![]()
Renuka Chowdhury On Dog Controversy: સંસદ ભવન પરિસરમાં પોતાની કારમાં શ્વાન લાવ્યા બાદ કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી વિવાદોમાં ઘેરાતા દેખાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યસભામાં તેમની વિરુદ્ધ વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. જોકે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ વિવાદ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, એવું લાગે છે કે આજકાલ આ જ ચર્ચાનો વિષય બની ગયો છે. આજે સંસદની બહાર જ્યારે રેણુકાને પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓ શ્વાનની જેમ ભસવા લાગ્યા અને કહ્યું કે બીજુ શું બોલું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવામાં આવશે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે જ્યારે આવશે ત્યારે જડબાતોડ જવાબ આપીશ.
VIDEO | Parliament Winter Session: Congress MP Renuka Chowdhury reacts over reports that the Rajya Sabha is considering initiating a privilege motion against her over her recent remarks involving dogs, says, “I will see when it will be brought… I will give a befitting reply…”… pic.twitter.com/yXifawrLT3
— Press Trust of India (@PTI_News) December 3, 2025
રાહુલ ગાંધીનો કટાક્ષ
કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ સંસદ ભવનમાં એક રખડતા શ્વાનને લઈને વકરેલા વિવાદ વચ્ચે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કટાક્ષમાં કહ્યું હતું કે, ‘મને લાગે છે કે આજકાલ આવી બાબતો જ દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.’
રેણુકા ચૌધરીએ પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું કે, ‘જો તેઓ મારી વિરુદ્ધ વિશેષાધિકાર હનનો પ્રસ્તાવ લાવવા માગતા હોય તો લાવવા દો મને કોઈ ફરક નથી પડતો. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ સંસદમાં બળદગાડું લઈને આવ્યા હતા. હિન્દુ ધર્મમાં શ્વાનનું ખૂબ મહત્વ છે. એવો કોઈ નિયમ નથી જેનું મેં ઉલ્લંઘન કર્યું હોય. મને કોઈ ફરક નથી પડતો.’
આ પણ વાંચો: દિલ્હી MCDની ચૂંટણીમાં ઉલટફેર, ભાજપે બે સીટ ગુમાવી, AAP ગઢ બચાવવામાં સફળ, કોંગ્રેસ ફાયદામાં
રેણુકા ચૌધરી સોમવારે પોતાની કારમાં એક રખડતા શ્વાનને લઈને સંસદ પહોંચ્યા હતા
કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી સોમવારે પોતાની કારમાં એક રખડતા શ્વાનને લઈને સંસદ પહોંચ્યા હતા, જેના કારણે વિવાદ ઊભો થયો હતો અને શાસક પક્ષના સાંસદોએ તેમના પર નાટક કરવાનો આરોપ લગાવ્યો હતો. વિવાદ વચ્ચે રેણુકાએ કહ્યું કે, ‘જે લોકો અંદર બેઠા છે તેઓ કરડે છે, શ્વાન કરડતા નથી. હું રખડતા પ્રાણીને ઉઠાવીને પશુચિકિત્સક પાસે લઈ જઈ રહી હતી.’ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ‘સરકારને પ્રાણીઓ પસંદ નથી અને શાસક પક્ષના સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, રખડતા શ્વાનને બચાવવા સામે કોઈ કાયદો નથી.’ જ્યારે તેમની કારમાં શ્વાન હોવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મીડિયાને કહ્યું કે, ‘આ સરકારને પ્રાણીઓ પસંદ નથી. પ્રાણીઓ બોલી નથી શકતા. તે શ્વાન કારમાં હતો તો પછી તેમને શું સમસ્યા છે? તે ખૂબ નાનું છે, શું તમને લાગે છે કે તે કરડશે? સંસદની અંદર બેઠેલા લોકો કરડે છે, શ્વાન નહીં.’










