gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in INDIA
0 0
0
સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મોબાઈલ સિગ્નલથી ખેલ પાડી રહેલાં સ્કેમર્સથી સાવધાન!

– પોર્ટેબલ મોબાઈલ ટાવરથી મોબાઈલને કનેક્ટ કર્યા બાદ યુઝર્સને ફેક મેસેજ અને ઓટીપીની જાળમાં ફસાવવાનું નવું સાઈબર ષડયંત્ર

નવી દિલ્હી : ફેક બેઝ સ્ટેશન. ગેરકાયદે મોબાઈલ નેટવર્ક માટે બનાવવામાં આવતાં સેટઅપ માટે આ શબ્દ પ્રયોજાય છે. ટાવર જેવો ભ્રમ પેદા કરીને મોબાઈલને ફેક નેટવર્ક સાથે કનેક્ટ કરવામાં આવે છે અને પછી એ નેટવર્કમાં કનેક્ટ થયેલા મોબાઈલમાંથી મેસેજ મોકલીને છેતરપિંડી કરવામાં આવે છે. 

આવી ઘટનાઓ હવે વધતી જાય છે. તાજેતરમાં ગ્રીસની પોલીસે કારમાં લગાવેલી એક ફેક ટાવર સિસ્ટમને ઝડપી પાડી હતી. તેના કારણે દુનિયાભરમાં આ ટેકનિકથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

એક મોબાઈલ બીજા મોબાઈલ સાથે નેટવર્કના માધ્યમથી જોડાય છે. નેટવર્ક એ બે કે તેથી વધુ ડિવાઈસને જોડવા માટે પાયાની જરૂરિયાત છે. મોબાઈલમાં એવી ટેકનિકનો ઉપયોગ થાય છે કે તે સતત કોઈને કોઈ નેટવર્ક સાથે કનેક્ટ થાય છે. આપણે કોઈ એક જ નેટવર્ક સાથે સતત જોડાયેલા હોતા નથી. એકથી વધુ ટાવર્સનું નેટવર્ક આપણા મોબાઈલને સતત નેટવર્ક સાથે કનેક્ટ રાખે છે. મોબાઈલ બને ત્યારે એવી ટેકનિક વપરાય છે કે તે સ્ટ્રોંગ નેટવર્કના સિગ્નલને પકડી શકે. કારણ કે સારામાં સારું સિગ્નલ આવે તે મોબાઈલ નેટવર્ક કંપનીઓ અને મોબાઈલ ઉત્પાદન કંપનીનું મુખ્ય લક્ષ્ય છે.

હવે આ જ બાબતનો સ્કેમર્સ ગેરલાભ ઉઠાવી રહ્યા છે. સ્કેમ કરવા માટે સ્કેમર્સ નકલી મોબાઈલ ટાવરનો સહારો લેવા માંડયા છે. પોર્ટેબલ ટાવર આપણી આસપાસ એવી જાળ બિછાવે છે કે આપણો મોબાઈલ તેના સ્ટ્રોંગ સિગ્નલને ઝીલીને તે પોર્ટેબલ નેટવર્ક સાથે કનેક્ટ થઈ જાય છે. આટલું થઈ જાય પછી સ્કેમર્સ એક્ટિવ થાય છે. એ મોબાઈલમાં આવી રહેલા ફેક નેટવર્કનો ઉપયોગ કરીને મેસેજ બ્લાસ્ટ કરે છેે. એ મેસેજ આપણાં ધ્યાનમાં આવે ને આપણે એમાં ફસાઈ જઈએ તો સ્કેમર્સનું કામ બની જાય છે. ઓટીપીથી લઈને બેંકના વેરિફિકેશનના ફેક મેસેજ સાચા લાગે એ રીતે આવે છે. યુઝર્સને અંદાજ પણ આવતો નથી અને એ સ્કેમર્સની જાળમાં ફસાઈ જાય છે. તેને એસએમએસ બ્લાસ્ટ ટેકનિક પણ કહેવામાં આવે છે. ફોનના નેટવર્કનો રૂટ બદલીને તેને જોખમી નેટવર્ક ચેનલમાં ડાઈવર્ટ કર્યા પછી આર્થિક છેતરપિંડી કરવામાં આવે છે. ઘણી વખત આપણાં નંબરનો ઉપયોગ કરીને ઘણાં લોકોને લિંક મોકલવામાં આવે છે અથવા તો મેસેજ પણ કરવામાં આવે છે. યુઝર્સને તુરંત ક્લિક કરવાનું કહેવામાં આવે છે અને એ રીતે ઓટીપી મેળવીને છેતરપિંડી થાય છે.

