gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.1,44,500નો નવો ઈતિહાસ રચાયો | Gold hits new record of Rs 1 44 500

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in Business
0 0
0
સોનામાં રૂ.1,44,500નો નવો ઈતિહાસ રચાયો | Gold hits new record of Rs 1 44 500
0
VIEWS
Share on FacebookShare on Twitter

વૈશ્વિક સોનું ઉછળી ૪૬૦૦ ડોલરને આંબી ગયું

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી આગળ વધતાં નવા રેકોર્ડ ઊંચા ભાવ જોવા મળ્યા  હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ વધુ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં વધુ વૃદ્ધી થઈ છે અને તેના પગલે  દેશના ઝવેરી બજારોમાં ઉતરાણ પૂર્વે વિક્રમી તેજીનો પતંગ વધુ ઉંચે ચગતો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૫૦૯થી ૪૫૧૦ ડોલરવાળા વધુ ઉછળી ઉંચામાં ભાવ ૪૬૦૦ ડોલરની નવી ઉંચી સપાટીને આંબી ગયા  પછી ભાવ ૪૫૮૨થી ૪૫૮૩ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૭૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૪૪૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૪૫૦૦ બોલાતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૭૦૦૦ ઉછળી રૂ.૨૫૫૦૦૦ બોલાતાં નવો રેકોર્ડ થયો હતો. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૭૯.૮૫થી ૭૯.૮૮ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૮૪.૬૦ થઈ ૮૩.૮૬થી ૮૩.૮૭ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તથા ટ્રમ્પ વચ્ચે તણાવ વધતાં ડોલરનો  વૈશ્વિક ઈન્ડેક્સ ગબડયો હતો અને તેના પગલે વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધતી જોવા મળી હતી.  આ ઉપરાંત વેનેઝુએલા પછી હવે અમેરિકાના પ્રમુખે ઈરાન તરફ તથા ગ્રીનલેન્ડ અને કોલમ્બીયા તરફ લાલ આંખ કરતાં વૈશ્વિક રાજકીય અરાજકતાની ભીતિના પગલે પણ સોનામાં સેફ હેવન સ્વરૂપની માગ વધ્યાના વાવડ મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગગર ૯૯૫ના રૂ.૧૩૯૮૮૭ તથા ૯૯૯ના  રૂ.૧૪૦૪૪૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે રૂ.૯૦૦૦ ઉછળી જીએસટી વગર ભાવ રૂ.૨૫૭૨૮૩ થઈ ૨૫૬૭૭૬ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ ઉછળતી જોવા મળી હતી. પ્લેટીનમના ભાવ ઔંસના વધી ૨૩૮૪  થઈ ૨૩૫૬થી ૨૩૫૭ ડોલર રહ્યા હતા.

 જ્યારે પેલેડીયમના ભાવ ઉછળી ઉંચામાં ભાવ ૧૯૧૧ થઈ ૧૮૭૦થી ૧૮૭૧ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે વધુ ૨.૧૦થી ૨.૧૫ ટકા ઉછળ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ વધ્યા પછી ફરી ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૩.૩૪ વાળા ઉંચામાં ભાવ ૬૪ ડોલર થયા પછી નીચામાં ભાવ ૬૨.૭૬ થઈ ૬૨.૮૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં  ૫૯.૮૦ તથા નીચામાં ભાવ ૫૮.૪૫ થઈ ૫૮.૫૮  ડોલર રહ્યા હતા. ઉછાળે નવી માગ ધીમી પડી હતી.

સોના-ચાંદીના વાયદા ઓલટાઇમ હાઈ

અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૩૯૦૦૮.૨૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનું ફેબ્આરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૩૯૬૦૦ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૪૧૬૪૩ અને નીચામાં રૂ.૧૩૯૬૦૦ના સ્તરને સ્પર્શી, રૂ.૧૩૮૮૧૯ના આગલા બંધ સામે રૂ.૨૬૯૧ વધી રૂ.૧૪૧૫૧૦ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૧૩૭૦ વધી રૂ.૧૧૪૩૨૬ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૧૮૩ વધી રૂ.૧૪૨૯૬ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૨૬૨૮૩૪ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૨૬૫૪૮૧ અને નીચામાં રૂ.૨૬૦૭૧૧ના મથાળે અથડાઈ, રૂ.૨૫૨૭૨૫ના આગલા બંધ સામે રૂ.૧૧૭૨૮ વધી રૂ.૨૬૪૪૫૩ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્આરી વાયદો રૂ.૧૧૪૭૯ વધી રૂ.૨૬૬૩૭૨ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્આરી વાયદો રૂ.૧૧૪૭૧ વધી રૂ.૨૬૬૩૯૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

March 26, 2026
LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…
Business

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…

March 26, 2026
Next Post
સ્પેન, જર્મની અને પોલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં ભારતીય નિકાસ ઝડપથી વધી | Indian exports to European …

સ્પેન, જર્મની અને પોલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં ભારતીય નિકાસ ઝડપથી વધી | Indian exports to European ...

કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને મોટો આંચકો! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને મોટો આંચકો! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને મોટો આંચકો! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | contract work…

કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને મોટો આંચકો! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | contract work...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ અને AAPને ઝટકો | BJP wins …

મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ અને AAPને ઝટકો | BJP wins …

3 months ago
આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નો થયો ભવ્ય પ્રારંભ

આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નો થયો ભવ્ય પ્રારંભ

2 months ago
ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે બનાવટી વીમા પોલીસી રજૂ કરી | The owner of Bhavani Ene…

ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે બનાવટી વીમા પોલીસી રજૂ કરી | The owner of Bhavani Ene…

4 months ago
ટેરિફના પડકારો વચ્ચે એન્જિનિયરિંગ નિકાસમાં 10 ટકાથી વધુ વધારો | Engineering exports increase by over…

ટેરિફના પડકારો વચ્ચે એન્જિનિયરિંગ નિકાસમાં 10 ટકાથી વધુ વધારો | Engineering exports increase by over…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News