gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત તંત્રનું ટેન્શન વધ્યું, કર્મચારીઓના વલણના કારણે વસ્તી ગણતરીની કામગીરી અટકી ! | Surat Authoritie…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
સુરત તંત્રનું ટેન્શન વધ્યું, કર્મચારીઓના વલણના કારણે વસ્તી ગણતરીની કામગીરી અટકી ! | Surat Authoritie…
1
VIEWS
Share on FacebookShare on Twitter

INDIA CENSUS :  1 જૂનથી શરૂ થનારી 50 દિવસની વસ્તી ગણતરી પહેલા જ સુરતનું તંત્ર ચિંતામાં મુકાયું છે. રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ કામગીરીથી દૂર ભાગી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે અને 190 કર્મચારીઓએ તો કામ નહીં કરીએનું જ વલણ અપનાવ્યું છે.

ડિજીટલ વસ્તી ગણતરીમાં છટકવાની ‘ગણતરી’!

દેશની સૌથી મોટી વહીવટી પ્રક્રિયા ગણાતી ડિજિટલ વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલાં જ સુરતમાં કર્મચારીઓની અછત તંત્ર માટે મોટો માથાનો દુખાવો બની છે. શહેરમાં અંદાજે 15,800 કર્મચારીઓની જરૂર સામે હજુ 2300 કર્મચારીઓની ઘટ છે, ત્યારે બીજી તરફ ફરજ સોંપાઈ ચૂકી હોય અને તાલીમ લઈ ચૂકેલા 900થી વધુ કર્મચારીઓ કામગીરીમાંથી મુક્તિ માટે અરજી કરી છે. જેમાં 190 જેટલા કર્મચારીઓ એવા હોવાનું સામે આવ્યું છે કે, જે કોઈપણ સંજોગોમાં વસ્તી ગણતરીની કામગીરી કરવા જ નથી માંગતા અને નાના-મોટા બહાના બતાવી ફરજ માંથી છૂટવા પ્રયાસ કરી રહ્યા છે. રાષ્ટ્રીયકૃત બેંકોના કેટલાક કર્મચારીઓ પણ કામગીરીથી દૂર ભાગી રહ્યા હોવાની ફરિયાદ બહાર આવી છે. તેથી હવે બહાના કાઢી કામગીરી ન કરનારા કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરવાની તૈયારી પણ શરુ થઈ ગઈ છે.   

2300 કર્મચારીઓની ઘટ, 900ને કામ નથી કરવું!

સુરત શહેરમાં છેલ્લા બે દાયકામાં વસ્તી ઝડપથી વધી છે અને હવે સંભવિત 85 લાખની નજીક પહોંચી રહેલી વસ્તી વચ્ચે વર્ષ 2027ની ડિજિટલ વસ્તી ગણતરી તંત્ર માટે સૌથી મોટું વહીવટી ઓપરેશન માનવામાં આવી રહ્યું છે. શહેરની અંદાજે 18 લાખ રહેણાંક અને વ્યાપારી મિલકતોમાં જઈ દરવાજે-દરવાજે સંપૂર્ણ ડિજિટલ પદ્ધતિથી માહિતી એકત્ર કરવાની કામગીરી 1 જૂનથી શરૂ થશે અને આગામી 50 દિવસ સુધી ચાલશે.  આ કામગીરી માટે અગાઉ અંદાજે 10 હજાર કર્મચારીઓને ફરજના ઓર્ડર આપવામાં આવ્યા હતા, પરંતુ વસ્તી અને વિસ્તાર ધ્યાનમાં રાખતા તે સંખ્યા અપૂરતી સાબિત થતાં હવે કુલ 14,800 કર્મચારીઓ તથા 10 ટકા રિઝર્વ સ્ટાફના ઓર્ડર કરવામાં આવ્યા છે. છતાં હજુ 2300 જેટલા કર્મચારીઓની ઘટ યથાવત છે. હાલ આશરે 12 હજાર ગણતરીદાર અને 2 હજાર સુપરવાઈઝરને તાલીમ આપવામાં આવી ચૂકી છે, છતાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ થતો નથી. આ કામગીરી માટે હજુ પણ 2300 જેટલા કર્મચારીઓની ઘટ હોવાથી સરકારના જુદા જુદા વિભાગના કર્મચારીઓને કામગીરી સોંપવા માટે કવાયત શરુ થઈ ગઈ છે.   

