gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રાવણ માસમાં ફૂલોની માંગમાં 100%નો ઉછાળો, વડોદરામાં મહારાષ્ટ્રથી રોજ આવે છે 30,000 કિલોથી વધુ ફૂલ |…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
શ્રાવણ માસમાં ફૂલોની માંગમાં 100%નો ઉછાળો, વડોદરામાં મહારાષ્ટ્રથી રોજ આવે છે 30,000 કિલોથી વધુ ફૂલ |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Shravan 2025 : શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવભક્તિનો માહોલ ચરમસીમાએ છે, અને તેની સીધી અસર ફૂલ બજાર પર જોવા મળી રહી છે. જેમાં વડોદરા શહેરના તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડતાં ફૂલોની માંગમાં 100%નો જબરદસ્ત વધારો નોંધાયો છે. પરિણામે ફૂલોના ભાવ પણ બે ગણા થઈ ગયા છે અને રસ્તાઓ પર રૂ.30માં મળતો ફૂલનો હાર હવે રૂ.70થી રૂ.80માં વેચાઈ રહ્યો છે.

મહારાષ્ટ્રથી આવે છે રોજ 30,000 કિલોથી વધુ ફૂલ

ફૂલ બજારના હોલસેલ વેપારીઓના જણાવ્યા અનુસાર, ગુલાબ સિવાયના મોટાભાગના ફૂલો હાલ મહારાષ્ટ્રના વિવિધ ગામોમાંથી આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં મહારાષ્ટ્રથી ફૂલનો જથ્થો લઈને સરેરાશ 8થી 10 પિકઅપ વાન વડોદરા આવે છે, પરંતુ શ્રાવણ માસના કારણે આ આંકડો વધીને રોજ 18થી 20 પિકઅપ વાન પર પહોંચી ગયો છે. આ વાહનોમાં આવતા ફૂલનું કુલ વજન 30 હજાર કિલોગ્રામથી પણ વધુ થાય છે. મુખ્યત્ત્વે પીળા અને કેસરી ગલગોટા તેમજ વ્હાઇટ સેવંતી મહારાષ્ટ્રથી આવે છે. જ્યારે ગુલાબ, મોગરો, જુઈ અને લીલી જેવા ફૂલો વડોદરા આસપાસના સ્થાનિક ગામડાઓમાંથી આવે છે.

શિવભક્તિ અને તહેવારોની મોસમ: ફૂલોની માંગ વધવાના કારણો

શ્રાવણ માસમાં ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શિવના દર્શનાર્થે મંદિરોમાં જાય છે. આ ઉપરાંત, મહિનામાં આવતા તહેવારોમાં પણ મહિલાઓ દ્વારા થતી પૂજા-વિધિમાં ફૂલોનો વ્યાપક ઉપયોગ કરાય છે. મંદિરોમાં શિવલિંગ પર ફૂલ અને હાર ચઢાવવાથી માંડીને ઘરમાં થતી પૂજા માટે પણ ફૂલોની જરૂર પડતી હોવાથી તેની માંગમાં અનેકગણો વધારો થયો છે. એક પિકઅપ વાનમાં લગભગ 1500 કિલોગ્રામ ફૂલ સમાય છે, જે દર્શાવે છે કે આ સમયગાળામાં ફૂલોનો કેટલો વિશાળ જથ્થો વડોદરા આવી રહ્યો છે. વડોદરા આસપાસના નારેશ્વર, ઇંટાલા, બામણગામ, મોટીકોરલ, પાદરા અને કરજણ જેવા વિસ્તારોમાંથી ગુલાબનો મોટો જથ્થો આવે છે.

ભાવમાં બેફામ વધારો: મોગરો અને જુઈ રૂ.1 હજારને પાર!

ફૂલોની માગ ડબલ થતાં તેના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. હોલસેલ વેપારીઓ વજન પર ફૂલનું વેચાણ કરે છે અને નાના વેપારીઓ તેમાંથી હાર બનાવી કે છૂટકમાં વેચીને નફો રળે છે. શ્રાવણ માસમાં ખાસ કરીને સોમવાર અને શનિવારે ફૂલોની માંગ સૌથી વધુ રહે છે.

ફૂલનો પ્રકાર સામાન્ય દિવસોમાં ભાવ (પ્રતિ કિલો.) હાલના ભાવ (પ્રતિ કિલો.)
ગુલાબ ₹50થી ₹60 ₹150થી ₹200
ગલગોટા ₹30થી ₹40 ₹80થી ₹100
હાર ₹30થી ₹40 ₹70થી ₹80
મોગરો ₹300થી ₹400 ₹1000
જુઈ ₹300થી ₹400 ₹1200

મોગરા અને જુઈ જેવા સુગંધિત ફૂલોના ભાવ તો રૂ.1000 અને રૂ.1200 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા છે, જે સામાન્ય દિવસો કરતાં ત્રણથી ચાર ગણા વધારે છે.

