ પહેલા શનિવારે તેમણે કહ્યું હતું કે ભારતમાં કોઈ ‘અહિન્દુ’ નથી, કારણ કે બધા એક જ પૂર્વજોના વંશજ છે અને દેશની મૂળ સંસ્કૃતિ હિન્દુ છે.
શાખામાં માત્ર ‘ભારત માતાના સપૂત’
રવિવારે મોહન ભાગવતે કહ્યું કે, ‘મુસ્લિમ, ખ્રિસ્તી, કોઈ પણ સંઘમાં જોડાઈ શકે છે.










