અમદાવાદ,મંગળવાર, 14 ઓકટોબર,2025
અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા હાલના પ્રાણી સંગ્રહાલયને
સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીની ગાઈડલાઈન મુજબ આધુનિક બનાવવા કવાયત શરુ કરાઈ છે. ઝૂ
ઓથોરીટીના નોર્મ્સ મુજબ ટૂંક સમયમાં ઝૂમા આવેલા વિવિધ પ્રાણીઓના પાંજરાઓના
મોડીફિકેશનની કામગીરી બે મહીનાના સમયમા
શરુ કરાય એવી સંભાવના હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
હાલના ઝૂમા આવેલા પ્રાણીઓ અને પક્ષીઓના પાંજરા વર્ષો જુના
હોવાથી જર્જરીત બની ગયા છે.મોર્ડન ઝૂ કોન્સેપ્ટ અંતર્ગત ઝૂમા રાખવામા આવેલા અલભ્ય
પક્ષીઓને મુલાકાતીઓ સારી રીતે નિહાળી શકે
એ માટે વોક ઈન એવરી બનાવવા ટેન્ડર પ્રક્રીયા પુરી કરાયા પછી હાલ સર્વેની કામગીરી
ચાલી રહી છે.વોક ઈન એવરી બનાવવા ડિઝાઈન તૈયાર થયા પછી સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીની
મંજૂરી માટે મોકલવામા આવશે.મંજૂરી મળ્યા પછી બે વર્ષના સમયમા વોક ઈન એવરી બનાવવામા
આવશે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીના નોર્મ્સ મુજબ હાલના ઝૂના મોડીફિકેશન માટેનો
પ્લાન બનાવવાની કામગીરી હાલમા ચાલી રહી છે.ઝૂમા રાખવામા આવેલા વાંદરા માટે મોટા પાંજરા
બનાવવા ઉપરાંત હરણ,જળ બિલાડી
અને મગરના પાંજરાઓનુ પણ મોડીફિકેશન કરવામા આવશે.મળતી માહીતી મુજબ, છેલ્લા ૩૪ વર્ષથી
ઝૂમા ફરજ બજાવતા ઝૂના એડવાઈઝર ડોકટર આર કે શાહૂના કોન્ટ્રાકટના સમયમા વધુ એક વર્ષનો
વધારો કરવા અંગે કોર્પોરેશન નિર્ણય લેવા જઈ રહયુ છે.
ગ્યાસપુર ખાતે ૫૦૦ એકરમાં જંગલ સફારી પાર્ક બનાવવા આયોજન
વર્ષ-૨૦૨૩માં ગ્યાસપુર ખાતે આવેલી ૫૦૦ એકર જમીનમા રૃપિયા
૨૫૦ કરોડના ખર્ચે જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સીટી પાર્ક બનાવવા તત્કાલીન
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના સમયમા દરખાસ્ત પડતી મુકાઈ હતી.પરંતુ ફરી એક વખત હાલના
કાંકરિયા ઝૂના એક્ષ્ટેન્શન તરીકે ગ્યાસપુર ખાતે જંગલ સફારી પાર્ક અને
બાયોડાયવર્સીટી પાર્ક બનાવવા તજવીજ શરૃ કરાઈ છે.
કાંકરિયા ઝૂ,
નોકટરનલ ઝૂમાં આઉટ સોર્સિંગથી સ્ટાફની
ભરતી કરાશે
અમદાવાદમાં બાલવાટીકાના ખાનગીકરણ પછી
ઝૂ અને નોકટરનલ ઝૂમાં બાયોલોજીસ્ટ ઉપરાંત એનીમલકીપર તથા ઝૂ ગાઈડની ખાલી પડેલી
જગ્યા ઉપર આઉટ સોર્સિંગથી ભરતી કરવામા આવશે.શરૃઆતમાં એક વર્ષ માટે આપવામા આવનારી
નિમણૂંક વધુ એક વર્ષ માટે લંબાવવા અંગે પણ નિર્ણય થઈ શકશે.
આ વર્ષે જુલાઈમા રુપિયા ૨૨ કરોડના ખર્ચથી નવેસરથી બનાવાયેલ
કાંકરિયા બાલવાટીકાનુ લોકાર્પણ કરાયુ હતુ.કાંકરિયા ઝૂ ખાતે ખાલી પડેલી જગ્યાઓ કોર્પોરેશન તરફથી ભરવામા આવતી હોય છે. ઝૂ અને
નોકટરનલ ઝૂમા એનીમલ રેકોર્ડ કીપીંગ અને
રીસર્સ માટે એક બાયોલોજીસ્ટ ઉપરાંત પ્રાણીઓ અને પક્ષીઓ તેમજ સરીસૃપોની દેખરેખ તથા
માવજત માટે બે એનીમલ કીપર તથા ઝૂમા આવતા મુલાકાતીઓને ઝૂ વિઝીટ કરાવવા ત્રણ ઝૂ ગાઈડ
એક વર્ષના કોન્ટ્રાકટ બેઝ ઉપર લેવામા આવશે.નિમણૂંક પામનારને માત્ર અઠવાડીક રજા જ
મળી શકશે.










