gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરકારી કોલેજમાં અભ્યાસ કરવાથી સરકારી નોકરીનો અધિકાર ન મળે: સુપ્રીમ કોર્ટે રદ કર્યો હાઈકોર્ટનો ચુકાદો…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in INDIA
0 0
0
સરકારી કોલેજમાં અભ્યાસ કરવાથી સરકારી નોકરીનો અધિકાર ન મળે: સુપ્રીમ કોર્ટે રદ કર્યો હાઈકોર્ટનો ચુકાદો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Overturns HC Order: સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે માત્ર સરકારી શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવાથી કે ડિગ્રી મેળવવાથી કોઈ ઉમેદવારને સરકારી નોકરીમાં સીધી નિમણૂક મેળવવાનો કાયદેસરનો અધિકાર પ્રાપ્ત થતો નથી. ન્યાયાધીશ રાજેશ બિંદલ અને મનમોહન સિંહની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના અગાઉના આદેશને ઉલટાવી દીધો છે, જેમાં હાઈકોર્ટે નર્સિંગના વિદ્યાર્થીઓને નોકરી આપવા સરકારને આદેશ કર્યો હતો.

શું હતો સમગ્ર વિવાદ?

અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશમાં આયુર્વેદિક નર્સિંગ તાલીમ અભ્યાસક્રમમાં વર્ષોથી એવી પ્રથા હતી કે સરકારી સંસ્થામાં તાલીમ લેનારા તમામ (મર્યાદિત 20 બેઠકો) ઉમેદવારોને સીધી સ્ટાફ નર્સ તરીકે નોકરી મળી જતી હતી. જોકે, 2011 પછી સરકારે આ નીતિ બદલી અને ખાનગી સંસ્થાઓને પણ આ કોર્સ શરૂ કરવાની મંજૂરી આપી. જેના કારણે લાયક ઉમેદવારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો. ભાવના મિશ્રા અને અન્ય વિદ્યાર્થીઓએ ‘જૂની પ્રથા’ મુજબ નોકરીની માંગ કરતા હાઈકોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેની સામે યુપી સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.

આ પણ વાંચો: સસ્તું ઓઈલ ખરીદવું એ પ્રાથમિકતા, નીતિ નહીં બદલીએ : ભારતનો અમેરિકાને જવાબ

સુપ્રીમ કોર્ટનું મહત્વનું અવલોકન

સુપ્રીમ કોર્ટે નોકરીની માંગને નકારી કાઢતા જણાવ્યું હતું કે, ‘સરકારી સંસ્થામાં નોંધણી કરાવવાથી સરકારી નોકરીમાં નિમણૂક થવાની અપેક્ષા રાખી શકાય નહીં, ખાસ કરીને જ્યારે ભરતીની નીતિમાં ફેરફાર થયો હોય. અગાઉ માત્ર 20 બેઠકો હતી ત્યારે સીધી ભરતી થતી હતી, પરંતુ હવે જ્યારે હજારો ઉમેદવારો લાયક છે, ત્યારે સરકાર જૂની પ્રથા ચાલુ રાખવા બંધાયેલી નથી.

કોર્ટે સ્વીકાર્યું કે ખાનગી સંસ્થાઓના પ્રવેશ બાદ સ્પર્ધા વધી છે, તેથી સરકારે પોતાની કોલેજોના વિદ્યાર્થીઓને આપમેળે નિયુક્ત કરવાની પ્રથા બંધ કરવી એ વાજબી નિર્ણય છે. આ ચુકાદાથી હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સરકારી સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓ પણ સામાન્ય ભરતી પ્રક્રિયા કે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી પસાર થયા વિના નોકરીનો દાવો કરી શકશે નહીં. સરકારી નોકરી માટે લાયકાત અને નિર્ધારિત પસંદગી પ્રક્રિયા જ સર્વોપરી રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે 16 લોકોને કચડતાં અફરાતફરી, 1નું મોત | Jaipur Car Acciden…

રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે 16 લોકોને કચડતાં અફરાતફરી, 1નું મોત | Jaipur Car Acciden...

ગુજરાત વન વિભાગનો ઐતિહાસિક નિર્ણય, 427 વનરક્ષકોને વનપાલ તરીકે બઢતી અપાઈ | Gujarat Forest Dept Promot…

ગુજરાત વન વિભાગનો ઐતિહાસિક નિર્ણય, 427 વનરક્ષકોને વનપાલ તરીકે બઢતી અપાઈ | Gujarat Forest Dept Promot...

વડોદરામાં જૂની કલેકટર કચેરી પાસેથી ચોરી કરેલી બાઈક સાથે આધેડ વાહન ચોર પકડાયો | vehicle thief caught …

વડોદરામાં જૂની કલેકટર કચેરી પાસેથી ચોરી કરેલી બાઈક સાથે આધેડ વાહન ચોર પકડાયો | vehicle thief caught ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફ…

જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફ…

12 months ago
VIDEO : ગર્લફ્રેન્ડને બોય્ઝ હોસ્પિટલમાં લઈ જવા સૂટકેસમાં પૂરી, પછી આ રીતે પોલ ખુલી! | Boy hid girlfr…

VIDEO : ગર્લફ્રેન્ડને બોય્ઝ હોસ્પિટલમાં લઈ જવા સૂટકેસમાં પૂરી, પછી આ રીતે પોલ ખુલી! | Boy hid girlfr…

12 months ago
માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil…

માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil…

7 months ago
ફાગવેલને વડુમથક બનાવવાની માંગ સામે 37 પૈકી 22 ગામનો વિરોધ | 22 out of 37 villages oppose demand to m…

ફાગવેલને વડુમથક બનાવવાની માંગ સામે 37 પૈકી 22 ગામનો વિરોધ | 22 out of 37 villages oppose demand to m…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News