gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગમાં ઝેરોક્ષની કામગીરી નહીં કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરા…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગમાં ઝેરોક્ષની કામગીરી નહીં કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકાના એફોર્ડેબલ હાઉસીંગ વિભાગમાં ઝેરોક્ષ માટેનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ ઈજારદારે લાંબા સમય સુધી કામગીરી કરી ન હતી. પાલિકાએ ઈજારદારને નોટિસ આપી હતી. તેમ છતાં હાજર ન રહેતા આખરે ઈજારદારને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. 

સુરતના ધાસ્તીપુરા ખાતે પાલિકાના એફોર્ડેબલ હાઉસીંગ વિભાગની કચેરી આવી છે. આ કચેરીમાં ઝેરોક્ષની કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.  ટેન્ડર પ્રક્રિયામાં લોએસ્ટ આવનાર એજન્સી શાહ પ્રિન્ટર્સને કામગીરી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પાલિકાએ એજન્સીને 14 ઓગસ્ટ-2024ના રોજ વર્કઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો હતો. વર્ક ઓર્ડર બાદ મળ્યા બાદ સાત દિવસમાં કામગીરી શરૂ કરવા માટેની શરત ટેન્ડરમાં હતી. પરંતુ ઇજારદારે 10 મહિના સુધી ઝેરોક્ષ મશીન મુકી કામગીરી શરુ કરી ન હતી. આ માટે પાલિકાએ નોટિસ આપી હતી પરંતુ ઈજારદાર નોટિસ બાદ પણ હાજર રહ્યાં ન હતા. પાલિકાએ બીજી વખત એજન્સીએ કામગીરી શરુ કરી ન હોવાથી બ્લેક લિસ્ટ કરવા માટેની કાર્યવાહી શરુ કરી હતી. 

પાલિકાની આ કામગીરી બાદ ઇજારદારે વર્ક ઓર્ડર એક માસ માટે લંબાવી આપવા તથા વ્યાજ અને પેનલ્ટી માફ કરવા માટે પાલિકામાં અરજી કરી હતી. જોકે, આ પત્ર બાદ પણ એજન્સીએ ઝેરોક્ષ મશીન મુકવાની કામગીરી કરી ન હતી જેના કારણે એપ્રિલ 2025 માં મ્યુનિ. કમિશનર સમક્ષ હાજર રહેવા માટે પત્ર લખ્યો હતો. આ સમયે ઇજારદારે સ્વાસ્થ્ય યોગ્ય ન હોવાનું કારણ આગળ ધર્યું હતું. ત્યારબાદ એજન્સીએ ધાસ્તીપુરાની ઓફિસમાં બે ઝેરોક્ષ મશીન મુક્યા હતા પરંતુ આ મશીન બગડેલા હતા તેથી ઝેરોક્ષની કામગીરી થઈ ન હતી. 

ત્યારબાદ એજન્સીએ મે 2025 માં મેડિકલ પેપર રજુ કરીને કામગીરી માટે તેઓ સક્ષમ નથી તેવો પત્ર પાલિકાને લખ્યો હતો. જોકે, આ પહેલા આ એજન્સીને લિંબાયત ઝોનમાં કામગીરી સોંપી હતી તે કામગીરી પણ સંતોષકારક ન હોવાનું બહાર આવ્યું હતું અને એક વર્ષ માટે અબેયન્સમાં રાખવાની કાર્યવાહી થઈ હતી. આવી નબળી કામગીરી કરનારા ઈજારદારને બે વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે જેના પર આગામી ગુરુવારે સ્થાયી સમિતિ નિર્ણય કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
‘બે નેતાએ મને જાનથી મારવાની ધમકી આપી, મને વધુ સુરક્ષા આપો’ રાહુલ ગાંધીની કોર્ટમાં અરજી | Rahul Gandh…

‘બે નેતાએ મને જાનથી મારવાની ધમકી આપી, મને વધુ સુરક્ષા આપો’ રાહુલ ગાંધીની કોર્ટમાં અરજી | Rahul Gandh...

હવે HDFC બેન્કે પણ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા, જાણો બીજી બેન્કોની પોલિસી | hdfc bank announce sav…

હવે HDFC બેન્કે પણ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા, જાણો બીજી બેન્કોની પોલિસી | hdfc bank announce sav...

‘ક્રીમી લેયર’ પર મોટા એક્શનની તૈયારી, અનામતમાં બદલાઈ જશે આવકમર્યાદા! જાણો કોને અસર થશે? | modi govt …

'ક્રીમી લેયર' પર મોટા એક્શનની તૈયારી, અનામતમાં બદલાઈ જશે આવકમર્યાદા! જાણો કોને અસર થશે? | modi govt ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વારસિયા રિંગ રોડ પર મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused abscond…

વારસિયા રિંગ રોડ પર મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused abscond…

11 months ago
પહેલી ઓગસ્ટથી હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે, મધ્ય પ્રદેશના બે મોટા શહેરોના ક્લેક્ટરનો આદેશ | no petro…

પહેલી ઓગસ્ટથી હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે, મધ્ય પ્રદેશના બે મોટા શહેરોના ક્લેક્ટરનો આદેશ | no petro…

11 months ago
દક્ષિણ કોરિયાના ફાઇટર જેટ જામનગરમાં ઉતર્યા, ભારતીય વાયુસેનાએ આપ્યો આશરો | south korean air force bla…

દક્ષિણ કોરિયાના ફાઇટર જેટ જામનગરમાં ઉતર્યા, ભારતીય વાયુસેનાએ આપ્યો આશરો | south korean air force bla…

5 months ago
ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News