![]()
Dwarka Demolition: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારે (23 સપ્ટેમ્બર) પણ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. ચરકલાથી દ્વારકા જતા રસ્તા પર દબાણો હટાવાયા છે. સરકારી જમીન પર બનાવવામાં આવેલા ગેરકાયદે ભવનોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે, હજુ પણ આ ગેરકાયદે ભવનો પરની કાર્યવાહી શરૂ છે.
આ પણ વાંચોઃ આશિકે જ જીવ લીધો! નવસારીમાં લીવ ઈન પાર્ટનર સાથે ઝઘડો થતાં યુવતીની હત્યા, આરોપી ફરાર
સતત બે દિવસથી શરૂ છે ડિમોલિશનની કાર્યવાહી
મળતી માહિતી મુજબ, સોમવારથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સોમવારે (22 સપ્ટેમ્બર) પણ મોટી સંખ્યામાં સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલા ભવનો દૂર કરવામાં આવ્યા હતા. ગઈકાલે નેશનલ હાઇવે ઓથોરિટી વિભાગની જગ્યા પર કરવામાં આવેલા ધાર્મિક દબાણો સરકારી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. એવામાં મંગળવારે ફરી આ કાર્યવાહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં SSV સ્કૂલની વાન પલટી ખાઈ જતા 14 વિદ્યાર્થીઓને ઈજા, જાનહાનિ ટળી
તંત્રએ પાઠવી હતી નોટિસ
નોંધનીય છે કે, તંત્ર દ્વારા આ તમામ બાંધકામો સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે સરકારી નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, નોટિસ બાદ પણ આ ભવનો ખાલી ન કરતા તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં બુલડોઝર દ્વારા આ ભવનો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી આગળ પણ શરૂ રહેશે.










