![]()
મુંબઈ : ડ્રેગન-ચાઈના અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર વકરવાના એંધાણ મુજબ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈના પર ૧૦૦ ટકા ટેરિફ લાદ્યા બાદ તેમાં પાછીપાની કરવાના તાતપુરતા સંકેત આપ્યા બાદ ફરી ચાઈનાને ભીંસમાં લેવા વેપાર અંકુશો અને પ્રતિબંધના શસ્ત્ર ઉગામી ચાઈનાને અમેરિકાના સોયાબીનની આયાત નહીં કરવા બદલ અમેરિકા હવે ચાઈના સાથે કુકિંગ ઓઈલનો વેેપાર બંધ કરશે એવી ચીમકી આપતાં બન્ને દેશો વચ્ચે ટ્રેડ વોરને લઈ અનિશ્ચિતતા છતાં આજે એશીયા-પેસેફિક દેશોના બજારોમાં કોર્પોરેટ પરિણામોની પોઝિટીવ અસરે તેજી જોવાઈ હતી. ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ ઓવરસોલ્ડ પોઝિશન અને અમેરિકા સાથે ભારતના ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાના સંકેતોએ આજે ફંડો, ઓપરેટરોએ શોર્ટ કવરિંગની તેજી કરી હતી. તહેવારોની સીઝનમાં ઘરાકી વધવાની અપેક્ષાએ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી સાથે મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ, બેંકિંગ, ઓટો, ઓઈલ-ગેસ, રિયાલ્ટી શેરોમાં ફંડોનું શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. સેન્સેક્સ ૫૭૫.૪૫ પોઈન્ટ ઉછળીને ૮૨૬૦૫.૪૩ અને નિફટી ૫૦ સ્પોટ ૧૭૮.૦૫ પોઈન્ટ વધીને ૨૫૩૨૩.૫૫ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૦૩ પોઈન્ટ ઉછળ્યો : ક્રોમ્પ્ટન, વ્હર્લપુલ, એશીયન પેઈન્ટ, બ્લુ સ્ટાર વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે પસંદગીના વેલ્યુબાઈંગે તેજી જોવાઈ હતી. ક્રોમ્પ્ટન રૂ.૮.૩૫ વધીને રૂ.૨૮૮.૪૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૧.૯૦ વધીને રૂ.૧૧૮૫.૪૦, એશીયન પેઈન્ટ રૂ.૫૮.૨૦ વધીને રૂ૨૩૭૪.૯૦, બ્લુ સ્ટાર રૂ.૩૮.૧૫ વધીને રૂ.૧૯૧૮.૫૦, કલ્યાણ જવેલર્સ રૂ.૭.૬૫ વધીને રૂ.૪૭૭, વોલ્ટાસ રૂ.૧૯.૮૫ વધીને રૂ.૧૪૧૧.૫૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૦૨.૭૮ પોઈન્ટ વધીને ૫૯૨૩૮.૪૭ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું આકર્ષણ : હિન્દુસ્તાન એરોનોટિક્સ, મઝગાંવ ડોક, ભેલ, સીજી પાવર વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ આજે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની તેજી કરી હતી. હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૯૮.૪૫ વધીને રૂ..૪૮૪૫.૬૦, મઝગાંવ ડોક રૂ.૫૪.૫૦ વધીને રૂ.૨૮૫૧.૯૦, પીટીસીઆઈએલ રૂ.૩૨૨.૫૦ વધીને રૂ.૧૬,૮૪૯.૨૫, ભેલ રૂ.૩.૭૦ વધીને રૂ.૨૩૫.૮૦, સીજી પાવર રૂ.૧૧.૫૫ રૂ.૭૫૭.૧૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૬ વધીને રૂ.૪૦૮.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૯૭.૯૮ પોઈન્ટ વધીને ૬૯૦૮૬.૬૮ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશનનું કવરિંગ : ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ, સેઈલ વધ્યા
અમેરિકા અને ચાઈના વચ્ચે વકરતાં ટ્રેડ વોરને કારણે મેટલ-માઈનીંગ શેરોમાં પાછલા દિવસોમાં મોટી વેચવાલી બાદ આજે ઓવરસોલ્ડ પોઝિશન કવર થતી જોવાઈ હતી. સંવત ૨૦૮૨માં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સરકાર દ્વારા મોટા મૂડી ખર્ચની સંભાવનાએ મેટલ સહિતની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ ફંડોએ આજે ઘટાડે પસંદગીની ખરીદી પણ કરી હતી. ટાટા સ્ટીલ રૂ.૨.૭૫ વધીને રૂ.૧૭૩.૧૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૭.૬૦ વધીને રૂ.૫૧૩.૧૫, નાલ્કો રૂ.૨.૯૦ વધીને રૂ.૨૨૬.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૨.૬૦ વધીને રૂ.૧૧૬૦.૩૫, સેઈલ રૂ.૧.૪૦ વધીને રૂ.૧૩૦.૨૫, લોઈડ્સ મેટલ રૂ.૧૩.૮૫ વધીને રૂ.૧૩૪૩.૮૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૭.૪૦ વધીને રૂ.૭૮૩.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૨૯.૬૬ પોઈન્ટ વધીને ૩૩૮૫૭.૨૧ બંધ રહ્યો હતો.
