
મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો બોલાઇ ગયો હતો. વિશ્વ બજારના સમાચાર ઝડપી પીછેહઠ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર તૂટતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતાં ઝવેરી બજારમાં ઇમ્પોર્ટ નીચી ઉતરી છે તથા તેના પગલે બજારમાં વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ વધતાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ હતા.
વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૩૨૫થી ૩૩૨૬ વાળા ગબડી નીચામાં ભાવ ૩૨૭૧ થઇ ૩૨૭૧ ડોલર રહ્યા હતા.










