gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબર ડેરી બાદ અમૂલે ખરીદેલી જમીનનો વિવાદ: વિરપુરમાં પશુપાલકોનો હલ્લાબોલ | Controversy over land purc…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
સાબર ડેરી બાદ અમૂલે ખરીદેલી જમીનનો વિવાદ: વિરપુરમાં પશુપાલકોનો હલ્લાબોલ | Controversy over land purc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમૂલ બચાવો…40 હજારનો ગુંઠો 4 લાખમાં ખરીદયો તેવા નારા ગજવ્યા, ખરીદેલી જમીન પર પહોંચી ભ્રષ્ટાચારના આક્ષેપો

વિરપુર: સાબર ડેરી બાદ અમુલ ડેરી દ્વારા ખરીદવામાં આવેલી વેટરનરી હોસ્ટેલ માટેની જમીનનો વિવાદ ઉગ્ર બનતા મહિસાગરના વિરપુરમાં આજે મહા આંદોલનનો પ્રારંભ થયો છે. વિરપુર નગર વિસ્તારથી જૂના રતનકૂવા ગામ રોડ પર અમુલે જમીનની ખરીદી કરી ગેરરીતિ આચરતા પશુપાલકો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

મહિસાગર જિલ્લાના વિરપુરમાં અમૂલ દ્વારા ખરીદવામાં આવેલી જમીનનો મામલો વિવાદનું કેન્દ્ર બન્યો છે. અમૂલ ડેરીની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ મામલો જોર પકડી રહ્યો છે. આજરોજ આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની દૂધ મંડળીના ચેરમેન સહિતના પશુપાલકોનુ ટોળું વિરપુર પહોંચતા સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું.દૂધ મંડળીઓના હોદ્દેદારો, પશુપાલકો અને સભ્યો ફાગવેલ ભાથીજી મંદિર ખાતે એકત્ર થયાં બાદ વિરપુર તરફ કૂચ કરી હતી. જે દરમિયાન શાસકો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતાં સૂત્રો પોકારવામાં આવ્યાં હતાં.વિરપુરથી જૂના રતનકૂવા રોડ પર સર્વે નંબર ૧૭૫-૨ની ૮૬૦૦ ચોરસ મીટર જમીન જે વિસ્તારના માર્કેટ ભાવ પ્રમાણે વધુમાં વધુ ૩૦ લાખની ગણવામાં આવે છે.જમીન અમુલ ડેરી દ્વારા રૂ.૩ કરોડ ૫૧  લાખમાં ખરીદતા મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો છે.૪૦ હજારનો ગુંઠો ૪ લાખમાં ખરીદયો તેવા નારા સાથે ૧૫૦૦થી પણ વધું લોકોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. અમુલે ખરીદેલી જમીનની સ્થળ ચકાસણી માટે પહોંચ્યાં હતા.અને ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.વિરપુર ખાતે અમૂલે ૪૦ હજારના ગુંઠાની જમીન ૪ લાખના ગુંઠે લીધી છે. આ વાત ધ્યાને આવતા પશુપાલકોના હિતમાં ફાગવેલથી વિરપુર ખાતે જગ્યા પર આવ્યાં છીએ. અમારી એક જ માંગ છે. 

જે ખરેખર ખેડૂતને ચુકવ્યાં છે, તે સિવાયના ઉપરના નાણાં અમૂલ ડેરીમાં જમા કરાવી દેવા જોઈએ. તેમ લીંબાસી દૂધ મંડળીના ચેરમેન કેસરીસિંહ સોલંકીએ કહ્યું છે. ન્યાય માટે ગામે ગામ સહકારી આંદોલન કરીશું.  ગોવા, મુંબઇ જમીન લીધી છે, તેના કરતા પણ વધુ ઊંચા ભાવે વિરપુરમાં જમીન ખરીદી છે,તેવો આક્ષેપ ફતેપુરા દૂધ મંડળીના ચેરમેન ભારતસિંહ પરમારે કહ્યું હતું.

– કોઇ આયોજન વગર જમીનો ખરીદવામાં આવી છે

 આવી જમીન ન લેવી જોઈએ.જમીન લેતા પહેલા બતાવવી જોઈએ. સામાન્ય સભાસદ એક  – બે લીટર દૂધ ભરે તેના પરસેવાના નાણામાંથી આવી જમીન ખરીદી છે. નડિયાદમાં પણ ૪૦થી ૫૦ કરોડના ખર્ચે જમીન ખરીદી છે. જમીન ખરીદી માટે કોઈ આયોજન નથી. ચોકલેટ પ્લાન્ટ નાંખવાના છીએ. તેમ અમુલ ડેરીના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું.

– આંદોલનમાં વિરપુર તાલુકાનું કોઈ જોડાયું નથી

અમૂલ ડેરી-વિરપુરનાં ડિરેક્ટર સાયભેસિંહ પરમારે કહ્યું હતું કે જેનો ઓછો ભાવ હોય તેની જમીન ખરીદવામાં આવી છે. બોર્ડમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે. ત્રણેય બોર્ડમાં સંમતિ લેવામાં આવી હતી. સરકારમાં ગયા પછી પાર્ટીને પૈસા ચુકવ્યાં છે. વિરપુરમાં ૭.૫ લાખ સુધી ગુંઠે જમીન સમાજ માટે ખરીદી છે. આંદોલનમાં વિરપુર તાલુકાનુ કોઇ જોડાયું નથી. અમૂલને ૭૫ વર્ષ થયાં છતાં આજ સુધી વિરપુરમાં જમીન ખરીદાઈ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…
GUJARAT

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…

May 16, 2026
વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…
GUJARAT

વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…

May 16, 2026
અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…
GUJARAT

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…

May 16, 2026
Next Post
બાવળામાં માધવ કોમ્પ્લેક્સ સામે મેડિકલ વેસ્ટ મળી આવ્યો | Medical waste found in front of Madhav Compl…

બાવળામાં માધવ કોમ્પ્લેક્સ સામે મેડિકલ વેસ્ટ મળી આવ્યો | Medical waste found in front of Madhav Compl...

શહેરના કરચલિયાપરાના યુવકનું બાઈક સળગાવી ઘરમાં તોડફોડ કરી લૂંટ ચલાવી | A young man from Karchaliyapar…

શહેરના કરચલિયાપરાના યુવકનું બાઈક સળગાવી ઘરમાં તોડફોડ કરી લૂંટ ચલાવી | A young man from Karchaliyapar...

એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ | AMC…

એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ | AMC...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…

અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…

8 months ago
વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા એક્શનમાં : પીએમ રૂટને દબાણ મુક્ત બનાવવા વિશેષ ઝુંબેશ |…

વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા એક્શનમાં : પીએમ રૂટને દબાણ મુક્ત બનાવવા વિશેષ ઝુંબેશ |…

1 week ago
કારમાં ત્રણ ટેન્ક છુપાવી ગોવાથી છૂટો વિદેશી દારૂ લાવતો આરોપી ઝડપાયો | Accused arrested for bringing …

કારમાં ત્રણ ટેન્ક છુપાવી ગોવાથી છૂટો વિદેશી દારૂ લાવતો આરોપી ઝડપાયો | Accused arrested for bringing …

3 months ago
તાપમાનો પારો 0.4 ડિગ્રી જેટલો નીચે જતા ઠંડીમાં વધારો

તાપમાનો પારો 0.4 ડિગ્રી જેટલો નીચે જતા ઠંડીમાં વધારો

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News