gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સેના-રેલવે બાદ સૌથી વધુ જમીન વક્ફ પાસે, જાણો કયા રાજ્યોમાં કેટલી મિલકતો | Waqf Amendment Bill Where …

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in INDIA
0 0
0
સેના-રેલવે બાદ સૌથી વધુ જમીન વક્ફ પાસે, જાણો કયા રાજ્યોમાં કેટલી મિલકતો | Waqf Amendment Bill Where …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Waqf Property in India : લોકસભામાં આજે વક્ફ સંશોધન બિલ 2025 (Waqf Amendment Bill LIVE Updates) રજૂ થયું છે. આ બિલ પર આજે ચર્ચા અને વોટિંગ થશે. વિપક્ષે ચર્ચા માટે 12 કલાકનો સમય માગ્યો હતો. પરંતુ સરકારે માત્ર આઠ કલાકનો સમય આપ્યો છે અને રાત સુધીમાં નિર્ણય આવી જશે. સરકારે આ બિલને અગાઉ 8 ઑગસ્ટ-2024ના રોજ રજૂ કર્યું હતું. તે વખતે દેશમાં રેલવે બાદ સૌથી વધુ 8.70 લાખ સંપત્તિ વક્ફ પાસે હોવાનો દાવો કરાયો હતો. આ દરમિયાન વક્ફ પાસે કયા રાજ્યોમાં કેટલી સંપત્તિ છે, તેની પણ માહિતી સામે આવી હતી.

ભારતમાં સૌથી વધુ જમીન મામલે વક્ફ ત્રીજા નંબરે

વક્ફ બોર્ડ પાસે વર્તમાનમાં 9.40 લાખ એકર જમીનમાં ફેલાયેલી 8.70 લાખ પ્રોપર્ટી છે. તેની અંદાજિત કિંમત 1.2 લાખ કરોડ રૂપિયા છે. વક્ફ બોર્ડની વિશ્વમાં સૌથી વધુ જમીન ભારતમાં છે. સશસ્ત્ર દળ અને ભારતીય રેલવે બાદ વક્ફ પાસે સૌથી વધુ જમીન છે.

આટલી બધી જમીન છતાં આવક નહીં

વક્ફ બોર્ડની 8.70 લાખ મિલકતોમાંથી 356,051 વકફ એસ્ટેટ તરીકે નોંધાયેલી છે. જેમાં 872,328 સ્થાવર મિલકતો અને 16,713 જંગમ મિલકતો છે. આટલા મોટા પાયે જમીન હોવા છતાં બોર્ડને કોઈ આવક થતી નથી.

આ પણ વાંચો : જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો

વાર્ષિક 12,000 કરોડની કમાણી

સચ્ચર સમિતિએ વર્ષ 2006માં રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે, જો વક્ફની સંપત્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી ઓછામાં ઓછા 10 ટકા આવક મળી શકે છે, જે વાર્ષિક લગભગ 12000 કરોડ રૂપિયા છે.

UPAએ વક્ફ કાયદામાં 1995માં સુધારો કર્યો હતો

વકફ બોર્ડ લગભગ 9,40,000 એકરમાં ફેલાયેલી 8,70,000 સંપત્તિઓની દેખરેખ કરે છે. વર્ષ 2013માં યુપીએ સરકારે મૂળ વકફ કાયદા 1995માં સુધારો કરીને વકફના અધિકારોને મજબૂત કર્યા હતા. આ સુધારો ઔકાફને રેગ્યુલેટ કરવા માટે લાગુ કરાયો હતો. 

વક્ફ પાસે સૌથી વધુ જમીન ઉત્તર પ્રદેશમાં

2024ના રિપોર્ટ મુજબ વક્ફની કુલ સંપત્તિમાંથી સૌથી વધુ 27 ટકા જમીન ઉત્તર પ્રદેશમાં છે. ત્યારબાદ પંજાબ અને પશ્ચિમ બંગાળમાં 9 ટકા જમીનો વક્ફની છે. તમિલનાડુમાં 8 ટકા, કેરળ, તેલંગાણા અને ગુજરાતમાં પાંચ ટકા જમીનો છે. કર્ણાટકમાં વક્ફની 7 ટકા જમીન છે.

વક્ફ શું છે?

વક્ફ અરબી શબ્દ વકુફા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે રહેવું. વક્ફ એ ઇસ્લામિક કાયદા હેઠળ ધાર્મિક અથવા સખાવતી હેતુઓ માટે ખાસ સમર્પિત મિલકતોનો ઉલ્લેખ કરે છે.  એક વકીફ દ્વારા દાન કરાયેલી અને વકફ તરીકે નામિત સંપત્તિને ઔકાફ કહેવામાં આવે છે. વકીફ તે વ્યક્તિને કહેવામાં આવે છે કે જે મુસ્લિમ કાયદા દ્વારા પવિત્ર, ધાર્મિક કે ધર્માર્થ સ્વરુપે માન્યતા પ્રાપ્ત ઉદ્દેશ્યો માટે સંપત્તિ સમર્પિત કરે છે. ઇસ્લામમાં આ એક પ્રકારની સખાવતી વ્યવસ્થા છે. વક્ફ એ મિલકત છે જે ઇસ્લામના અનુયાયીઓ દ્વારા દાનમાં આપવામાં આવે છે. તે જંગમ અને સ્થાવર બંને હોઈ શકે છે. કહેવાય છે કે, આ દાનમાં આપવામાં આવેલી સંપત્તિ માલિક તરફથી ખુદાને સોંપવામાં આવે છે, ત્યારથી તે સ્થાન અપરિવર્તનીય બને છે.

