![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીનાં ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી ઘટાડા પર રહ્યા હતા. કરન્સી બજારમાં રૂપિયો ઉછળતાં તથા ડોલરના ભાવ ગબડતાં તેની ઈમ્પેકટ પણ ઝવેરી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૩૨૩થી ૪૩૨૪ ડોલરવાળા ઉંચામાં ભાવ ૪૩૩૬થી ૪૩૩૭ તથા નીચામાં ભાવ ૪૩૦૯ થઈ ૪૩૨૫થી ૪૩૨૬ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૧૩૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૬૦૦૦ રહ્યા હતા. જો કે અમદાવાદ ચાંદીના ભાવ આજે વધુ રૂ.૨૦૦૦ વધી રૂ.બે લાખને આંબી ગયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૬૬.૧૨થી ૬૬.૧૩ વાળા આજે ઉંચામાં ભાવ ૬૬.૨૨ તથા નીચામાં ભાવ ૬૪.૪૯ થઈ ૬૫.૮૪થી ૬૫.૮૫ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૧૯૪૪ વાળા ઘટી રૂ.૧૩૧૨૫૧ રહ્યા હતા જયારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૪૪૭૪ વાળા રૂ.૧૩૧૭૭૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૦૧૧૨૦ વાળા ઘટી રૂ.૨૦૦૦૬૭ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૯૨૧થી ૧૯૨૨ ડોલર વાળા નીચામાં ભાવ ૧૯૦૦ તથા ઉંચામાં ભાવ ૧૯૫૦ થઈ ૧૯૨૩થી ૧૯૨૪ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી ઉંંચામાં ૧૮ વર્ષની ટોચે પહોંચ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમની સપ્લાય ઘટતાં તથા સામે ઈન્ડસ્ટ્રીયલ માગ વધતાં રેકોર્ડ તેજી દેખાઈ હતી.
પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૭૧૦ તથા નીચામાં ૧૬૭૧ થઈ ૧૬૭૫થી ૧૬૭૬ ડોલ ર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૨૬ ટકા ઉંચકાયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૫૯.૪૦થી ૫૯.૯૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૫.૮૦ થઈ ૫૬.૩૫ ડોલર રહ્યા હતા.










