gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં ‘સર’માં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જિલ્લાના હાઈવે પર ચક્કાજામ | Congress blo…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં ‘સર’માં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જિલ્લાના હાઈવે પર ચક્કાજામ | Congress blo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસ પૂર્વનિર્ધારિત ચક્કાજામના કાર્યક્રમને રોકવામાં નિષ્ફળ : કોંગ્રેસ સફળ

– હાઇવે પર ચક્કાજામથી વાહનો  થંભી ગયા : ભાજપ પર મતદાર યાદીમાંથી નામ કમી કરવાના આક્ષેપ સાથે વિરોધ કરતા 100 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત

સુરેન્દ્રનગર,લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી : સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર ૭ (નામ કમી કરવા માટે)નો ઉપયોગ કરી અંદાજે ૨૪,૦૦૦ જેટલા મતદારોના નામો ખોટી રીતે કમી કરવા ફોર્મ ભરનાર જવાબદારો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ મેદાને ઉતરી હતી. જિલ્લાના મુખ્ય માર્ગો અને નેશનલ હાઈવે પર કોંગ્રેસી કાર્યકરોએ ટાયરો અને લાકડા સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગર પોલીસ કોંગ્રેસના આ પૂર્વનિર્ધારિત ચક્કાજામના કાર્યક્રમને રોકવામાં નિષ્ફળ નીવડી હોય તેમ જણાતું હતું, કારણ કે કાર્યકરોએ કલાકો સુધી રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે જિલ્લાભરમાંથી ૧૦૦થી વધુ કાર્યકરો અને અગ્રણીઓની અટકાયત કરી તેમને નજરકેદ કર્યા હતા.

જિલ્લામાં મતદારોના નામો ખોટી રીતે કમી કરવાનાર સામે કાર્યવાહી કરવા કોંગ્રેસે કરવા ૧૩મી ફેબુ્રઆરી સુધીમાં જવાબદાર તત્વો સામે ગુનો દાખલ કરવાનું અલ્ટીમેટમ અપ્યું હતું. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા, ચીમકી બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીના નેજા હેઠળ જિલ્લાના શુક્રવારના રોજ અનેક હાઇવે પર ચક્કાજામ કર્યું હતું. 

જેમાં સુરેન્દ્રનગર શહેરમાં કોંગ્રેસી આગેવાનોએ વઢવાણમાં સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર શિયાણીની પોળ પાસે ચક્કાજામ કર્યું હતું. પોલીસે કાર્યકરોને સમજાવવા ના  પ્રયાસો કરી ભારે રકજક બાદ હાઇવે પર વાહનવ્યવહાર શરૂ કરાવ્યો હતો.

 સાડા તાલુકામાં કોંગ્રેસી કાર્યકરોએ બહુચરાજી- સાડા હાઈવે, જૈનાબા  હાઇવે (ચોકડી) અને અમદાવાદ  -માલવણ-ધ્રાંગધ્રા પર ચક્કાજામ કરતા લગભગ બે કિલોમીટર સુધી ટ્રાફિકજામના સર્જાયો હતા. તેમજ ઝાડી-ઝાંખરા અને ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો. આ  રમિયાન,  સાડા પોલીસે કોંગ્રેસના અનેક કાર્યકરોને ડિટેન કર્યા હતા.  

ચોટીલા-રાજકોટ હાઇવે પર પણ મુળી, સાયલા, થાન અને ચોટીલા શહેરના કોંગ્રેસી આગેવાનોએ ચક્કાજામ કર્યો હતો. જેના પગલે ટ્રાફિકથી ધમધમતા હાઇવે પર વિરોધ પ્રદર્શનના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. અનેક બસો રસ્તા પર ઉભી રાખી દેવામાં આવી હતી. તેમજ લખતર-અમદાવાદ હાઇવે પર મોઢવાણા ગામ પાસે કોંગ્રેસી આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડીના દેવપરાના પાટીયા પાસે કોગ્રેસના કાર્યકરોએ હાઈવે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. લીંબડી પોલીસ તથાં પાણશીણા પોલીસ કાફલો હાઈવે દોડી આવ્યો હતો. પોલીસેએ કોંગ્રેસના કાર્યકરોને સમજાવવા ના પ્રયાસો કરી ભારે રકજક બાદ હાઇવે પર વાહનવ્યવહાર શરૂ કરાવ્યો હતો.

ધ્રાંગધ્રાના ફુલેશ્વર ચોકમાં ધ્રાંગધ્રા અને હળવદ તાલુકા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો દ્વારા રસ્તો રોકો આંદોલન હાથ ધરી રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો. રસ્તા પર ચક્કાજામને પગલે પી.આઈ., પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોચ્યો હતો અને ચક્કાજામ કરી રહેલ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને ટ્રાફિકજામને હળવો કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.

ચૂંટણી પંચ ભાજપના કાર્યકર તરીકે કામ કરે છેઃ નૌશાદ સોલંકી

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘ચૂંટણી પંચ નિષ્પક્ષ રહેવાને બદલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યું છે. હજારો મતદારોના નામો જાણીજોઈને કમી કરવાનું કાવતરું રચાયું છે.’ તેમણે ચેતવણી આપી હતી કે જો ખોટી અરજી કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo…

વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo...

મુળી હાઈવે પર શેખપર નજીક કોટન જીનમાં આગ લાગની અફડાતફડી | Fire breaks out at cotton gin near Sheikhpa…

મુળી હાઈવે પર શેખપર નજીક કોટન જીનમાં આગ લાગની અફડાતફડી | Fire breaks out at cotton gin near Sheikhpa...

જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti…

જય પાટીલ'ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબમાં પ્રથમવાર IED બ્લાસ્ટ, BSF જવાન ગંભીર ઈજાગ્રસ્ત, બોર્ડર પર 500 કિ.મી. એરિયા એલર્ટ | BSF jawa…

પંજાબમાં પ્રથમવાર IED બ્લાસ્ટ, BSF જવાન ગંભીર ઈજાગ્રસ્ત, બોર્ડર પર 500 કિ.મી. એરિયા એલર્ટ | BSF jawa…

1 year ago
ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

1 week ago
પાયજામાનું નાડું ખેંચવું રેપનો પ્રયાસ જ ગણાય, જજો સંવેદનશીલતા રાખે : સુપ્રીમ | Pulling the waistband…

પાયજામાનું નાડું ખેંચવું રેપનો પ્રયાસ જ ગણાય, જજો સંવેદનશીલતા રાખે : સુપ્રીમ | Pulling the waistband…

4 months ago
સુરત પાલિકાની શાળામાં એક તરફ વાંચન-લેખન-ગણન અભિયાન બીજી તરફ બી.એલ.ઓ કામગીરીથી શિક્ષકોની હાલત કફોડી |…

સુરત પાલિકાની શાળામાં એક તરફ વાંચન-લેખન-ગણન અભિયાન બીજી તરફ બી.એલ.ઓ કામગીરીથી શિક્ષકોની હાલત કફોડી |…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News