gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવધાન! સુરતમાં હવે હોટલ-રેસ્ટોરન્ટમાં ‘એનાલોગ પનીર’ના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
સાવધાન! સુરતમાં હવે હોટલ-રેસ્ટોરન્ટમાં ‘એનાલોગ પનીર’ના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરતમાં છેલ્લા ઘણા સમયથી બનાવટી પનીરના વેચાણ તથા નકલી તબીબનો રાફડો ફાટ્યો છે. તેમાં પણ હાલમાં બનાવટી યોગ ગુરુ નો ભાંડો ફુટ્યા બાદ લોકોમાં ભારે રોષ છે આરોગ્ય મંત્રી આજે(2 એપ્રિલ, 2026) સુરતમાં હોય આયુર્વેદ તબીબો તેમને રજુઆત કરવા માટે ગયા હતા. જ્યાં તેઓએ સુરતીઓના આરોગ્ય સાથે ચેડા કરનારા બોગસ તબીબો અને બનાવટી પનીર બનાવનારા સામે જે પરિપત્ર જાહેર થયા છે તેનો અમલ કરવા માટેની વાત કરી હતી. સાથે સાથે તેઓએ લોકોને જાગૃત રહેવા માટે પણ અપીલ કરી હતી. તાજેતરમાં જ નકલી ‘યોગ ગુરુ’નો ભાંડો ફૂટ્યા બાદ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.

હોટલોમાં ‘એનાલોગ પનીર’ના બોર્ડ ફરજિયાત

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સુરતમાંથી તાજેતરમાં 1400 કિલો જેટલું ભેળસેળયુક્ત પનીર ઝડપાયું છે, જે લેબોરેટરી ટેસ્ટમાં ‘સબ-સ્ટાન્ડર્ડ’ જાહેર થયું છે. હોટલ અને કેટરિંગમાં વપરાતા આ પનીર અંગે અગાઉ જ એક પરિપત્ર જાહેર કરાયો હતો. હવે આ નિયમનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. રેસ્ટોરન્ટમાં અસલી પનીર પીરસાય છે કે ‘એનાલોગ પનીર’ (વનસ્પતિ તેલમાંથી બનેલું નકલી પનીર), તેના સ્પષ્ટ બોર્ડ મારવા પડશે. ગ્રાહકોએ પણ જાગૃત બનીને પનીરની શુદ્ધતા અંગે સ્પષ્ટતા માંગવી જોઈએ.

બોગસ તબીબો પર ત્રાટકશે તંત્ર

નકલી તબીબો અને લેભાગુ તત્વો સામે આયુર્વેદ તબીબોએ આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી. જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, સરકાર આવા બોગસ ડોક્ટરોને શોધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આયુર્વેદ તબીબો માટે રજિસ્ટ્રેશન પોર્ટલની મુદત પણ લંબાવવામાં આવી છે. જો તમામ પ્રમાણિત તબીબો પોતાની ડિગ્રી અને રજિસ્ટ્રેશન નંબર ક્લિનિકમાં પ્રદર્શિત કરશે, તો નકલી તબીબોની ઓળખ કરવી સરળ બનશે.

રૂપિયા 50 કરોડના ખર્ચે બનશે આધુનિક લેબોરેટરી

સુરતીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વોને પકડવા માટે તપાસ પ્રક્રિયા તેજ બનાવવામાં આવશે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ, સુરતમાં રૂપિયા 50 કરોડના ખર્ચે એક અત્યાધુનિક લેબોરેટરી બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ લેબોરેટરી કાર્યરત થવાથી ખાદ્ય પદાર્થોના નમૂનાનું પરીક્ષણ ઝડપથી થશે અને ગુનેગારો સામે ત્વરિત પગલાં ભરી શકાશે.

આરોગ્ય મંત્રીએ જનતાને અપીલ કરી છે કે, જો ક્યાંય પણ ભેળસેળ કે બોગસ તબીબોની જાણકારી મળે તો તુરંત આરોગ્ય વિભાગને ફરિયાદ કરી તંત્રને સહયોગ આપે.

