gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા | Three accused in gang ra…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
સગીરા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા | Three accused in gang ra…
2
VIEWS
Share on FacebookShare on Twitter

કલોલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ઃ  સાત વર્ષ અગાઉ

દવાખાને લઈ જવાની લાલચ આપી નિઃસહાય હાલતમાં મૂકી
આરોપીઓએ  કૃત્ય આચર્યું ઃ કોર્ટ
, સગીરાને પાંચ લાખ
રૃપિયાનું વળતર ચૂકવવા હુકમ

ગાંધીનગર :  ગાંધીનગરના કલોલ ખાતેની પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટે એક
સગીર વયની બાળકી પર આચરવામાં આવેલા બળાત્કાર અને ગેંગરેપના કેસમાં સમાજમાં દાખલો
બેસે તેવો સીમાચિહ્નરૃપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ત્રણેય આરોપીઓને કસૂરવાર ઠેરવીને
આજીવન કેદ એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે.
સગીરાને પાંચ લાખ રૃપિયા વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત ૧૧ જુલાઈ ૨૦૧૮ના રોજ
ગાંધીનગર તાલુકાના ટીટોડા કરસનપુરા ગામે રહેતા યુવાન વિપુલ અમરતજી ઠાકોર દ્વારા
ગાંધીનગર તાલુકાના ગામમાંથી એક સગીરાને લલચાવી ફોસલાવીને બાઈક ઉપર તેનું અપહરણ
કર્યું હતું અને ત્યારબાદ આ સગીરાને સઈજ ગામે એક ખેતરમાં લઈ ગયો હતો
, જ્યાં રાત્રિના
સમયે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી
હતી. એટલું જ નહીં દુષ્કર્મ બાદ વિપુલે સગીરાને શેરીસા કેનાલ પર ઉતારી દીધી હતી.
સગીરા ત્યાં એકલી હતી ત્યારે શેરીસા ગામમાં કાનજીવાસ ખાતે રહેતા અરવિંદ મહિલાજી
ઠાકોર અને બળદેવજી ઉર્ફે પપ્પુ ઉર્ફે ભાણો રમણજી ઠાકોર ત્યાં બાઈક પર આવ્યા હતા.
સગીરાની એકલતાનો લાભ લઈને બળજબરીથી નજીકના નેળિયામાં લઈ ગયા હતા. ત્યાં હાજર તેમના
મિત્રોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો
,
પરંતુ આ બંને યુવાનોએ તેમને ધમકાવીને કાઢી મૂક્યા હતા. ત્યારબાદ અરવિંદ અને
બળદેવજીએ વારાફરતી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. અન્ય એક આરોપીએ સગીરા સાથે
બળાત્કાર કરવાનો પ્રયાસ કરી તેનો ડ્રેસ પણ ફાડી નાખ્યો હતો. જોકે આ સમયે કોઈ
વાહનની લાઈટનું અજવાળું આવતા આ યુવાનો સગીરાને એકલી મૂકીને નસી છૂટયા હતા જે
સંદર્ભે કલોલના સાતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસ કલોલના પાંચમા
એડિશનલ સેશન્સ જજશ્રી બી આર રાજપૂતની કોર્ટમાં સ્પેશિયલ પોકસો કેસ નંબર ૧૪-૨૨
તરીકે ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ પંડયા
, આર.એલ.પટેલ અને જીગ્નેશ જોશીએ હાજર રહ્યા હતા કેસના અંતે
સરકારી વકીલ જીગ્નેશ જોશીએ દલીલ કરી હતી કે
,
પીડિતા સગીર વયની છે અને આરોપીઓએ તેના ભોળપણનો લાભ લઈ હેવાનિયતભર્યું કૃત્ય
કર્યું છે
, જે
પીડિતા અને તેના પરિવાર માટે આજીવન દુઃસ્વપ્ન સમાન છે. જેથી આ કેસમાં આરોપીઓને
સમાજમાં દાખલો બેસે તે રીતે સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આરોપી આવું કૃત્ય
કરવાનું વિચારે પણ નહીં. આ દલીલો ગ્રાહ્ય રાખ્યા બાદ કોર્ટ પણ એવા તારણમાં આવી હતી
કે
,આરોપીઓએ પીડિતાને
નિઃસહાય હાલતમાં મૂકીને નિર્મમ કૃત્ય કર્યું છે. જેથી ત્રણેય આરોપીઓ વિપુલ અમૃતજી
ઠાકોર
, અરવિંદ
મહિલાજી ઠાકોર અને બળદેવજી ઠાકોરને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા અને પ્રત્યેકને
પચાસ હજારનો દંડ ફટકાર્યો હતો.

બે આરોપીઓ જામીન ઉપર છૂટયા બાદ હજી ફરાર

કલોલના આ સામૂહિક બળાત્કારના ગુનામાં આજે કોર્ટ દ્વારા
આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે ત્યારે અરવિંદ ઠાકોર અને
બળદેવ ઠાકોર જામીન ઉપર છુટયા ફરાર થઈ ગયા છે. જેથી કોર્ટે તેમની સામે પકડ વોરંટ પણ
ઇશ્યુુ કર્યું હતું અને તેમના પકડાયા બાદ તેમની આજીવન કેદની સજા અમલમાં આવશે તેવો
હુકમ પણ કર્યો હતો. જ્યારે સગીરાને વિકટીમ કોમ્પેન્સેસન સ્કીમ હેઠળ પાંચ લાખ
રૃપિયાનું વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
આણંદમાં નોકરી કરતી યુવતી પર સુરતના યુવકે દુષ્કર્મ ગુજારીને રૂ. 28 લાખ પડાવ્યાની ફરિયાદ | Complaint f…

આણંદમાં નોકરી કરતી યુવતી પર સુરતના યુવકે દુષ્કર્મ ગુજારીને રૂ. 28 લાખ પડાવ્યાની ફરિયાદ | Complaint f...

એક કરોડની છેતરપિંડી આચરનાર અમદાવાદનો શખ્સ ગિરફ્તાર | Ahmedabad man arrested for committing fraud of …

એક કરોડની છેતરપિંડી આચરનાર અમદાવાદનો શખ્સ ગિરફ્તાર | Ahmedabad man arrested for committing fraud of ...

બ્રિજ મામલે રાજકીય આક્ષેપ બાજી શરુ, ૧૩ બ્રિજ માટે કોન્ટ્રાકટરોને ૧૮૨ કરોડની લહાણીનો વિપક્ષનો આક્ષેપ …

બ્રિજ મામલે રાજકીય આક્ષેપ બાજી શરુ, ૧૩ બ્રિજ માટે કોન્ટ્રાકટરોને ૧૮૨ કરોડની લહાણીનો વિપક્ષનો આક્ષેપ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે | New rule…

SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે | New rule…

6 months ago
‘મારા પિતાએ મુસ્લિમને સીએમ બનાવવા માગ કરી હતી પણ…’, ચિરાગ પાસવાનનું મોટું નિવેદન | Chirag Paswan D…

‘મારા પિતાએ મુસ્લિમને સીએમ બનાવવા માગ કરી હતી પણ…’, ચિરાગ પાસવાનનું મોટું નિવેદન | Chirag Paswan D…

10 months ago
રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્…

રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્…

4 months ago
નડિયાદમાં ચાઈનીઝ દોરીથી યુવતીનું ગળું કપાયું, સદનસીબે જીવ બચ્યો | A young woman throat was slit with…

નડિયાદમાં ચાઈનીઝ દોરીથી યુવતીનું ગળું કપાયું, સદનસીબે જીવ બચ્યો | A young woman throat was slit with…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News