![]()
– શખ્સ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ
– નશીલી હાલતમાં શખ્સે પોલીસ જવાનને ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી
ભાવનગર : ચિત્રા સીદસર રોડ શીતળા માતાના મંદિર પાસે પોલીસ પર શખ્સે હુમલો કરી છરી વડે મારી નાખવાનો પ્રયાસ કરી ફરજમાં રૂકાવટ કરી હતી. બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે.
ભાવનગર શહેર જિલ્લામાં પોલીસ કર્મચારીઓ પર હુમલાના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ગુનેગારોને પોલીસનો ડર જ ન હોય તેમ અસમાજિક તત્વો ગુના આચરવામાં પાછીપાની કરતા નથી ખરેખર હવે પોલીસ તંત્રએ ગુનેગારો પર ધાક બેસાડવા માનોમંથન કરવાની જરૂર છે. પોલીસપાર્ટી પર વધુ એક વખત હુમલાનો બનાવ બન્યો છે. વાત જાણે એમ છે કે, બોરતળાવ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મગનભાઇ વાળા અને પીસીઆર-૧૧૨ના ડ્રાઇવર પો.કોન્સ ધર્મરાજસિંહ દશરથસિંહ સાથે ચિત્રા સીદસર રોડ સંતનામ ચોક શિતળામાંના મંદિર પાસે પહોંચ્યા ત્યારે અગાઉ દારૂ પીવાના તેમજ મારા મારીના ગુનામા પકડાયેલ સચિન સોમાભાઈ મકવાણાને કહેલ કે, દુર ઉભો રહે દરવાજો ખોલુ છુ. તેમ કહેતા મે દરવાજો ખોલ્યો ત્યારે સચિન જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને પોલીસ કર્મચારીનો કાઠલો પકડી લીધો હતો. પોલીસ જવાન ગાડીની બહાર નિકળી પી.સી.આરમાથી લાકડી કાઢેલ તે દરમ્યાન સચિને કમર માથી છરી લઈ પોલીસ કર્મચારીને મારવા આવેલ જેથી હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ તેનો હાથ પકડી લીધેલ અને બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી.અને ડ્રાઈવર સાઇડનો દરવાજો સચિને પાટુ મારી છરી વડે મારવાની કોશિશ કરી હતી અને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી નાસી છૂટયો હતો.આ બનાવ સંદર્ભે હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈએ સચિન વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વેળાવદરની ઘટનાના 5 દિવસ બાદ વધુ એક વખત પોલીસ હુમલો
વેળાવદર ભાલ પોલીસ મથકનો સ્ટાફ ટેમ્પો લઈને જુગાર કરવા ગયા ત્યારે ૨૦ જેટલા લોકોએ ગંભીર પણે માર મારી ગંભીર ઇજા પહોંચાડયા ની ઘટના હજી તાજી છે ત્યાં પોલીસ પર હુમલાનો બીજો બનાવ બન્યો છે.પાંચ દિવસ બાદ વધુ એક પોલીસ પર હુમલો થયો હતો.










