gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય | kanteshwar m…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય | kanteshwar m…
1
VIEWS
Share on FacebookShare on Twitter

kantareshwar mahadev katargam: શિવજીની આરાધનાનો મહિનો શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે આ દિવસોમાં સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના શિવજીના મંદિરમાં ભક્તોનો માનવ મહેરામણ ઉભરાય રહ્યો છે. જેમાં સુરતમાં સાત હજાર વર્ષ જેટલું પૌરાણિક મંદિર કંતારેશ્વર મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની જાય છે. આ પ્રાચીન મહાદેવ મંદિરની સ્થાપના સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં થયેલી હોવાની લોકમાન્યતા છે. સાથે સાથે આ મંદિરની શિવલિંગનો આકાર અન્ય શિવ મંદિરોમાં જોવા મળતો નથી. આ મંદિરમાં શિવલિંગ ગાયના પગની ખરીનો આકાર જોવા મળે છે તેની પાછળ પણ અનેક દંતકથા જોડાયેલી છે. હાલ શ્રાવણ માસ શરુ થઈ ગયો છે અને આ મંદિરમાં રોજ 22 જેટલી પુજા થાય છે તેનો લાભ શિવ ભક્તો લે છે. 

આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને સુરતમાં સાત હજાર વર્ષ જેટલું જુનુ અને સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં તેવા કંતારેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તિ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની રહી છે. હજારોની સંખ્યામાં શિવભક્તો શ્રાવણ માસમાં આ મંદિર ઉભરાઈ રહ્યું છે. જેનું મહત્ત્વ જણાવતા મંદિરના પુજારી શૈલેષભાઈ ગોસ્વામી કહે છે, આ મંદિરનું સ્થાન શહેરના સૌથી પ્રાચીન મંદિરમાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન રાત્રીના 12 વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા સુધીમાં વિવિધ 22 પૂજા કરવામાં આવે છે. આ પૂજા શ્રાવણ માસમાં જ થતી હોય ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યાં છે. બપોરે બે વાગ્યા પછી શિવલિંગ પર અભિષેક બંધ કરી દેવામા આવે છે અને મંદિર માત્ર દર્શન માટે ખુલ્લુ રહે છે. 

આ પણ વાંચો: આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ, સોમનાથમાં 10 લાખ ભાવિકો ઉમટશે, દરરોજ મહાદેવજીને વિશેષ શૃંગાર કરાશે

સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય 2 - image

આ મંદિરમાં શિવલિંગ આકાર ગાયના પગની ખરી જેવો છે તે માટે તેઓ કહે છે, સૈકાઓ પહેલા અહીં ગાય આવીને દૂધની ધારા શિવલિંગ પર વહેવડાવતી હતી. તેના માલિકે ચોરી છુપાઇને જોઈ હતી અને અચાનક બહાર આવ્યા હતા અને ગભરાયેલી ગાયનો પગ શિવલિંગ પર પડ્યો હતો અને ત્યારથી આ શિવલિંગ પર ગાયના પગની ખરીનો આકાર જોવા મળે છે.    

મંદિરના અંગેની લોક વાયકા અંગે પૂજારી જણાવે છે કે,  પ્રાચીન સુર્યપુર અને આજની સુરત નગરી જળપ્રલયમાં સંપૂર્ણપણે ડૂબી જતા પેટાળમાં સમાઈ ગઈ હતી. તાપી નદીનું વહેણ બદલાતા તે પોતાના માર્ગથી ફંટાઈને વહેવા લાગી….નદીના માર્ગમાં કાંટાવાળી ઝાડીઓ ઊગી નીકળી હતી. ભગવાન કપિલ મુનિએ કાંતારની ઝાડીમાં આશ્રમ બનાવ્યો હતો, અને તેઓએ  સૂર્યની આરાધના કરી હતી તેનાથી ભગવાન સૂર્ય નારાયણ પ્રસન્ન થયા હતા. તાપી પુરાણમાં એવો ઉલ્લેખ છે કે, સૂર્યદેવે કપિલા ગાયનું દાન માંગ્યું હતું.  ગાયનું દાન મળતા સૂર્યદેવે વરદાન રૂપે પોતાના તેજરૂપ શિવલિંગ અહીં પ્રગટાવ્યું હતું. આજે શિવલિંગ કાંતારેશ્વર મહાદેવ તરીકે ઓળખાઈ છે.

સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય 3 - image

આ મંદિર માટે અન્ય એક લોકવાયકા છે જેમાં  રામાયણ કાળમાં ભગવાન રામ વનવાસ દરમ્યાન કાંતારની ઝાડીમાં આવેલા કપિલ મુનિના આશ્રમે પધાર્યા હોવાનું પણ કહેવાય છે. તે સમયે ઋષિઓએ જલમાં સ્નાન કરી ભગવાન શિવને અભિષેક કરવાની ઈચ્છા દર્શાવી હતી  તાપી નદીમાં પાણી ન હોવાથી ભગવાન રામે ધરતીમાં બાણ મારી જલધારા ઉત્પન્ન કરી હતી.  ઋષિ મુનિઓએ સ્નાન કરી રામને આશીર્વાદ  આપ્યા હતા. સમય જતા જલધારા ના સ્થાને કુંડ નું નિર્માણ થયું, જે  સૂર્ય કુંડના નામથી ઓળખાય છે. આજે પણ આ સૂર્ય કુંડ અસ્તિત્વ ધરાવે છે.  સુરતના આ સૌથી પ્રાચીન મહાદેવ મંદિરની સ્થાપના સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં થયેલી હોવાની લોક માન્યતા પ્રચલિત છે.આજથી શ્રાવણ મહિનો શરુ થઈ ગયો છે અને તેના કારણે આ મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને આ પ્રાચીન મંદિરની ગાથા સાંભળી ધન્યતા અનુભવી રહ્યાં છે. 

સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય 4 - image

કંતારેશ્વર પરથી કતારગામ નામ પડ્યું હતું

ધાર્મિક મહાત્મ્ય: સુરતમાં અનેક શિવાલયોમાં સૌથી પ્રાચીન કતારગામમાં કંતારેશ્વર મહાદેવ મંદિર છે આ મંદિરની આજુબાજુ  અનેક નાની મોટી ભગવાનની દેરી આવેલી છે. ઐતિહાસિક અને પુરાણા કંતારેશ્વર મહાદેવ મંદિરના આંગણામાં કુંડ આવેલો છે, કુંડની ફરતે ચારે બાજુ સંતો ભક્તો તથા વિષ્ણુ ભગવાનના અવતારોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સાત હજાર વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર 1968માં કૈવલ્ય મહંત સ્વામી નૃસિંહ ગીરીએ કર્યો હતો. આ મંદિરની આસપાસનો વિસ્તારનો જે વિકાસ થયો હતો તેને કંતારેશ્વર મંદિરના નામ પરથી કતારગામ નામ પડ્યું હોવાનું જાણકારો કહી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
ખાવાનું નહીં મળતા રેસ્ટોરન્ટ માલિકનું લોકેશન લઇ હુમલો કરનાર ચાર ઝડપાયા,કાન પકડી માફી માગી | Four arr…

ખાવાનું નહીં મળતા રેસ્ટોરન્ટ માલિકનું લોકેશન લઇ હુમલો કરનાર ચાર ઝડપાયા,કાન પકડી માફી માગી | Four arr...

જાતિ આધારિત વસતી ગણતરી ના થઈ શકી તે મારી જ ભૂલ, હવે કરાવીને જ રહીશ: રાહુલ ગાંધી | rahul gandhi on ca…

જાતિ આધારિત વસતી ગણતરી ના થઈ શકી તે મારી જ ભૂલ, હવે કરાવીને જ રહીશ: રાહુલ ગાંધી | rahul gandhi on ca...

જમીન દલાલીના રૂપિયાના મુદ્દે બ્રોકરની ઓફિસ પર જઈને હુમલો કરી ધમકી આપી | Attacked and Death threatene…

જમીન દલાલીના રૂપિયાના મુદ્દે બ્રોકરની ઓફિસ પર જઈને હુમલો કરી ધમકી આપી | Attacked and Death threatene...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો… | UP…

પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો… | UP…

7 months ago
’18 વધારે કે ઝીરો..’, લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ | Parliament Bud…

’18 વધારે કે ઝીરો..’, લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ | Parliament Bud…

5 months ago
સાણંદના શીયાવાડામાં ત્રાટકેલા લૂટારૂઓએ કુહાડી બતાવી લૂંટ આચરી | robbery case reported in Shiyavada v…

સાણંદના શીયાવાડામાં ત્રાટકેલા લૂટારૂઓએ કુહાડી બતાવી લૂંટ આચરી | robbery case reported in Shiyavada v…

11 months ago
અમદાવાદ : વાહન લઈને રોન્ગ સાઈડમાં ઘૂસેલા યુવકની દાદાગીરી, હોમગાર્ડ પર છરીથી હુમલો કર્યો | Home Guard…

અમદાવાદ : વાહન લઈને રોન્ગ સાઈડમાં ઘૂસેલા યુવકની દાદાગીરી, હોમગાર્ડ પર છરીથી હુમલો કર્યો | Home Guard…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News