આ પણ વાંચો : ISROની અદભૂત સફળતા ! દેશભરના લોકો માટે ઉપયોગી ટેકનોલોજી શોધી

જો વક્ફ બોર્ડ કોઈ જમીન પર દાવો કરે તો…

વક્ફ બોર્ડ પાસે અમર્યાદિત સત્તા છે. વકફ મિલકતોને વિશેષ દરજ્જો મળે છે. આ દરજ્જો કોઈપણ વિશ્વાસથી ઉપર છે. બોર્ડ કોઈપણ મિલકતની તપાસ કરી શકે છે. એકવાર બોર્ડ મિલકત પર પોતાનો દાવો કરે પછી તેને ઉલટાવવો મુશ્કેલ છે. વક્ફ ઍક્ટની કલમ 85 ખૂબ જ શક્તિશાળી છે. બોર્ડના નિર્ણયને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાય નહીં.

વક્ફ પાસે કેટલી મિલકત છે?

સેના અને રેલ્વે પછી વકફ બોર્ડ પાસે સૌથી વધુ મિલકતો છે. વક્ફ પાસે 8.70 લાખ મિલકતો છે. વક્ફ દેશમાં ત્રીજા નંબરનું સૌથી મોટું જમીન માલિક છે. બોર્ડની સૌથી વધુ મિલકત ઉત્તર પ્રદેશમાં છે. ભારતમાં બે પ્રકારના વક્ફ બોર્ડ છે, એક સુન્ની અને બીજા શિયા વક્ફ બોર્ડ… સુન્ની વક્ફ પાસે 2.10 લાખથી વધુ અને શિયા પાસે 15 હજારથી વધુ મિલકતો છે. વર્તમાન સમયમાં દેશમાં 32 વક્ફ બોર્ડ છે, જોકે ગોવા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલૅન્ડ, દમણ અને દીવમાં વકફ નથી.

વક્ફ પાસે કયા રાજ્યમાં કેટલી સંપત્તિ છે?

  • ઉત્તર પ્રદેશ – 2.32 લાખથી વધુ સંપત્તિ
  • પશ્ચિમ બંગાળ – 80,000થી વધુ સંપત્તિ
  • પંજાબ – 70,000થી વધુ સંપત્તિ
  • તમિલનાડુ – 65,000થી વધુ સંપત્તિ
  • કર્ણાટક – 61,000થી વધુ સંપત્તિ
  • કેરળ – 52,000થી વધુ સંપત્તિ
  • તેલંગાણા – 43,000થી વધુ સંપત્તિ
  • ગુજરાત – 39,000થી વધુ સંપત્તિ
  • મધ્યપ્રદેશ – 33,000થી વધુ સંપત્તિ
  • જમ્મુ-કાશ્મીર – 32,000થી વધુ સંપત્તિ
  • બિહાર – 8,000થી વધુ સંપત્તિ
  • દિલ્હી – 1,000થી વધુ સંપત્તિ

આ પણ વાંચો : લક્ઝુરિયસ ક્રૂઝ શિપ પર નોરોવાઈરસનો પ્રકોપ ફેલાયો, ચાલક દળના સભ્યો સહિત 241 પ્રવાસી બીમાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…
INDIA

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…

April 3, 2026
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…
INDIA

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…

April 3, 2026
પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…
INDIA

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…

April 3, 2026
Next Post
વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ? | Waqf Am…

વક્ફ બિલઃ ટેરિફ જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને બિહાર ચૂંટણીમાં લાભ મેળવવાનો ભાજપનો વ્યૂહ? | Waqf Am...

અમદાવાદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સોસાયટીમાં ઘૂસાડી દીધી બસ, દીવાલ-થાંભલા તોડી કારને ટક્કર મારી | Drunk…

અમદાવાદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સોસાયટીમાં ઘૂસાડી દીધી બસ, દીવાલ-થાંભલા તોડી કારને ટક્કર મારી | Drunk...

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ | National Sports Day celebrated …

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ | National Sports Day celebrated …

7 months ago
SBI ના 1.97 કરોડના હોમલોન કૌભાંડમાં સુરતથી લોન એજન્ટ પકડાયો | Loan agent from Surat caught in SBI’s …

SBI ના 1.97 કરોડના હોમલોન કૌભાંડમાં સુરતથી લોન એજન્ટ પકડાયો | Loan agent from Surat caught in SBI’s …

3 months ago
બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા | sanjay singh mun…

બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો, મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા | sanjay singh mun…

5 months ago
લાલુ પરિવારને મોટો ઝટકો: ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ | land for j…

લાલુ પરિવારને મોટો ઝટકો: ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ | land for j…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News