gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત મહાનગરપાલિકાની શાળામાં હાલમાં આશરે બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડાયેલા રાખવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. એક વિદ્યાર્થી પાછળ સરેરાશ 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હોવા છતાં શહેરમાં 13,500થી વધુ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. આ આંકડો માત્ર એક સરકારી નોંધ નથી, પરંતુ હજારો બાળકો શિક્ષણથી વંચિત થઈ રહ્યા હોવાની ગંભીર ચેતવણી છે.  આ પહેલા મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓએ ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓના ઘરે જઈ વાલીઓને સમજાવ્યા હતા તેમાં થોડી સફળતા મળી હતી. હવે આ જવાબાદરી શિક્ષકો નિભાવી રહ્યાં છે પરંતુ બાળકોને શાળાએ પાછા લાવવા માટે સ્થળાંતર અને મજૂરી સૌથી મોટો અવરોધ આવી રહ્યો છે.

સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2030માં 100 ટકા સાક્ષરતા નો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. જેમાં હવે શાળાના વર્ગખંડ માં જે બાળકો વેકેશન પુરુ થયું છતાં આવતા નથી તેવા બાળકોને ઘરે ઘરે શિક્ષક જઈ રહ્યાં છે. સર્વે દરમિયાન સૌથી મોટી મુશ્કેલી સ્થળાંતરની સામે આવી રહી છે. વેકેશન દરમિયાન પોતાના વતનમાં ગયેલા ઘણા પરપ્રાંતિય પરિવારો હજુ સુધી સુરત પરત ફર્યા નથી. કેટલાક પરિવારો રોજગારી માટે અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. અનેક કિસ્સાઓમાં વાલીઓ દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર બંધ મળી રહ્યા છે. પરિણામે વિદ્યાર્થીઓનો સંપર્ક જ તૂટી ગયો છે અને શિક્ષકો માટે તેઓ ક્યાં છે તેની માહિતી મેળવવી મુશ્કેલ બની રહી છે.જેથી  ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ફરી શાળામાં લાવવાના પ્રયાસો માં સ્થળાંતર સૌથી મોટો અવરોધ બની રહ્યું છે. 

સ્થળાંતર પછી સૌથી ગંભીર કારણ આર્થિક સંકટ છે. ગરીબ અને શ્રમિક પરિવારો માટે બે સમયનું ભોજન અને રોજિંદા ખર્ચની વ્યવસ્થા જ મોટો પડકાર હોય છે. આવી સ્થિતિમાં બાળકોનું શિક્ષણ પાછળ ધકેલાઈ જાય છે અને પરિવારની આવક વધારવી વધુ મહત્વની બની જાય છે. પરિણામે અનેક બાળકો નાની ઉંમરે જ મજૂરી કે અન્ય કામોમાં જોડાઈ જાય છે. કોઈ લારી પર મદદ કરે છે, કોઈ દુકાનમાં કામ કરે છે તો કોઈ નાના-મોટા ધંધા સાથે સંકળાઈ જાય છે. આવા બાળકોને ફરી શાળામાં લાવવું શિક્ષકો માટે અત્યંત મુશ્કેલ બની રહ્યું છે. શિક્ષકોનો આ પ્રયાસ ઘણી જગ્યાએ સફળ થતો જોવા મળે છે અને કેટલાક વાલી- વિદ્યાર્થીઓ માની જાય છે અને ફરી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. પરંતુ બીજી તરફ કેટલાક વાલીઓ પોતાના બાળકો ઘર કામ કે આજીવિકાના કામમાં મદદરૂપ થાય તેવું માની રહ્યાં હોવાથી શાળાએ મોકલવા માંગતા નથી.

કેટલાક પરિવારોમા ઘરકંકાસ અને પારિવારિક વિખવાદ પણ બાળકોના શિક્ષણ માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. માતા-પિતાના છૂટાછેડા અથવા અલગ રહેવાની પરિસ્થિતિમાં બાળકોનું શિક્ષણ સૌથી પહેલા અસરગ્રસ્ત બને છે. ઘણી વખત બાળકો માતા અથવા પિતા સાથે અન્ય સ્થળે જતો રહે છે પરંતુ નવી શાળામાં પ્રવેશ લેતો નથી. પરિણામે બાળક ધીમે-ધીમે શિક્ષણ વ્યવસ્થામાંથી બહાર થઈ જાય છે. 

સુરત જેવા વિકસિત અને ઔદ્યોગિક શહેરમાં હજારો બાળકો શાળા ને બદલે કામના સ્થળે જોવા મળી રહ્યા છે અને હજારો વિદ્યાર્થીઓ સ્થળાંતરને કારણે શિક્ષણ વ્યવસ્થા માંથી ગાયબ થઈ રહ્યા છે. શિક્ષણ પર કરોડો રૂપિયાનો ખર્ચ છતાં જો બાળકો વર્ગખંડ સુધી પહોંચી શકતા નથી તો તે માત્ર શિક્ષણ તંત્ર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી
GUJARAT

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

June 14, 2026
જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …
GUJARAT

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

June 14, 2026
જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…
GUJARAT

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

June 14, 2026
Next Post
જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus...

કાલાવડના કોર્પોરેટરને ફેસબુક સ્ટોરી મુદ્દે અપહરણની ધમકી: 1 શખ્સ સામે કાલાવડ પોલીસમાં ફરિયાદ | Kalava…

કાલાવડના કોર્પોરેટરને ફેસબુક સ્ટોરી મુદ્દે અપહરણની ધમકી: 1 શખ્સ સામે કાલાવડ પોલીસમાં ફરિયાદ | Kalava...

લાલપુરના મેઘપર નજીક રાજ બિહારી હોટલમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો | A quantity of intoxicating …

લાલપુરના મેઘપર નજીક રાજ બિહારી હોટલમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો | A quantity of intoxicating ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…

દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…

11 months ago
‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ | Former …

‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ | Former …

7 months ago
પીએમના રોડ શો-સભા સ્થળના રસ્તા 10 કલાક બંધ કરી દેવાશે | Roads to PM roadshow meeting venue will be c…

પીએમના રોડ શો-સભા સ્થળના રસ્તા 10 કલાક બંધ કરી દેવાશે | Roads to PM roadshow meeting venue will be c…

9 months ago
લીંબડી નજીક પરશુરામ ધામ પાસે ટ્રકમાંથી 92.73 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 92 73 lakh seized f…

લીંબડી નજીક પરશુરામ ધામ પાસે ટ્રકમાંથી 92.73 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 92 73 lakh seized f…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News