આ પણ વાંચો: સુરતમાં તાપી નદીના કિનારે શીતળા સાતમની ઉજવણી, 5Gના યુગમાં પણ શ્રદ્ધા અને પરંપરા અકબંધ

વડોદરા: મધ્ય ગુજરાતનું ફૂલ બજારનું કેન્દ્ર

વડોદરા માત્ર સ્થાનિક માગને જ નહીં, પરંતુ સમગ્ર મધ્ય ગુજરાતમાં ફૂલોનો સપ્લાય કરે છે. રોજ સવારે ચાર વાગ્યાથી જ ફૂલો ભરેલા ટેમ્પા આવવા માંડે છે અને નડિયાદ, આણંદ, પાવાગઢ, દાહોદ, ગોધરા, રાજપીપળા અને ભરુચ જેવા ત્રણથી ચાર જિલ્લાના વેપારીઓ અહીં ફૂલોની ખરીદી કરવા આવે છે. ફૂલોની ખેતી કરતાં ખેડૂતો પણ સવારે થેલા ભરીને પોતાના ફૂલો વેચવા આવે છે. આ તમામ પ્રવૃત્તિને કારણે વડોદરાના ફૂલ બજારમાં રોજ રૂ.30થી રૂ.40 લાખનો કારોબાર થતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ, શ્રાવણ માસ વડોદરાના ફૂલ વેપારીઓ માટે સમૃદ્ધિ લઈને આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…
GUJARAT

વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…

February 14, 2026
PHOTO: જૂનાગઢ શિવરાત્રી મેળામાં ‘બાલસ્વરૂપ નાગા સાધુ’ અને ‘કબૂતરવાળા બાપુ’ આકર્ષણનું કેન્દ્ર | Junag…
GUJARAT

PHOTO: જૂનાગઢ શિવરાત્રી મેળામાં ‘બાલસ્વરૂપ નાગા સાધુ’ અને ‘કબૂતરવાળા બાપુ’ આકર્ષણનું કેન્દ્ર | Junag…

February 14, 2026
વડોદરાના હરણીના બસ સ્ટેન્ડ પરથી મુસાફરનું પાકીટ ચોરી ગઠીયાએ ATM કાર્ડમાંથી રૂ.40,000 ઉપાડી લીધા | th…
GUJARAT

વડોદરાના હરણીના બસ સ્ટેન્ડ પરથી મુસાફરનું પાકીટ ચોરી ગઠીયાએ ATM કાર્ડમાંથી રૂ.40,000 ઉપાડી લીધા | th…

February 14, 2026
Next Post
કચ્છ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો હલ્લાબોલ, શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે ઉગ્ર વિરોધ | kutch district …

કચ્છ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો હલ્લાબોલ, શાળાઓમાં શિક્ષકોની ઘટ મુદ્દે ઉગ્ર વિરોધ | kutch district ...

શ્રાવણમાં દારૂની રેલમછેલ: જામનગરના ધ્રોલમાંથી 68 લાખનો દારૂ ઝડપાયો, 12 આરોપી ફરાર | Liquor worth Rs …

શ્રાવણમાં દારૂની રેલમછેલ: જામનગરના ધ્રોલમાંથી 68 લાખનો દારૂ ઝડપાયો, 12 આરોપી ફરાર | Liquor worth Rs ...

ગૌ પ્રેમીઓ અને ગ્રામજનોનો ગ્રામ પંચાયતના આદેશ પર ફૂટ્યો ગુસ્સો, ગ્રામ પંચાયત ગાયો માટે ઉચિત નિર્ણય ન…

ગૌ પ્રેમીઓ અને ગ્રામજનોનો ગ્રામ પંચાયતના આદેશ પર ફૂટ્યો ગુસ્સો, ગ્રામ પંચાયત ગાયો માટે ઉચિત નિર્ણય ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુદ્દત પૂર્ણ થવાના એક દી પહેલાં જ ભવનાથના મહંતની નિમણૂક રદ્દ | Appointment of Bhavnath’s Mahant canc…

મુદ્દત પૂર્ણ થવાના એક દી પહેલાં જ ભવનાથના મહંતની નિમણૂક રદ્દ | Appointment of Bhavnath’s Mahant canc…

7 months ago
અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું, હાથ જોડી માફી માંગી | Poli…

અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું, હાથ જોડી માફી માંગી | Poli…

10 months ago
‘AAPના લોકો જાણીજોઈને પ્રદૂષણ વધારી રહ્યા છે’ પર્યાવરણ મંત્રી સિરસાનો આક્ષેપ | Manjinder Singh Sirsa…

‘AAPના લોકો જાણીજોઈને પ્રદૂષણ વધારી રહ્યા છે’ પર્યાવરણ મંત્રી સિરસાનો આક્ષેપ | Manjinder Singh Sirsa…

2 months ago
સાવરકુંડલાના યુવાનને છેતરનારી નાઇજીરિયન મહિલાને 7 વર્ષ કેદ

સાવરકુંડલાના યુવાનને છેતરનારી નાઇજીરિયન મહિલાને 7 વર્ષ કેદ

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News