
– સ્થાપનાના 100 વર્ષની ઉજવણીમાં સામેલ થઇ મોદીએ સંઘના વખાણ કર્યા
– જુઠા કેસો ચલાવાયા, પ્રતિબંધ મુકવા પ્રયાસ છતા સંઘ અડીખમ રહ્યું અને દેશની એકતા માટે કામ કર્યું : વડાપ્રધાન
– ઘુસણખોરોને કારણે દેશની ડેમોગ્રાફી બદલાઇ રહી છે જે નાગરિકો મોટો બહુ મોટો ખતરો : વડાપ્રધાન
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસની સ્થાપનાના ૧૦૦ વર્ષની ઉજવણીમાં સામેલ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની એકતા અને વૈવિધ્યતા પર ભાર મુક્યો હતો. અને કહ્યું હતું કે જો આ એકતા અને વૈવિધ્યતાના સિદ્ધાંતો તુટી પડશે તો દેશની તાકાત ક્ષીણ થઇ જશે. આ દરમિયાન મોદીએ દેશના જુદા જુદા હિસ્સામાં ગેરકાયદે રહેતા ઘુસણખોરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.










