અમદાવાદ, બુધવાર
દસ લાખમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને ઠગ ટોળકીએ એક કરોડ રૃપિયા પડાવ્યા હતા. એટલું જ નહી સહી સિક્કા વાળા બોગસ નિમણૂક લેટર પોસ્ટ મારફતે ઘરે મોકલીને વિશ્વાસ કેળવીને રૃપિયા પડાવ્યા હતા. જો કે ૯૦ દિવસમાં નોકરીની વાત કરીને વર્ષ સુધી નોકરી ન મળતા છેતરપીડી થયાની જાણ થતાં રામોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે. છેતરપીડીની જાણ થતાં ૧૨ લોકોએ રામોલ પોલીસ સ્ટેશનનો સપર્ક કર્યો હતો.
વસ્ત્રાલમાં સહી સિક્કા વાળા બોગસ નિમણૂક લેટર બનાવી પોસ્ટમાં ઘરે મોકલી વિશ્વાસ કેળવી રૃપિયા પડાવ્યા ઃ રામોલ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારા ૧૨ લોકો આવ્યા
ઓઢવમાં રહેતા અને ફેકટરી ધરાવી વ્યવસાય કરતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લાના સાજીદઅલી તથા વટવા સંતોષભાઇ અને ઓઢવમાં રહેતા મહેશભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી મહેશભાઇએ ફરિયાદીની ફેકટરી પાસે પોતાની ટાયરને લગતો વ્યવસાય કરતા હોવાથી સાત વર્ષથી પરિચયમાં હતા. ફરિયાદીના સાઢુના દિકરાને નોકરી માટે આરોપીએ પોતાની પરિચીત સાહેબ છે અને તે ગાંધીનગર આરોગ્ય વિભાગમાં ઉચ્ચ અધિકારી છે હું તેમની ગાડીમાં હું ડ્રાઇવર તરીકે નોકરી કરું છું કહીને આ સાહેબ દસ લાખમાં નોકરી આપવાનું કામ કરે છે.
તેમ કહેતા ફરિયાદીએ તેમના સગા સંબંધી મળી ચાર લોકોેને નોકરી માટે વાત કરી હતી કરતાં ૯૦ દિવસમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને નોકરી અપાવવાની વાત કરી હતી. ત્યારબાદ ટુકડે ટુકડે રૃપિયા મેળવીને સહી સિક્કા વાળા બોગસ નિમણૂક લેટર પોસ્ટ મારફતે ઘરે મોકલીને વિશ્વાસ કેળવીને રૃપિયા એક કરોડ સાત લાખ પડાવ્યા હતા. જો કે ૯૦ દિવસમાં નોકરીની વાત કરીને વર્ષ સુધી નોકરી ન મળતા છેતરપીડી થયાની જાણ થતાં રામોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે. છેતરપીડીની જાણ થતાં ૧૨ લોકોએ રામોલ પોલીસ સ્ટેશનનો સપર્ક કર્યો હતો.