190 કર્મચારીઓએ બતાવ્યા નાના મોટા કારણ!

એક તરફ ડીજીટલ વસ્તીગણતરી માટે 2300 કર્મચારીઓની ઘટ છે તો બીજી તરફ તંત્ર પાસે 900 અરજી આવી છે, જે કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી કરવામાંથી મુક્તિ જોઈએ છે.  તેમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની સંખ્યા વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેટલાક કર્મચારીઓ આરોગ્ય, પરિવાર અને અન્ય કારણો આપી રહ્યા છે, જ્યારે 190 જેટલા કર્મચારીઓ એવા હોવાનું પણ સામે આવ્યું છે કે જેઓ કોઈપણ રીતે આ કામગીરી કરવા જ નથી માંગતા અને નાના-મોટા કારણો બતાવી મુક્તિ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, માત્ર ગંભીર અને અનિવાર્ય કારણ હોય ત્યારે જ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવશે. સાથે જ રાષ્ટ્રીય કામગીરીથી દૂર રહેવા અથવા ફરજમાં બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.     

335 દિવ્યાંગ- ગર્ભવતીના ઓર્ડર નિકળ્યા તે કેન્સલ કરાશે   

સુરતમાં   વસ્તી ગણતરી માટે ઉતાવળમાં એક સાથે ફરજના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા, જેમાં દિવ્યાંગ અને ગર્ભવતી કર્મચારીઓને પણ કામગીરી સોંપી દેવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો. સંવેદનશીલ મામલે અનેક ફરિયાદો ઉઠતાં આખરે તંત્રને પોતાની ભૂલ સ્વીકારી ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે.ફરિયાદની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કુલ 335 જેટલા દિવ્યાંગ અને ગર્ભવતી કર્મચારીઓને વસ્તી ગણતરી જેવી મેદાની અને દોડધામભરી કામગીરી માટે નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ મામલો બહાર આવતા કર્મચારી વર્ગમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી.  હવે તંત્રએ આ 335 કર્મચારીના ઓર્ડર રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, અને તેમની જગ્યાએ નવા કર્મચારીઓને નિમણૂક કરવા કવાયત હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
જામનગરમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક એક્શન: LPG સપ્લાય અટકાવનારા 3 શખ્સોને અલગ-અલગ જેલમાં ધકેલા…

જામનગરમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક એક્શન: LPG સપ્લાય અટકાવનારા 3 શખ્સોને અલગ-અલગ જેલમાં ધકેલા...

જામનગર: કાલાવડમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ગરમીમાં રાહત પણ ખેડૂતો ચિ…

જામનગર: કાલાવડમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ગરમીમાં રાહત પણ ખેડૂતો ચિ...

કલોલ : સાંતેજની કંપનીમાં ભીષણ આગ, ત્રણ કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે | Mas…

કલોલ : સાંતેજની કંપનીમાં ભીષણ આગ, ત્રણ કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે | Mas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઉનાળાનો હોટેસ્ટ ડે ઃ ૪૨.૨ ડિગ્રી ગરમી નોંધાઇ | hotest day 42 2 degree temperature

વડોદરામાં ઉનાળાનો હોટેસ્ટ ડે ઃ ૪૨.૨ ડિગ્રી ગરમી નોંધાઇ | hotest day 42 2 degree temperature

1 year ago
ફલકુ બ્રિજ નજીક પીકઅપમાંથી રૂ. 3.81 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 81 lakh seized from pickup…

ફલકુ બ્રિજ નજીક પીકઅપમાંથી રૂ. 3.81 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 81 lakh seized from pickup…

7 months ago
વડોદરામાં 30 વર્ષ દરમિયાન ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેવા 600 જણાનું વેરિફિકેશન, 300નું ડોઝિયર તૈયાર…

વડોદરામાં 30 વર્ષ દરમિયાન ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેવા 600 જણાનું વેરિફિકેશન, 300નું ડોઝિયર તૈયાર…

9 months ago
હવામાન વિભાગનું 4 દિવસનું એલર્ટ, જાણો કયાં રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ | IMD Monso…

હવામાન વિભાગનું 4 દિવસનું એલર્ટ, જાણો કયાં રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ | IMD Monso…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News