![]()
વડોદરાઃ ઘરફોડ ચોરીઓ કરવામાં માહેર સિકલીગર ગેંગને ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલવામાં આવી હોવા છતાં શહેરમાં બંધ મકાનોને ટાર્ગેટ કરતી ગેંગ હજી સક્રિય છે.જેને કારણે બંધ મકાનને ટાર્ગેટ કરવાના બનાવો બંધ થવાનું નામ લેતા નથી.
નિઝામપુરા વિસ્તારમાં આવેલી તાશ્કંદ સોસાયટીમાં રહેતા અભિષેકભાઇ રીહલે પોલીસને કહ્યું છે કે,અમે બહારગામ હતા તે દરમિયાન અમારે ત્યાં કામ કરતી મહિલાએ તા.૨૦મીએ ફોન કરી દરવાજાનો નકૂચો તૂટયો હોવાની જાણ કરી હતી.જેથી તપાસ કરતાં ચોરો નકૂચો તોડીને ઘરમાં પ્રવેશ્યા હોવાનું અને કબાટમાંથી રોકડ અને દાગીના મળી કુલ રૃ.૮૦ હજારથી વધુ ની મત્તાચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જે અંગે ફેતગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.










