![]()
– માર્કેટમાં
વેપારી, ગ્રાહકો,
ફેરિયા, ડ્રાઇવર, શ્રમિકો
મળીને દૈનિક ૧૨ હજાર લોકોની અવરજવર રહે છે
સુરત
સુરતની
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શાકભાજી લેવા માટે અને વેચવા માટે આવનારા વેપારી, ગ્રાહકો, ડ્રાઇવરો, ફેરિયાઓ મળીને દરરોજના ૧૨ હજાર લોકોની અવર
જવર થતી હોવાથી એપીએમસીમાં રાજયની પ્રથમ વિનામૂલ્યે
કિલનિકની શરૃઆત કરાઇ છે.
સુરતની એપીએમસીમાં
રાજયમાંથી અને બહારના રાજયોમાંથી પણ શાકભાજીના વેચાણ અર્થે અને ખરીદવા માટે આવે છે.
તો માર્કટમાં પણ દરરોજના ખેડુતો,
નાના-મોટા વેપારી, ટ્રક- ટેમ્પો ચાલક, ફેરિયાઓ, શ્રમિકો મળીને દરરોજ અંદાજિત ૧૨ હજાર એપીએમસીમાં
આવે છે. આ તમામ મુલાકાતીઓને સારવાર મળી રહે તે માટે કિલનિક શરૃ કરવામાં આવી છે. જેમાં
વિનામૂલ્યે સારવાર મળશે. આ માટે તબીબ અને નર્સ સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. એપીએમસીના
ચેરમેન સંદિપ દેસાઇના જણાવ્યા મુજબ રાજયની ૨૪૪ પૈકી સુરત એપીએમસીમાં પ્રથમ વખત કિલનિક
શરૃ કરવામાં આવી છે. ૩૭૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી માર્કેટ છેલ્લા બે વર્ષથી રાજયમાં
આવકની દષ્ટ્રીએ પ્રથમક્રમે આવે છે.આ ઉપરાંત શાકભાજીના કચરામાંથી પીએનજી એન સીએનજી ગેસનું
ઉત્પાદન પણ કરવામાં આવે છે.હાલ કિલનિક શરૃ થયાને ત્રણ-ચાર દિવસ થયા છે. અને દરરોજના
૨૫ થી ૩૦ જેટલા લોકો સારવાર માટે આવી રહ્યા છે.