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા

સુરતમાં પાલિકાએ માર્ચ મહિનામાં 1401 કિલો સીઝ કરેલો પનીરનો જથ્થો સબ સ્ટાન્ડર્ડ નિકળ્યો 

ખાણીપીણી માટે વિશ્વમાં પ્રખ્યાત એવું સુરત શહેર ડુપ્લીકેટ પનીર નું હબ બની ગયું છે.   પાલિકા- પોલીસે માર્ચ મહિનામાં પાંડેસરાની એક શોપમાંથી 1401 કિલો શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું હતું. આ પનીરને ચકાસણી માટે પાલિકાએ લેબોરેટરી માં મોકલ્યા હતા જ્યા આ પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે. પાલિકા તંત્રએ એડજ્યુડીકેટિંગ હેઠળ કામગીરી માટે કવાયત કરી છે. જોકે, આ પહેલા આ વેપારીએ સુરતીઓને હજારો કિલો બનાવટી પનીર ખવડાવી દીધું હતું. 

સુરત પાલિકા અને એસ.ઓ.જી. દ્વારા છેલ્લા કેટલાક વખતથી બનાવટી પનીર બનાવનારા સામે સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે   3 માર્ચના રોજ પાંડેસરા ભીડભંજન સોસાયટી ગાળા નંબર 278 અમૃત મિલ્ક પ્રોડક્ટ માંથી 1401 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું હતું . મહેશ શર્મા નામનો વ્યક્તિ નકલી પનીર બનાવતો હોવાની બાતમી મળી હતી તેના આધારે પાલિકા-પોલીસે દરોડા પાડ્યા હતા જેમાંથી 1401 કિલો બનાવટી પનીર તથા બનાવટી પનીર બનાવવા માટેની 28.44 લાખની મશીનરી   પણ જપ્ત કરી હતી. 

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની વ્યાખ્યા વિસ્તારી

દરમિયાન પાલિકા તંત્રએ પનીરના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જે પનીર ના નમુના લેબોરેટરી તપાસ માં નિષ્ફળ ગયા હતા. છેલ્લા બે વર્ષથી આ વ્યક્તિ સુરતમાં બનાવટી પનીર બનાવવાનો ધંધો કરતો હતો રોજ 400 કિલોથી વધુનું પનીર નબાવી સુરતની ડેરી, લારીઓ પર વેચાણ કરતો હતો. આ નમુના નિષ્ફળ જતા પાલિકા તંત્રએ હવે ડજ્યુડીકેટિંગ કેસ હેઠળ કાર્યવાહીની કવાયત શરુ કરી છે. જોકે, આ પહેલાં આ વેપારીએ નફાની લ્હાઈમાં હજારો કિલો પનીર સુરતીઓને ખવડાવી દીધું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…
GUJARAT

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

May 26, 2026
મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …
GUJARAT

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …

May 26, 2026
નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું
GUJARAT

નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું

May 26, 2026
Next Post
જામનગરમાં ACBનો સપાટો, રૂ.4.52 લાખની લાંચ લેતાં મદદનીશ ઇજનેર રંગેહાથ ઝડપાયા | ACB raid in Jamnagar a…

જામનગરમાં ACBનો સપાટો, રૂ.4.52 લાખની લાંચ લેતાં મદદનીશ ઇજનેર રંગેહાથ ઝડપાયા | ACB raid in Jamnagar a...

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis...

છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા | Ill…

છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા | Ill...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં અડાજણના નાગરિક સુવિધા કેન્દ્રમાં મુલાકાતીઓના પાર્કિંગની જગ્યા નથી, ગંદકીના ઢેર | no parking …

સુરતમાં અડાજણના નાગરિક સુવિધા કેન્દ્રમાં મુલાકાતીઓના પાર્કિંગની જગ્યા નથી, ગંદકીના ઢેર | no parking …

4 months ago
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

3 weeks ago
નવરાત્રિમાં ખૂબ ગૂંજશે કિંજલ દવેનું ‘ચાર ચાર બંગડીવાળી…’ ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો | Navr…

નવરાત્રિમાં ખૂબ ગૂંજશે કિંજલ દવેનું ‘ચાર ચાર બંગડીવાળી…’ ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો | Navr…

8 months ago
રૂપિયો 94.92ની ઓલ ટાઈમ લો સપાટીએ | Rupee hits all time low of 94 92

રૂપિયો 94.92ની ઓલ ટાઈમ લો સપાટીએ | Rupee hits all time low of 94 92

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News