આવા પોર્ટેબલ નેટવર્ક કારમાં સેટ થઈ શકે. બેકપેકમાં સેટ કરી શકાય. રસ્તામાં કોઈ સ્થળે એનું સેટઅપ થઈ શકે. આવતા-જતાં લોકો તેના સ્ટ્રોંગ નેટવર્કમાં જોડાય કે તરત જ મેસેજ બ્લાસ્ટ ટેકનિકથી મેસેજ મોકલી દેવામાં આવે છે. સામાન્ય રીતે આવું થાય ત્યારે મોબાઈલમાં ૨જી નેટવર્ક દેખાડવા લાગે છે. જો આવું થાય તો ચેતી જવા જેવું ખરું. ભારતમાં પણ આવા પ્રકારની ટેકનિકથી છેતરપિંડી થતી હોવાની શક્યતા છે. ગ્રીસમાં પોલીસે એક કારમાંથી આખું ફેક નેટવર્કનું સેટઅપ ઝડપી આરોપીને પકડી લીધા હતા.

 સિક્યોર નેટવર્કને બદલે આવા નેટવર્કથી છેતરપિંડી હાલ અટકાવી શકાય તેવી ટેકનિક ઓપરેટ કંપનીઓ પાસે પણ નથી. દુનિયાભરમાં આવા કિસ્સા વધ્યા છે એટલે હવે મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડર્સ કંપનીઓએ પણ તેમના નેટવર્કને સુરક્ષિત બનાવવાની દિશામાં પગલાં ભરવાનું શરૂ કર્યું છે. 

સેફ નેટવર્ક અનસેફ બની જતું હોવાથી આ પ્રકારના સ્કેમમાં મોટું જોખમ સર્જાઈ શકે છે. નેટવર્ક પ્રોવાઈડર કંપનીઓએ સુરક્ષા પ્રોટોકોલ વધારે મજબૂત બનાવવાની હિમાયત સાઈબર એક્સપર્ટ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

March 28, 2026
2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…
INDIA

2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…

March 28, 2026
અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…
INDIA

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

March 28, 2026
Next Post
54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government's negligence in Rs 54 000 crore di...

અમદાવાદ: સાણંદ-સરખેજ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટ, આંગડિયા પેઢીના સંચાલકની 25 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ …

અમદાવાદ: સાણંદ-સરખેજ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટ, આંગડિયા પેઢીના સંચાલકની 25 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ ...

સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે | Gujarat MLAs May Get A…

સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે | Gujarat MLAs May Get A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આરોગ્યપ્રદ મુખવાસની ખરીદી માટે ભીડ ઉમટી | Crowds gather to buy healthy mou…

નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આરોગ્યપ્રદ મુખવાસની ખરીદી માટે ભીડ ઉમટી | Crowds gather to buy healthy mou…

5 months ago
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : બે સામે ફરિયાદ | young man …

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : બે સામે ફરિયાદ | young man …

5 months ago
‘મેડમ, અંકલ મને એકલી જોઇ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે’ | ‘Madam Uncle sees me alone a…

‘મેડમ, અંકલ મને એકલી જોઇ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે’ | ‘Madam Uncle sees me alone a…

3 months ago
ગુજરાતમાં ભ્રષ્ટાચારના ખાડાએ 95નો ભોગ લીધો, કરોડો રૂપિયાનું આંધણ, મળતિયા કોન્ટ્રાક્ટરોને લીલાલહેર | …

ગુજરાતમાં ભ્રષ્ટાચારના ખાડાએ 95નો ભોગ લીધો, કરોડો રૂપિયાનું આંધણ, મળતિયા કોન્ટ્રાક્ટરોને લીલાલહેર | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News