બેેંકિંગ શેરોમાં સિલેક્ટિવ વેલ્યુબાઈંગ : બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ઘટાડે સિલેક્ટિવ વેલ્યુબાઈંગ થયુ હતું. બેંક ઓફ બરોડા રૂ.૪.૩૫ વધીને રૂ.૨૬૮.૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૩૦ વધીને રૂ.૮૮૬.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૪.૩૦ વધીને રૂ.૧૩૯૮.૪૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૧૮.૭૮ પોઈન્ટ વધીને ૬૩૯૩૭.૨૧ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં વેચવાલી : જેનીસિસ ઈન્ટરનેશનલ રૂ.૮૨ ઉછળ્યો : માઈન્ડટેક, ક્વિક હિલ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પસંદગીની તેજી રહી હતી. જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૮૨.૩૦ ઉછળીને રૂ.૫૬૪.૧૫, માઈન્ડટેક રૂ.૨૭.૬૫ વધીને રૂ.૨૮૧.૭૫, ક્વિક હિલ રૂ.૩૨.૯૦ વધીને રૂ.૩૪૧.૯૫, પર્સિસ્ટન્ટ રૂ.૩૯૮.૫૦ વધીને રૂ.૫૭૨૨.૭૫, મોસચીપ રૂ.૧૨ વધીને રૂ.૨૬૫, કોફોર્જ રૂ.૬૫.૫૫ વધીને રૂ.૧૭૬૬.૧૦, ઈન્ટેલેક્ટ રૂ.૩૮.૦૫ વધીને રૂ.૯૯૫.૪૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૯૯.૬૩ પોઈન્ટ વધીને ૩૪૬૧૬.૩૪ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં ઘટાડે કવરિંગની તેજી : ઓઈલ, બીપીસીએલ, એચપીસીએલ, ઓએનજીસી વધ્યા
ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોએ આજે ઘટાડે ફંડોએ શોર્ટ કવરિંગ કર્યું હતું. ઓઈલ ઈન્ડિયા રૂ.૮.૫૫ વધીને રૂ.૪૨૨.૬૫, બીપીસીએલ રૂ.૫.૪૦ વધીને રૂ.૩૩૭.૮૦, એચપીસીએલ રૂ.૬.૪૦ વધીને રૂ.૪૪૮.૬૫, ઓએનજીસી રૂ.૨.૯૫ વધીને રૂ.૨૪૭.૮૫, પેટ્રોનેટ રૂ.૩ વધીને રૂ.૨૭૯.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૪૯.૭૮ પોઈન્ટ વધીને ૨૭૨૮૪.૭૮ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં આકર્ષણ : શોભા ડેવલપર્સ રૂ.૬૮ વધીને રૂ.૧૫૦૮ : પ્રેસ્ટિજ, બ્રિગેડ, ગોદરેજ વધ્યા
રિયાલ્ટી કંપનીઓના શેરોમાં પણ આજે ઘટાડે આકર્ષણ રહ્યું હતું. શોભા ડેવલપર્સ રૂ.૬૭.૮૦ વધીને રૂ.૧૫૦૮.૦૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૭૩.૬૫ વધીને રૂ.૧૬૭૬.૬૦, બ્રિગેડ રૂ.૪૧.૧૦ વધીને રૂ.૯૫૬.૧૦, સિગ્નેચર રૂ.૪૨.૮૦ વધીને રૂ.૧૦૪૪.૦૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૭૬.૧૫ વધીને રૂ.૨૧૩૪.૯૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે પસંદગીની તેજીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૪૨૯ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ,એ ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં આજે ઘટાડે પસંદગીની ખરીદી રહેતાં અને ઓવરસોલ્ડ પોઝિશન હળવી થવાના પરિણામે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૨૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૮૬થી વધીને ૨૪૨૯ અને ઘટનારની સંખ્યા ૨૯૩૫થી ઘટીને ૧૭૪૯ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૬૩.૭૮ લાખ કરોડ
શેરોમાં આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીના વેલ્યુબાઈંગે શેરોમાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૬૩.૭૮ લાખ કરોડ પહોંચ્યું હતું.










